Yashee : ફિનલેન્ડ મંગળવારે (4 એપ્રિલ) નાટોમાં જોડાયું ગયું છે. જે યુરોપના બીજા વિશ્વયુદ્ધ પછીના તેના વલણમાં પરિવર્તન ચિહ્નિત કરે છે અને રશિયાને વધુ અલગ કરે છે. અમેરિકાની આગેવાની હેઠળના નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો)માં જોડાવા માટે નાનો નોર્ડિક દેશ જે રશિયા સાથે 1,340 કિમીની સરહદ ધરાવે છે તેણે 70 વર્ષથી વધુની મિલિટ્રી નોન એલેગનમેન્ટ સમાપ્ત કરી છે. શીત યુદ્ધના વર્ષોમાં સોવિયેત યુનિયન અને પશ્ચિમ વચ્ચેની તટસ્થતાની નીતિને ‘ફિનલેન્ડાઇઝેશન’ તરીકે ઓળખવામાં આવતી હતી. રશિયાએ તેના પર આક્રમણ કર્યું તે પહેલાં યુક્રેન માટે ફિનલેન્ડાઇઝેશન એ એક વિકલ્પ હતો જેની ચર્ચા કરવામાં આવી હતી.
ફિનલેન્ડને તેની તટસ્થતા છોડી દેવા માટે શું દબાણ કર્યું છે. આ પહેલા રશિયા સાથે તેના સંબંધો શું હતા અને નાટો, રશિયા અને ફિનલેન્ડ માટે આ પગલાનો અર્થ શું છે? તે જાણીએ
ફિનલેન્ડ નાટોમાં શા માટે જોડાયું?
આનો જવાબ સરળ છે. યુક્રેન સામે યુદ્ધ કરી રહેલા રશિયાએ તેના નાના પડોશીઓને નાટોના શક્તિશાળી સૈન્ય સમર્થનની લાલસા આપી છે. જેના ચાર્ટર હેઠળ દરેક સભ્યએ કોઈપણ એક સભ્ય પર હુમલો કરવામાં આવે તો તેનો બચાવ કરવો પડશે.
ફિનલેન્ડ અને તેના પાડોશી સ્વીડને યુક્રેન પર રશિયન આક્રમણ પછી તરત જ નાટોના સભ્યપદ માટે અરજી કરી હતી. કોઈપણ નવા અરજદારને જોડાણ માટે તમામ વર્તમાન સભ્યો દ્વારા મંજૂર જરૂરી છે. ફિનલેન્ડ હવે 31મું નાટો સભ્ય બન્યું છે. બીજી તરફ સ્વીડનની બિડ તુર્કી અને હંગેરી દ્વારા અટકાવી રાખવામાં આવી રહી છે.
નાટોની સ્થાપના સોવિયેત યુનિયનને સમાવવાના સ્પષ્ટ હેતુ સાથે બીજા વિશ્વ યુદ્ધ પછી કરવામાં આવી હતી. જોડાણના સભ્યોમાં 1949થી બેલ્જિયમ, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, આઇસલેન્ડ, ઇટાલી, લક્ઝમબર્ગ, નેધરલેન્ડ, નોર્વે, પોર્ટુગલ, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત 12 સ્થાપક દેશો હતા. ગ્રીસ અને તુર્કી 1952માં જોડાયા, 1955માં જર્મની, 1982માં સ્પેન, 1999માં ચેકિયા, હંગેરી અને પોલેન્ડ. 2004માં બલ્ગેરિયા, એસ્ટોનિયા, લાતવિયા, લિથુઆનિયા, રોમાનિયા, સ્લોવેકિયા અને સ્લોવેનિયા જોડાયા. 2009માં અલ્બેનિયા અને ક્રોએશિયા, 2017માં મોન્ટેનેગ્રો, 2020માં ઉત્તર મેસેડોનિયા અને છેલ્લે ફિનલેન્ડ જોડાયું છે.
આ પણ વાંચો – પ્લેબોય મેગેઝીનમાં ફ્રાંસના મહિલા મંત્રી માર્લીન શિયાપ્પાની તસ્વીર છપાતા મચ્યો વિવાદ
ફિનલેન્ડ-રશિયા સંબંધો
જ્યારે સોવિયેત યુનિયન એક શક્તિશાળી દળ હતું, ત્યારે ફિનલેન્ડે એ વાતનું ધ્યાન રાખ્યું કે એવી કોઇ કાર્યવાહી ના કરવામાં આવે જે તેના પાડોશીને નારાજ કરે. આ વ્યવસ્થા 1939-40ના શીત યુદ્ધ પછી લાગુ કરવામાં આવી હતી. સોવિયત સંઘે લેનિનગ્રાદ (હવે સેન્ટ પીટર્સબર્ગ)ને રાખવા માટે ફિનલેન્ડ પર આક્રમણ કર્યું હતું. જે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફિનિશ સરહદની ખૂબ નજીક હતું, સુરક્ષિત હતું. જોકે નાની અને નબળી સજ્જ ફિનલેન્ડ સૈન્યએ સખત લડત આપી હતી જેનાથી સોવિયેત સેના અને તેની પ્રતિષ્ઠા બંનેને નુકસાન પહોંચ્યું હતું. યુદ્ધ મોસ્કો શાંતિ સંધિ સાથે સમાપ્ત થયું હતું. જ્યાં ફિનલેન્ડને સોવિયત સંઘના પ્રદેશો સોંપવાની ફરજ પડી હતી.
વિશ્વયુદ્ધ સમાપ્ત થયા પછી ફિનલેન્ડ પશ્ચિમી લશ્કરી જોડાણોથી દૂર રહ્યું અને સોવિયેત સંઘના સુરક્ષા હિતોનું સન્માન કર્યું. સોવિયેત યુનિયનના પતન પછી ફિનલેન્ડે પશ્ચિમ સાથે ગાઢ સંબંધો બાંધ્યા પણ તે નાટોમાંથી બહાર રહ્યું હતું.
પરંતુ વર્ષોની શાંતિ હોવા છતાં ફિનલેન્ડે પોતાને આક્રમણ માટે તૈયાર રાખ્યું છે. દેશમાં ફરજિયાત લશ્કરી સેવા છે અને નિયમિત આપત્તિ સામે તાલીમ આપવામાં આવે છે. એનવાયટી અનુસાર તેનો સંરક્ષણ ખર્ચ જીડીપીના 2 ટકા છે. જે જર્મની જેવા નાટોના સભ્ય દેશો પણ પહોંચી શક્યા નથી.
ફિનલેન્ડનું નાટોમાં જોડાવવાનું મહત્વ
ફિનલેન્ડ માટે
ફિનલેન્ડ જ્યારે દેશ સુરક્ષાની દ્રષ્ટિએ વધુ સારી સ્થિતિમાં છે, તે રશિયામાંથી થનાર મહત્વપૂર્ણ વેપાર અને પ્રવાસી આવક અને પૂર્વમાં પશ્ચિમના પ્રવેશ દ્વારના રુપમાં પોતાની સ્થિતિથી બહાર થઇ રહ્યો છે.
રોઇટર્સના અહેવાલ મુજબ રશિયાએ કહ્યું છે કે ફિનલેન્ડે એક ખતરનાક ઐતિહાસિક ભૂલ કરી છે જે મોસ્કો સાથેના સંબંધોમાં તિરાડ પાડશે અને બાલ્ટિક સમુદ્ર અને મોટા પ્રમાણમાં યુરોપમાં વિશ્વાસ-નિર્માણની હાજરી તરીકેની તેની સ્થિતિને પૂર્વવત્ કરશે. આ હવે ભૂતકાળની વાત છે. ફિનલેન્ડ NATOના નાના સભ્યોમાંનું એક બની ગયું છે જે આંતરરાષ્ટ્રીય બાબતોમાં પોતાનો વિશેષ અવાજ ગુમાવીને કંઈપણ નક્કી કરતું નથી. અમને ખાતરી છે કે ઈતિહાસ આ ઉતાવળિયા પગલાનો નિર્ણય કરશે.
નાટો માટે
ફિનલેન્ડનો ઉમેરો રશિયાના હુમલાને નિવારવા માટે પ્રશિક્ષિત સૈન્ય લાવે છે. દેશ સાથેની તેની સરહદ ડબલ કરીને, તેના મિસાઇલ લૉન્ચપેડ સહિત, રશિયાની નજીક શસ્ત્રો માટે વધુ સારી સ્થિતિમાં આવી ગયા છે.
રશિયા માટે
ફિનલેન્ડના પગલાએ નાટોને તેના દરવાજાની નજીક લાવ્યું છે. તે આ બાબતનો સૌથી સખત વિરોધ કરે છે. જેને રોકવા યુક્રેન પર આક્રમણ કરવાના એક કારણ તરીકે ટાંક્યું હતું. સોમવારે રશિયાએ કહ્યું કે તે હવે તેના પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં તેની સૈન્ય ક્ષમતાને મજબૂત બનાવશે. રોઇટર્સના અહેવાલ મુજબ સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઇગુએ કહ્યું કે ફિનલેન્ડના જોડાણથી યુક્રેન સંઘર્ષ વધુ વધવાનું જોખમ વધાર્યું છે.





