અમેરિકામાં એક મહિલાને તેના પતિએ મારીને જીવતી દાટી દીધી હતી. પરંતુ મહિલા ચમત્કારિક રીતે બહાર આવી અને તેની એપલ વોચનો ઉપયોગ કરીને ઈમરજન્સી સર્વિસને કોલ કર્યો. આ ઘટના 16 ઓક્ટોબરે વોશિંગ્ટનમાં બની હતી. કબરમાં દફનાવી દીધા બાદ મહિલા ઘણા કલાકો પછી તેમાંથી પોતે બહાર આવી અને મદદ માંગવા માટે એક અજાણી વ્યક્તિના ઘરે પહોંચી.
ડેલી બીસ્ટના અહેવાલમાં જણાવાયું છે કે, પીડિત મહિલા 42 વર્ષની છે અને તેનું નામ યંગ સોક એન છે. મહિલાના પતિ ચાઈ ક્યોંગ એન (53), તેના હાથ અને પગ ડક્ટ ટેપથી બાંધી દીધા, પછી તેણીની છાતીમાં છરી મારીને તેણીને જીવતી દાટી દીધી હતી.
મહિલા અને પતિ છૂટાછેડા માટે લડી રહ્યા હતા અને પતિ તેના પેન્શનના પૈસા તેના હાથમાંથી જવા દેવા માંગતો ન હતો. એફિડેવિટ મુજબ, 911 ઓપરેટરે પોલીસને જણાવ્યું કે, એક મહિલાએ ઈમરજન્સી નંબર પર ફોન કર્યો, પરંતુ તેનો અવાજ અટકી ગયો અને તે બોલી શકી નહીં. ઓપરેટરને બેકગ્રાઉન્ડમાં મહિલાના ધબકારાનો અવાજ પણ સંભળાયો, પરંતુ થોડા સમય પછી મહિલા સંપૂર્ણપણે શાંત થઈ ગઈ.
સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, માહિતી મળતાની સાથે જ પોલીસે સેલફોન ટાવરને ટ્રેસ કર્યું અને પીડિતાના ઘરે પહોંચી, પરંતુ તે મળી શકી નહીં. આ પછી પોલીસને કંઈક અઘટિત થવાની આશંકા થઈ. રિપોર્ટ અનુસાર, 17 ઓક્ટોબરે પીડિત મહિલા એક અજાણ્યા વ્યક્તિના ઘરે પહોંચી અને મદદ માટે જોરથી દરવાજો ખટખટાવ્યો.
ડેઈલી બીસ્ટ એ એફિડેવિટને ટાંકીને કહ્યું કે, જ્યારે પોલીસ આવી ત્યારે પીડિત મહિલાએ ચીસો પાડવાનું શરૂ કર્યું અને કહ્યું કે મારો પતિ મને મારવાનો પ્રયાસ કરી રહ્યો છે – મારી મદદ કરો. પીડિત યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે, છૂટાછેડા અને પૈસાની ચર્ચા કરતી વખતે તેનો પતિ ગુસ્સે થઈ ગયો હતો, ત્યારબાદ તેણે તેને છોડી દેવાનું કહ્યું હતું. તે ચેન્જ કરવા બેડરૂમમાં ગઈ ત્યારે પતિએ તેની પર જીવલેણ પર હુમલો કર્યો. તેણે તેના માથા પર ઘણી વાર મુક્કા પણ માર્યા અને તેને જમીન પર પછાડી દીધી.
આ પછી પતિએ મહિલાને ડસ્ક ટેપ કરી અને થોડીવાર માટે તે રૂમમાંથી બહાર નીકળી ગયો. ત્યારબાદ મહિલાએ તેની એપલ વોચનો ઉપયોગ કરીને 911 પર કોલ કર્યો. જ્યારે પતિ પાછો ફર્યો, ત્યારે તે મહિલાને સીડી ઉપર ગેરેજની આગળ લઈ ગયો. મહિલાએ જણાવ્યું કે, પછી પતિને ખબર પડી કે તેની પાસે એપલ વોચ છે, તો તેણે તેને હથોડી વડે તોડી જેથી તેના કાંડા પર વાગ્યું.
ત્યારબાદ તેના પતિએ તેણીને બળજબરીથી વાનમાં બેસાડી અને નજીકના જંગલમાં લઈ ગયો, જ્યાં તેણે તેણીને ચપ્પુ મારીને જીવતી દાટી દીધી. પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું કે તે થોડા કલાકો સુધી કબરમાં હતી.
આ પણ વાંચો – ઉત્તર પ્રદેશના કન્નૌજમાં લોહીથી લથપથ જમીન પર પડી રહી બાળકી, લોકો મદદ કરવાને બદલે બનાવતા રહ્યા VIDEO
આ પછી, મહિલાના પતિની પોલીસે સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યે ધરપકડ કરી હતી. સાથે જ કોર્ટમાં દલીલો દરમિયાન મહિલાના પતિના વકીલ વતી એવી દલીલ કરવામાં આવી હતી કે, આરોપીની માનસિક સ્થિતિ સારી નથી.