scorecardresearch

ઇમરાન ખાનની ધરપકડ પછી બબાલ, પાકિસ્તાનના પંજાબમાં કાનૂન વ્યવસ્થા જાળવવા માટે સૈના તૈનાત

Imran Khan Arrest Updates : ઇમરાન ખાનને ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં શહબાઝ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે તેને છેલ્લા 24 કલાકથી વોશરુમ પણ જવા દીધો નથી. ઇમરાને કહ્યું કે તેને ધીમે-ધીમે મારનાર ઇન્જેક્શન આપવામાં આવી શકે છે. તેને મારવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે

Imran Khan Arrest Updates
10 મે ના રોજ ઇમરાન ખાનને ઇસ્લામાબાદ પોલીસ લાઇનમાં હાજર કરવામાં આવ્યા હતા (તસવીર – સ્ક્રીનગ્રેબ)

Imran Khan Arrest Updates: પાકિસ્તાનમાં મંગળવારે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ધરપકડ પછી મોટા પાયે હિંસા જોવા મળી હતી. પાકિસ્તાન મીડિયા દ્વારા આપવામાં આવી રહેલી જાણકારી પ્રમાણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કાનૂન વ્યવસ્થા જાળવવા માટે આર્મીને તૈનાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પહેલા 10 મે ના રોજ ઇમરાન ખાનને ઇસ્લામાબાદ પોલીસ લાઇનમાં હાજર કરવામાં આવ્યા હતા. ઇમરાન ખાન માટે પોલીસ લાઇનમાં જ કોર્ટ લગાવવામાં આવી હતી. ઇસ્લામાબાદ પોલીસે એક ટ્વિટમાં કહ્યું કે સુનાવણી પહેલા સખત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને ફક્ત મંજૂરી પ્રાપ્ત લોકોને જ કોર્ટની અંદર જવાની મંજૂરી આપવામાં આવી હતી. ઇસ્લામાબાદ પોલીસ તરફથી જારી કરાયેલા નિવેદનમાં ચેતાવણી આપતા કહ્યું કે સરકારી અને ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડનાર સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.

ઇમરાન ખાનને ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં શહબાઝ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે તેને છેલ્લા 24 કલાકથી વોશરુમ પણ જવા દીધો નથી. ઇમરાને કહ્યું કે તેને ધીમે-ધીમે મારનાર ઇન્જેક્શન આપવામાં આવી શકે છે. તેને મારવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો – પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની નાટકીય ધરપકડ, શું છે અલ-કાદિર ટ્રસ્ટ કેસ? જાણો

પાકિસ્તાનના પંજાબ અને ખૈબરપખ્તુનમાં વધી રહેલા વિવાદના કારણે આર્મીની તૈનાતી કરાઇ છે. પંજાબ પોલીસે પ્રદર્શનકારીઓ સામે સખત કાર્યવાહીની ચેતાવણી આપી છે. ઉપદ્રવ કરનાર 945 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન 130થી વધારે પોલીસકર્મી ગંભીર રુપે ઇજાગ્રસ્ત થયા છે. પ્રદર્શનકારીઓએ પોલીસના 25થી વધારે વાહનોને આગના હવાલે કરી દીધા છે. જ્યારે 14 સરકારી ઇમારતોને પણ નુકસાન પહોંચાડ્યું છે.

સ્કૂલ કોલેજો અને ઈન્ટરનેટ બંધ

પાકિસ્તાનમાં કેટલી સ્થિતિ બગડી છે તે વાતનો અદાજો તે વાતથી લગાવી શકાય છે કે, સ્કૂલ કોલેજો અગામી આદેશ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહી પૂરા દેશમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આજે યોજાનારી પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓ લાહોર કેન્ટમાં કોર્પ્સે કમાન્ડર હાઉસ અને રાવલપિંડી સેના મુખ્યાલયમાં પણ ઘુસી ગયા હતા. અહીં તોડફોડ કરવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પ્રદર્શનકારીઓએ અહીં કિમતી સામાનની લૂંટ પણ ચલાવી છે.

ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિ

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પીટીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ મુજબ લાહોર, પેશાવર, કરાચી, ગિલગિટ સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ડૉન સમાચાર અનુસાર, મંગળવારે વિરોધ પ્રદર્શન દરમિયાન ઈસ્લામાબાદમાં 5 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. ઈમરાનના સમર્થકોએ સેના અને સરકાર સામે ઓલઆઉટ વોર જાહેર કર્યું છે.

Web Title: Imran khan arrest live updates army deployed in punjab to maintain law and order situation

Best of Express