Earthquake in Indonesia: ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં સોમવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 5.6 માપવામાં આવી હતી. આ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 162 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા છે. મૌસમ અને ભૂભૌતિકી એજન્સીઓએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર પશ્વિમ જાવાના સિયાનજુરમાં હતું. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર નીચે હતું. ત્યાંના ગવર્નરનું કહેવું છે કે ભૂકંપથી જાન-માલનું ભારે નુકસાન થયું છે.
ભૂકંપમાં એક ઝડનથી વધારે બિલ્ડિંગો ક્ષિગ્રસ્ત
ઇન્ડોનેશિયાના એક સ્થાનિક અધિકારીના જણાવ્યા પ્રમાણે મુખ્ય દ્વીપ જાવામાં સોમવારે 5.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા 162 લોકોના મોત નીપજ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક ડઝન બિલ્ડિંગો ક્ષતિગ્રસ્ત થઈ છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપ પશ્વિમ જાવા પ્રાંતના સિયાંજુર વિસ્તારમાં કેન્દ્રિત હતો. સિયાંજુર જિલ્લાના સ્થાનિક અધિકારીઓએ કહ્યું કે ઘરો સહિત ડઝનો ઇમારતો ક્ષતિગ્રસ્ત થઇ છે.
આંખોની સામે મકાન ધરાશાયી
55 વર્ષના ઓમન સિઆનજુરમાં સ્થિત પોતાના ગામમાં ખેતરોમાં કામ કરે છે. જોત જોતામાં તેનું મકાન હલવા લાગ્યું અને ધરાશાયી થયું હતું. મકાન પડવાથી પોતે પણ દટાઈ ગયો હતો. પત્ની મકાનની બહાર હતી. તેના પુત્રએ જેમતેમ કરીને તેને ખેંચીને બહાર કાઢ્યો હતો. ઘટનામાં તેનો પગ તૂટી ગયો હતો. તે લોહીથી લથપથ હતો. ઓમનનું કહેવું છે કે ભગવાનની દયા છે કે તે બચી ગયો છે.
ઇન્ડોનેશિયાના એક યુવકે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેની માતા બુમો પાડતે દેખાઈ રહી છે. તે કહે છે કે હે ભગવાન અમારા ઉપર દયા કરો. ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયાને પેસિફિક રિંગ ઓફ ફાયરમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ખુબ જ સંવેદનશીલ વિસ્તાર છે.
3 મિનિટથી વધારે સમય હલતી રહી ઇમારતો
ગ્રેટર જકાર્તા વિસ્તારમાં ભૂકંપના જોરદાર ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા હતા. રાજધાનીમાં ગગનચૂંબી ઇમારતો ત્રણ મિનિટથી વધારે સમય સુધી હલતી રહી હતી. કેટલીક ઇમારતોને ખાલી કરાવવામાં આવી હતી. દક્ષિણ જકાર્તાના એક કર્મચારી વીડી પ્રિમાધનિયાએ જણાવ્યું હતું કે “ભૂકંપના ભારે ઝટકા અનુભવાયા હતા. મારા સહયોગીઓ અને નવમા માળેથી આપાતકાલીન સીડીઓથી અમારી ઓફિસમાંથી બહાર આવી ગયા હતા.”
આ પણ વાંચોઃ- ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની પુત્રી પહેલીવાર દુનિયા સમક્ષ આવી, ફોટા વાયરલ
વિશાળ દ્વીપ સમૂહોવાળા દેશોમાં છાસવારે ભૂકંપ આવે છે
વિશાળ ટાપુ જૂથો ધરાવતા દેશોમાં ધરતીકંપ વારંવાર આવે છે, પરંતુ જકાર્તામાં તેનો અનુભવ થવો અસામાન્ય છે. ઇન્ડોનેશિયા એક વિશાળ ટાપુ છે જેની વસ્તી 270 મિલિયનથી વધુ છે. અગાઉ ફેબ્રુઆરીમાં પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા હતા અને 460 થી વધુ ઘાયલ થયા હતા.
આ પણ વાંચોઃ- COP27 સમિટમાં બન્યુ ઐતિહાસિક ‘loss & Damage’ ફંડ, ભારતીય વિશેષજ્ઞોએ કર્યું સ્વાગત
જાન્યુઆરી 2021માં પશ્ચિમ સુલાવેસી પ્રાંતમાં 6.2 તીવ્રતાના ભૂકંપમાં 100 થી વધુ લોકો માર્યા ગયા અને લગભગ 6,500 ઘાયલ થયા. 2004 માં એક શક્તિશાળી હિંદ મહાસાગર ભૂકંપ અને સુનામીએ ડઝન દેશોમાં લગભગ 230,000 લોકો માર્યા ગયા, જેમાંથી મોટાભાગના ઇન્ડોનેશિયામાં હતા.