WHO Chief asks China for Share Data on COVID-19: એકવાર ફરી ચીનમાં (China) કોરોનાનો કહેર શરૂ થઇ ગયો છે. જે ફરી દુનિયાને 3 વર્ષ પહેલાનો લોકડાઉનનો સમય યાદ કરાવી રહ્યું છે. તેથી આખી દુનિયા ચીનમાં ફેલાઈ રહેલી કોરોનની મહામારી (Corona Pendamic) ને લઈને ચિંતિત છે. કેલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાઈ રહ્યો છે કે ચીનમાં વધતા કોરોનના કેસો (Increasing COVID Case) ના લીધે દર અઠવાડિયે હજારો લોકોના મોત થઇ રહ્યા છે. આ રિપોર્ટ્સને લઈને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ચિંતા વ્યક્ત કરી છે. WHO ના મહાનિર્દેશક ટેડરોસ અડનોમ ગિબરેયર્સએ બુધવારે 21 ડિસેમ્બરે તેના માટે એક વાર ફરી ચીનની કોરોનાની મહામારીની ઉત્પત્તિને યોગ્ય રીતે સમજવા માટે ફરી ડેટા રજૂ કરવા કહ્યું છે.
આ પણ વાંચો:What is BF.7, the Omicron sub-variant driving the surge in China?
ચીનમાં કોવિડના ચોંકાવનારા આંકડા જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફે એક પ્રેસ કોન્ફેરેન્સ (Press Confrence) માં કહ્યું હતું કે કોવીડ-19 (COVID-19) પછીની સ્થિતિ અમારી સમજની બહાર છે. સંક્ર્મણના લોન્ગટર્મ પરિણામોથી પીડિત લોકોની સારવાર કેવી રીત થઇ રહી છે તે અમે સમજી સકતા નથી. તેમણે કહ્યુ કે આ મહામારીની શરૂઆત કેવી રીતે થઇ, આ વિષે સમજવા માટે અમને સચોટ અને વિશ્વસનીય ડેટાની જરૂરિયાત છે.
આ પણ વાંચો: Imran Khan Audio Leaks: ઇમરાન ખાનના નામની ઓડિયો કલીપ વાયરલ, PTI એ ગણાવી નકલી
WHO ચીફએ કહ્યુ કે અમે ચીનથી કોરોનાના વિશ્વસનીય ડેટા રજૂ કરવાની માંગ કરી છે. WHO ના ચીફે કહ્યું છે કે જમીન પર કોવિડની વાસ્તવિક સ્થિતિનું સચોટ મૂલ્યાંકન કરવા માટે WHO ને રોગની ગંભીરતા, હોસ્પિટલમાં ભરતી અને સઘન સંભાળ એકમોની પૂરતી જરૂરિયાતો વિશે વધુ અને વધુ વિગતવાર માહિતીની જરૂર છે.
કોરોના વાયરસની ઉત્પત્તિ ચીનના વુહાન લેબમાં થઇ હતી. પહેલા કોરોના સંક્ર્મણના કેસ પણ વુહાનમાં સામે આવ્યા હતા. દુનિયાભરના વિશેષયજ્ઞોએ વાયરસની ઉત્પત્તિ પર 2 થિયરીને માની છે. પહેલી થિયરી કે SARS-CoV-2 એક પ્રાકૃતિક જિનેટિક સ્પિલઓવરનું પરિણામ છે. બીજી થિયરી એ હતી કે વાયરસએ એક શોધ સંબંધિત ઘટનાના પરિણામસ્વરૂપે લોકોને સંક્રમિત કર્યા હતા. SARS-CoV-2 એક શ્વસન રોગકારક તરીકે ઉભરી આવ્યું છે જે એક માણસથી બીજા માણસમાં સરળતાથી ફેલાય છે.