ઈરાનમાં 3 મહિનાથી હિજાબ વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. ત્યારે ઇરાનના અધિકારીઓએ દેશ ભરમાં થઇ રહેલા પ્રદર્શન વિષે અફવા ફેલાવાના આરોપમાં દેશની સૌથી પ્રસિદ્ધ અભિનેત્રીઓમાં થી એક તારાનેહ આલિદુસતીની ધરપકડ થઇ હતી.
ઓસ્કાર વિજેતા ફિલ્મ અભિનેત્રીનએ પ્રદર્શીનીઓના મુખ્ય નારાની સાથે પોતાની એક તસ્વીર પોસ્ટ કરવાનો આરોપ લાગ્યો છે. સરકારી મીડિયાએ શનિવારે આ જાણકારી આપી હતી. સરકારી સમાચાર એજેન્સીની ખબર મુજબ ઓસ્કાર વિજેતા ફિલ્મ દ સેલ્સમેનની અભિનેત્રી તારાનેહ અલીદુસતી એ કરેલી ઈન્ટાગ્રામ પોસ્ટના એક અઠવાડિયા પછી ઘરપકડ કરી છે.
એક્ટ્રેસની એક પોસ્ટથી હોબાળો:
અલીદુસતીએ એક અઠવાડિયા પહેલા ઇન્સ્ટાગ્રામમાં તસ્વીર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે એક કાગળ પકડી રાખ્યું છે. તેમાં લખ્યું છે કે, મહિલા, જીવન,આઝાદી. આ નારા ઈરાનમાં મહિલાઓ સરકાર વિરુદ્ધ ઉપયોગ કરી રહી છે. આ તસ્વીરમાં તેમેણે હિજાબ પહેર્યા નથી. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘ તેમનુ નામ મોહસીન શેખરી હતું, દરેક આંતરરાષ્ટ્રીય સંગઠન જે આ ખૂનખરાબાને જોઈ રહ્યું છે અને કાર્યવાહી જારી રહ્યું નથી, તે માનવતા માટે શરમની બાબત છે.’ અભિનેત્રીની આ પોસ્ટને 10 લાખથી વધારે લાઇક મળી હતી. પરંતુ, અભિનેત્રીનું ઇન્સ્ટાગ્રામ બંધ કરાયુ હતું. તેના 80 લાખથી વધારે ફોલોઅર્સ હતા.
આ પણ વાંચો: રકુલ પ્રીત સિંહની ટોલિવૂડ ડ્રગ્સ કેસ સંબંધિત કરાશે પૂછપરછ, EDએ પાઠવ્યું સમન્સ
અહીં જણાવી દઈએ કે 9 ડિસેમ્બર 2022 એ મોહસીન શેખરી નામના યુવકને ઈરાનની અદાલતએ મોતની સજા ફટકારી હતી. આ સજા વિરુદ્ધ તારાનેહએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી. જો કે મોહસીન શેખરીને દેશના સુરક્ષા બળોના એક મેમ્બર પર ચાકુથી હુમલો કરવા અને તેહરાનમાં એક રોડ પર ટ્રાફિક જામ કરવાના આરોપમાં મોતની સજા ફટકારી હતી.
આલિદુસતીને મળ્યા છે 8 મોટા એવોર્ડ:
એક્ટ્રેસ અલીદુસતીનો જન્મ 12 જાન્યુઆરીમાં 1984માં થયો હતો. અભિનેત્રી 17 વર્ષની ઉંમરમાં એકટિંગની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ પહેલી ફિલ્મ માટે વર્ષ 2002 માં લોકારનો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બ્રોન્ઝ લેપર્ડ એવોર્ડ મળ્યા હતા. અભિનેત્રીએ હજુ સુધી 17 ફિલ્મ કરી છે અને 8 એવોર્ડ પણ જીતી છે. અભિનેત્રીની ફિલ્મ ‘ દ સેલ્સમેન’એ 2016માં ઓસ્કાર એવોર્ડ જીત્યો હતો.
આ પણ વાંચો: નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો આસાન થયો, યૂકે સુપ્રીમ કોર્ટમાં અપીલનો રસ્તો બંધ થયો
પહેલા પણ અભિનેત્રીની ધરપકડ થઇ હતી:
નવેમ્બરમાં, અન્ય બે પ્રખ્યાત અભિનેત્રીઓ હેંગમેહ ગાઝિયાની અને કાતયુન રિયાહીની પણ સોશિયલ મીડિયા પર વિરોધીઓ સાથે એકતા વ્યક્ત કરવા બદલ સત્તાવાળાઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે ઈરાનના ફૂટબોલ ખેલાડી વોરિયા ગફૌરીની પણ ધરપકડ કરવામાં આવી છે. જોકે, હવે ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા છે.