India China Border: ‘ડ્રેગન’નો લદ્દાખ સુધી રેલ વિસ્તારવાનો પ્લાન, ભારત પણ સતર્ક, જાણો કેવી છે તૈયારી?

India-China Border: ભારત અને ચીન (India China) બંને અક્સાઈ ચીન (Aksai Chin) ને પોતાનો હોવાનો દાવો કરે છે. જે અંગે બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અક્સાઈ ચીન 1950ના દાયકાના અંતથી બંને દેશો વચ્ચે વિવાદનો મુદ્દો રહ્યો છે.

Updated : February 14, 2023 11:12 IST
India China Border: ‘ડ્રેગન’નો લદ્દાખ સુધી રેલ વિસ્તારવાનો પ્લાન, ભારત પણ સતર્ક, જાણો કેવી છે તૈયારી?
ભારત-ચીન સંધર્ષ

Avishek G Dastidar: વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવની સ્થિતિ વચ્ચે ચીને તેના રેલવે નેટવર્કને લદ્દાખ સુધી લંબાવવાનો નિર્ણય લીધો હોવાનો અહેવાલ છે. આ સંદર્ભે ચીનનું કહેવું છે કે, તે વર્ષ 2025 સુધીમાં તેના રેલને નેટવર્કને અક્સાઇ ચીન સુધી લંબાવશે. જેથી સીમા પર ઉદ્ભવેલા વિવાદને સમાપ્ત કરી શકાય. આના જવાબમાં ભારતે પણ ચીન સીમા પાસે રાણનીતિક રેલવે લાઇન બનાવવા માટે તેના પ્રયાસોને તેજ કરી દીધા છે.

મહત્વનું છે કે, ભારત અને ચીન અક્સાઈ ચીનને પોતાનો હોવાનો દાવો કરે છે. આ બાબત પર જ ભારત-ચીન વચ્ચે જંગ ચાલી રહી છે. અક્સાઇ ચીન 1950ના દાયકામાં અંતથી બંને દેશો વચ્ચે વિવાદનો મુદ્દો રહ્યો છે અને 1962ના ચીન-ભારત યુદ્ધના કેન્દ્રમાં હતો.

નવી દિલ્હી જે સરહદ પર ચીનના માળખાકીય વિકાસ પર બાજ નજર રાખે છે, તે તેને ચીની સૈન્ય માટે સંભવિત બળ ગુણક તરીકે જુએ છે, જે તેના દળોને પૂર્વથી પશ્ચિમમાં સરળતાથી એકત્ર કરી શકે છે. જો કે, દિલ્હીને એવું પણ લાગે છે કે 33 મહિનાથી વધુ સમયની સીમા અવરોધ પછી જાહેરાતને બેઇજિંગ દ્વારા સહકાર તરીકે વાંચવી જોઈએ.

આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો

તાજેતરમાં તિબેટ ઓટોનોમસ રિજન ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ કમિશન દ્વારા તેના 1,359 કિમીના રેલવે નેટવર્કને અપગ્રેડ કરવા માટે ચીનની યોજનાનું અનાવરણ કરાયું હતું. ચીની મીડિયા અહેવાલ અનુસાર, ભારત માટે મહત્ત્વપૂર્ણ રીતે સૂચિત શિનજિયાંગ-તિબેટ રેલવેનો શિગાત્સે-પાખુક્ત્સો વિભાગ – જે અક્સાઈ ચીનથી પસાર થાય છે જે વર્ષ 2025 સુધીમાં વિકાસ પામશે. આ સાથે અહેવાલમાં ઉલ્લેખ કરાયો હતો કે, યોજના આખરે 14મી પંચવર્ષીય યોજના (2021-2025) અને તે પછીના 55 કાઉન્ટીઓ અને જિલ્લાઓને ઉમેરવાની છે. તે 2035 સુધીમાં વધુ 1,000 કિમીના વિસ્તરણ સાથે જોડાશે, એમ તેણે જણાવ્યું હતું.

મહત્વનુંછે કે, ચીન સરહદ આસપાસ સતત તેમના વિસ્તારને વધારી રહ્યું છે. રેલવે નેટવર્કના વિસ્તરણના તેના નવીનતમ પગલાના ભાગરૂપે મુખ્ય ભૂમિમાંથી સામગ્રી અને માનવબળને અહીં ખસેડશે.

બીજી તરફ નવી દિલ્હી ચીનના આ પગલાને બળ ક્ષમતામાં વધારો તરીકે જોઈ રહી છે. કારણ કે ચીનના આ પગલા દ્વારા તે પોતાની સેનાને પૂર્વ અને પશ્ચિમ તરફ સરળતાથી જમાવી શકે છે. આ સાથે ભારતને એમ પણ લાગી રહ્યુ છે કે 33 મહિનાથી વધુની સરહદી વિવાદ બાદ બેઇજિંગની આ જાહેરાતને સહકાર તરીકે જોવી જોઈએ. જ્યારે ભારતે ચીનની સરહદ નજીક વ્યૂહાત્મક રેલવે લાઇન બનાવવાના પ્રયાસો તેજ કરી દીધા છે.

તેમજ અન્ય ત્રણ રેલવે લાઇન મિસામારી-તેંગા-તવાંગ (378 કિમી, રૂ. 54,473 કરોડ), પાસીઘાટ-તેઝુ-રૂપઈ (227 કિમી, રૂ. 9,222 કરોડ), ઉત્તર લખીમપુર-બામ-સિલપત્થર (249 કિમી. રૂ.23,339 કરોડ) અરૂણાચલ પ્રદેશની સરહદ સાથે જોડાયેલી છે. આ લાઈનોનો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર છે.

આ પણ વાંચો: આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનને IMF પાસેથી લોન કેમ નથી મળી રહી, શું છે તેની પાછળનું કારણ?

આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંગે અધિકીરીઓનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, આ તમામને સત્તાવાર રીતે વ્યૂહાત્મક રેખા તરીકે નિયુક્ત કરવામાં આવી છે, જેનું નિર્માણ સશસ્ત્ર દળોની આવશ્યક્તાઓ અનુસાર થઇ રહ્યુ છે. રેલવેના એક પ્રવક્તાએ જણાવ્યું કે, રિપોર્ટનું અવલોકન અને આ લાઇનો પર કાર્યવાહી રેલવે અને રક્ષા વચ્ચે પરામર્શ બાદ કરવામાં આવશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ