Imran Khan vs Pakistan government : પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને શાહબાઝ સરકાર વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. ઈમરાન ખાનના ઘર તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અહીં પોલીસ બંદોબસ્ત સતત વધી રહ્યો છે. આ દરમિયાન ઈમરાન ખાને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર પોલીસ ગોળીબારમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. તે જ સમયે, સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સરકારે આ અંગે તપાસ કરવી જોઈએ.
ઈમરાન ખાને કહ્યું કે, ફ્રાન્સમાં પ્રદર્શનકારીઓએ પોલીસ પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા છતાં પોલીસે એક પણ વખત ગોળીબાર કર્યો નથી. તેમણે ટ્વીટ કર્યું કે, પોલીસની કાર્યવાહીથી અત્યાર સુધીમાં 600 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આની તપાસ માટે અત્યાર સુધી કોઈ સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરવામાં આવી નથી.
ઈમરાનના ઘર તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે
ઈમરાન ખાનના ઘર તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે. રસ્તા પર મોટા કન્ટેનર લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનની લાહોર પોલીસે ઈમરાનના જમાન પાર્ક સ્થિત નિવાસસ્થાનને ચારે બાજુથી ઘેરી લીધું છે. સૂત્રોનું કહેવું છે કે, ઈમરાને ઘરમાં 30-40 આતંકીઓ છુપાયા છે. પંજાબ પોલીસ દ્વારા તેમને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. તેમને કહેવામાં આવ્યું છે કે, તમામ આતંકવાદીઓને વહેલી તકે પોલીસને સોંપવામાં આવે.
સેના પણ ઈમરાન ખાનથી નારાજ છે
સૂત્રોનું કહેવું છે કે સરકારની સાથે સેના પણ ઈમરાન ખાનથી નારાજ છે. ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમના સમર્થકોએ પાકિસ્તાનમાં ભારે હોબાળો મચાવ્યો હતો. લાહોરમાં આર્મી કમાન્ડરના ઘરની તોડફોડ કરવામાં આવી હતી. તેના વીડિયો પણ સામે આવ્યા હતા. આ ઘટના બાદ પાકિસ્તાની સેના ભારે પરેશાન થઈ ગઈ હતી.
આ પણ વાંચો – શહબાજ શરીફની કડક એક્શનની તૈયારી, 3.30 વાગ્યે બોલાવી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક, લાહોરમાં 7 દિવસ સુધી કલમ 144 લાગુ
સેનાનું કહેવું છે કે, પાકિસ્તાનમાં 9 મેના રોજ જે થયું તે ફરીથી ન થવું જોઈએ. પાકિસ્તાનમાં સેના વિરુદ્ધ સતત નિવેદનો આપવામાં આવી રહ્યા છે. નવા આર્મી ચીફે સેનાની ઈમેજ સુધારવાનું કામ કરવું પડશે. એટલું જ નહીં, પૈસા આપીને સેનાના સમર્થનમાં રેલીઓ કરવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે.