Imran Khan Audio Leaks: ઇમરાન ખાનના નામની ઓડિયો કલીપ વાયરલ, PTI એ ગણાવી નકલી

ImranKhan clip viral Audio Leaks : 2 ભાગ વાળી આ ઓડિયો કલીપને પાકિસ્તાન પત્રકાર સૈયદ અલી હેડરએ પોતાની યુટ્યુબ ચેનલ પર શેયર કરી હતી. ઓડિયો કલીપમાં ઇમરાન ખાન કોઈ મહિલા સાથે અશ્લીલ વાતો કરતા જણાયા હતા.

Written by shivani chauhan
December 21, 2022 15:14 IST
Imran Khan Audio Leaks: ઇમરાન ખાનના નામની ઓડિયો કલીપ વાયરલ, PTI એ ગણાવી નકલી
(FIle Photo)

Imran Khan Audio Leaks: પાકિસ્તાનના પૂર્વ પ્રધાન મંત્રી ઇમરાન ખાન એક નવા વિવાદોમાં ફસાઈ ગયા છે. ઇમરાન ખાનની એક વિડીયો કલીપ વાયરક થઇ હતી જેમાં તેઓ કથીત રીતે એક મહિલા સાથે ફોન પર અશ્લીલ વાતો કરી રહ્યા હતા, જો કે ઓડિયોની પ્રમાણિકતા પર હજુ પણ શંકા છે. ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ આ ઓડિયોને નકલી ગણાવ્યો હતો.

ઇમરાન કહનની પાર્ટી પાકિસ્તાન તાહરિક-એ-ઇન્સાફએ ઓડિયો કલીપને નકલી ગણાવ્યો હતો. પીટીઆઈ નેતા ડો. અરસલાન ખાલિદએ કહ્ય કે પીટીઆઈ સ્પીકરના રાજકીય વિરોધીઓ નકલી ઓડિયો અને વીડિયો બનાવવાથી આગળ વિચારી શકતા નથી.

2 ભાગ વાળી આ ઓડિયો કલીપને પાકિસ્તાન પત્રકાર સૈયદ અલી હેડરએ પોતાની યુટ્યુબ ચેનલ પર શેયર કરી હતી. ઓડિયો કલીપમાં ઇમરાન ખાન કોઈ મહિલા સાથે અશ્લીલ વાતો કરતા જણાયા હતા.

આ પણ વાંચો: ઇમરાન ખાનનો મોટો ખુલાસો – પીએમ રહેતા ભારત સાથે સંબંધો સુધારવા માંગતો હતો, પણ RSS અને કાશ્મીરના કારણે અટક્યો

ઑડિયો ક્લિપમાં મહિલાને પોતાની પાસે બોલાવી રહ્યા છે :

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી ઓડિયો કલીપમાં એક જૂની વાત કહી છે, બીજી ક્લિપને તાજેતરની છે તેવું જાણવા મળી રહ્યું છે. આ ઓડિયો કલીપમાં પાકિસ્તાન તાહરિક-એ-ઇન્સાફના પ્રમુખ એક મહિલાને પોતાની પાસે આવવા માટે કહી રહ્યા છે, પરંતુ મહિલા ના કહી રહી છે. આ ઓડિયોમાં ઇમરાન ખાન ભારપૂર્વક કહે છે. મહિલા ત્યારબાદ કહે છે કે “ઇમરાન તમે મારા માટે શું કર્યું છે. મેં આવી શકીશ નહિ.” પરંતુ ત્યારબાદ મહિલા મળવા માટે તૈયાર થઇ જાય છે. અને ઇમરાન ખાન કહે છે કે તેઓ આગામી દિવસનો કાર્યક્રમ બદલી નાખશે.

આ પણ વાંચો: આજનો ઇતિહાસ : 21 ડિસેમ્બર રસાયણશાસ્ત્રી મેરી ક્યુરીએ રેડિયમની શોધ કરી

ઇમરાન ખાનના આ વાયરલ ઓડિયો કલીપથી પાકિસ્તાનમાં લોકો અવનવી રીતે રીકેક્ટ કરી રહ્યા છે. પત્રકાર હમજા અજહર સલામએ એક ટ્વિટમાં કહ્યું હતું કે ” ખાન સાહેબ પોતાના પ્રાઇવેટ જીવનમાં જે ઈચ્છે તે કરી શકે છે, પરંતુ મને આશા છે કે તેઓ આખી કમ્યુનિટી માટે પોતાને એક પ્રકારના રોલ મોડેલ મુસ્લિમ નેતા તરીકે રજૂ કરવાનું બંધ કરશે.” તે જ સમયે, પાકિસ્તાની પત્રકાર નૈલા ઇનાયતે કહ્યું, “ઈમરાન ખાન કથિત અશ્લીલ કોલ લીક કેસમાં ઈમરાન હાશ્મી બની ગયો છે.”

જો કે, હજુ સુઘી જાણવા મળ્યું નથી કે વાયરક ઓડિયો ઇમરાન ખાનનો છે કે નહિ. હાલ વાતચીતના અંદાજથી કહી શકાય છે કે આ અવાજ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનનો છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ