Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને કહ્યું કે તે પોતાના કાર્યકાળ દરમિયાન ભારત સાથે તણાવપૂર્ણ સંબંધોને સુધારવા માંગતા હતા પણ કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવો એક વિધ્ન બની ગયું હતું. તેમણે એ પણ કહ્યું કે તત્કાલીન સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા (General Qamar Bajwa)પણ ભારત સાથે સારા સંબંધો ઇચ્છતા હતા અને તેમનો ઝુકાવ તે તરફ વધારે હતો.
પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) પાર્ટીના અધ્યક્ષ ઇમરાને કહ્યું કે હું પોતાના સાડા ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ભારત સાથે સંબંધો સુધારવા માંગતો હતો પણ આરએસએસની વિચારધારા અને જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ કરવો વિધ્ન બની ગયું હતું. લાહોરમાં પોતાના નિવાસસ્થાન પર વિદેશી પત્રકારોના એક સમૂહ સાથે વાતચીત દરમિયાન ઇમરાને આ વાત કરી હતી.
કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થયા પછી વધારે ભાર ના આપ્યો – ઇમરાન ખાન
ઇમરાન ખાને કહ્યું કે ભારત દ્વારા 2019માં કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા પછી તેમની સરકારે વાતચીત પર ભાર આપ્યો ન હતો. અમે ઇચ્છતા હતા કે ભારત પહેલા પોતાના આ નિર્ણયને પલટે અને શાંતિ વાર્તા કરે. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા તરફથી સવાલ કરવામાં આવ્યો કે તેમના કાર્યકાળમાં ભારત માટે વિદેશ નીતિ કોણ ચલાવી રહ્યું હતું. તેના જવાબમાં ઇમરાન ખાને કહ્યું કે હું બોસ હતો. હું વિદેશ નીતિ ચલાવી રહ્યો હતો. જોકે તમને જણાવી દઉં કે જનરલ બાજવાનો ઝુકાવ ભારત સાથે સારા સંબંધો માટે વધારે હતો. ઇમરાન ખાને થોડા સમય પહેલા કહ્યું હતું કે તેના કાર્યકાળ દરમિયાન તેની પાસે શક્તિ ન હતી, કારણ કે જનરલ બાજવા તે વ્યક્તિ હતા જે નિર્ણય લઇ રહ્યા હતા.
આ પણ વાંચો – ઈરાનમાં ઓસ્કાર વિજેતા ફિલ્મ અભિનેત્રી Taraneh Alidoosti ની ધરપકડ, હિજાબ વિરોધી પ્રદર્શનનું કર્યું હતું સમર્થન
એ યાદ અપાવવા પર કે તેમણે ભારતમાં ચૂંટણી પહેલા ઇચ્છા વ્યક્ત કરી હતી કે નરેન્દ્ર મોદી જીતે અને કાશ્મીર મુદ્દાનું ઉકેલ કાઢે. તેના પર ઇમરાન ખાને કહ્યું કે મને હજુ પણ વિશ્વાસ છે કે રાઇટ વિંગ પાર્ટીના નેતા તેનો ઉકેલ લાવી શકે છે. મોદી રાઇટ વિંગ પાર્ટીથી હતા જેથી હું ઇચ્છતો હતો કે તે સત્તામાં પરત ફરે અને કાશ્મીર મુદ્દાનું સમાધાન કાઢે.