scorecardresearch

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની નાટકીય ધરપકડ, શું છે અલ-કાદિર ટ્રસ્ટ કેસ? જાણો

Imran Khan Arrest : ઈમરાન ખાનની ધરપકડને કારણે પાકિસ્તાનના અનેક શહેરોમાં તેમના સમર્થનમાં વિરોધ પ્રદર્શનો થયા છે

Former Pakistan PM Imran Khan
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની મંગળવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી (Twitter: PTI)

Imran Khan Arrested : પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની મંગળવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી હતી. જ્યાં તેઓ અલગ-અલગ બે કેસમાં સુનાવણીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પીટીઆઈએ અહેવાલ આપ્યો કે ઇમરાન ખાન કોર્ટમાં બાયોમેટ્રિક પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અર્ધલશ્કરી રેન્જર્સે કાચની બારી તોડી નાખી હતી. આ પછી વકીલો અને ઇમરાન ખાનના સુરક્ષા કર્મચારીઓને માર માર્યા હતો પછી તેમની ધરપકડ કરી હતી.

ડોન અખબારના મતે ઈન્સ્પેક્ટર જનરલ પોલીસ ઈસ્લામાબાદ (આઈજી) અકબર નાસિર ખાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઈમરાનની અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જેમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અને તેમની પત્ની પર એક-એક પાસેથી અબજો રૂપિયા મેળવવાનો આરોપ છે. 50 અબજ રૂપિયાની લોન્ડરિંગ રકમને કાયદેસર કરવા માટે રિયલ એસ્ટેટ ફર્મ બનાવી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ઇસ્લામાબાદમાં પરિસ્થિતિ સામાન્ય છે અને શહેરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

દરમિયાન ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાએ મીડિયાને જણાવ્યું હતું કે ઇમરાનની આ કેસમાં અટકાયત કરવામાં આવી છે કારણ કે તે ઘણી વખત નોટિસ જારી કરવા છતાં કોર્ટમાં હાજર રહ્યા ન હતા. રાષ્ટ્રીય ખજાનાને નુકસાન પહોંચાડવા માટે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ઈમરાનના સમર્થકોએ કેવી પ્રતિક્રિયા આપી?

ધરપકડ વિશે બોલતા ઈમરાનના નજીકના સહયોગી અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના નેતા ફવાદ ચૌધરીએ ટ્વિટ કર્યું કે ભૂતપૂર્વ પીએમ ઈમરાન ખાનનું કોર્ટ પરિસરમાંથી અપહરણ કરવામાં આવ્યું છે. હજારો વકીલો અને સામાન્ય લોકોને ત્રાસ આપવામાં આવ્યો છે. ઈમરાન ખાનને અજાણ્યા લોકો દ્વારા અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની ધરપકડ, કોર્ટમાંથી ધક્કા મારીને લઇ ગયા પાકિસ્તાન રેન્જર્સ

પીટીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ઈમરાનને અર્ધલશ્કરી દળના જવાનો વાહનમાં લઈ જતા જોવા મળે છે. તેમણે ઇમરાનના વકીલનો એક વીડિયો પણ શેર કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો કે તે ઇસ્લામાબાદ હાઇકોર્ટના પરિસરમાં ખરાબ રીતે ઇજાગ્રસ્ત થયા છે.

ધરપકડને કારણે પાકિસ્તાનના અનેક શહેરોમાં ઈમરાનના સમર્થનમાં વિરોધ પ્રદર્શનો થયા છે. પીટીઆઈના સેક્રેટરી જનરલ અસદ ઉમરે જાહેરાત કરી છે કે પાર્ટીની છ સભ્યોની સમિતિ ટૂંક સમયમાં આગળની કાર્યવાહી નક્કી કરશે.

શું છે અલ-કાદિર ટ્રસ્ટ કેસ?

ડોને અહેવાલ આપ્યો છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન, તેમની પત્ની બુશરા બીબી અને અન્ય પીટીઆઈ નેતાઓ સાથે, બહરિયા ટાઉન (એક ઈસ્લામાબાદ સ્થિત રિયલ એસ્ટેટ) પાસેથી 5 અબજ રૂપિયા અને સેંકડો જમીનો કથિત રીતે સ્વીકારવા બદલ નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (એનએબી)ની તપાસનો સામનો કરી રહ્યા છે. પીટીઆઈ સરકાર અને કંપની વચ્ચેના સમાધાનથી દેશની તિજોરીને 190 મિલિયન પાઉન્ડનું નુકસાન થયું છે.

ગયા વર્ષે જૂનમાં ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહે પ્રેસ કોન્ફરન્સ યોજીને ઈમરાન સામેના આરોપોની તપાસ માટે એક સમિતિની રચનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે બહેરિયા ટાઉને બ્રિટિશ નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) દ્વારા પકડાયેલા પાકિસ્તાની નાગરિકને યૂકેમાં ગેરકાયદેસર રીતે રૂપિયા 50 બિલિયન ટ્રાન્સફર કર્યા હતા. જેણે ત્યારપછી પીટીઆઈ સરકારને લોન્ડરિંગ મની વિશે જાણ કરી હતી.

તેમણે કહ્યું કે ઇમરાન ખાને તેના ફ્રન્ટમેન શહઝાદ અકબરને મની લોન્ડરિંગ કેસ ઉકેલવાની જવાબદારી સોંપી હતી. અકબરે આખો કેસ પતાવ્યો અને રૂ. 50 બિલિયન (તે સમયે 190 મિલિયન પાઉન્ડ), જે રાજ્યની મિલકત હતી અને રાષ્ટ્રીય તિજોરીની હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહેલા કેસમાં બહરિયા ટાઉનની જવાબદારી સામે એડજસ્ટ કરવામાં આવી હતી.

ડોનના અહેવાલ મુજબ ઈમરાન વિરુદ્ધ કેસમાં ધરપકડ વોરંટ 1 મેના રોજ જારી કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે તે નેશનલ એકાઉન્ટેબિલિટી ઓર્ડેનેન્સ 1999 ની કલમ 9(a) હેઠળ ભ્રષ્ટાચારનો આરોપ છે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Former pakistan pm imran khans arrest what is the al qadir trust case

Best of Express