scorecardresearch

ભારતના ક્રેશ કોર્સમાં કોણ ભાગ લઇ રહ્યુ છે? કાબુલ થી તાલિબાન?

India Afghanistan relations: Immersing With Indian Thoughts ની પ્રોગ્રામની ડિઝાઈન ઈન્ડિયન ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન દ્વારા કરવામાં આવી છે. આ MEA નો એક વિભાગ છે. જે ભાગીદાર દેશોમાં ક્ષમતા-નિર્માણ પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરે છે.

bharat
કાબુલમાં આજે મંગળવાર 14 માર્ચથી ચાર દિવસ માટે 'ઇંડિયા ઇમર્શન' ઓનલાઇન કાર્યક્રમ શરૂ

India Afghanistan relations: કાબુલમાં આજે મંગળવાર 14 માર્ચથી ચાર દિવસ માટે ‘ઇંડિયા ઇમર્શન’ ઓનલાઇન કાર્યક્રમ શરૂ થશે.આ કાર્યક્રમમાં તાલિબાન શાસનના સભ્યો ભાગ લેશે.ભારતે તાલિબાનના રાજદ્રારીઓને તાલીમ આપવા માટે એક પાઠ્યક્રમ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. Immersing With Indian Thoughts નામનો આ કાર્યક્રમ કરાર પર અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયોએ સંમતિ વ્યક્ત કરી છે. ત્યારે આ કરાર અનુસાર ભારત અફઘાનિસ્તાનના રાજદૂતો અને રાજદ્રારી કર્મચારીઓને ઓનલાઇન ટ્રેનિંગ આપશે.

મહત્વનું છે કે, Immersing With Indian Thoughts નામના આ પાઠ્યક્રમને ભારતીય તકનીકી એન્ડ ઈકોનોમિક કોઓપરેશન સંસ્થા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે, જે વિદેશ મંત્રાલયનો વિભાગ છે. જે ભાગીદાર દેશોમાં ક્ષમતા નિર્માણ પ્રોજેક્ટ્સનું અમલીકરણ કરે છે.

પ્રાપ્ત વિગત અનુસાર કાબુલ સ્થિત ભારતીય દૂવાવાસે કારર પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં વૈશ્વિક સ્તર પર લક્ષ્યાંકોને હાંસિલ કરવા માટે આ પાઠ્યક્રમ કરાર કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે. આ કરાર અંતર્ગત તાલિબાનના રાજદ્રારીઓ અને ઉચ્ચ રેન્કના અધિકારીઓને કાબુલ અફગાન સ્થિત અફગાન ઇન્સ્ટીટયૂટ ઓફ ડિપ્લોમેસીમાં ઓનલાઇન તાલીમ આપવામાં આવશે. આ તાલીમ ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ કોઝિકોડ દ્વારા આપવામાં આવશે.

આ પણ વાંચો: ચીન સાથે ભારતના સંબંધો “જટિલ”, LAC પર ચીનની હરકતોએ પહોંચાડ્યું નુકસાન, વિદેશ મંત્રાલયે રજૂ કર્યો વાર્ષીક રિપોર્ટ

IIM કોઝિકોડેએ એક ટ્વિટમાં જણાવ્યું છે કે આ કોર્સ સહભાગીઓને ભારતના વ્યવસાયિક વાતાવરણ, સાંસ્કૃતિક વારસો અને નિયમનકારી ઇકોસિસ્ટમની સમજ આપશે.

દિલ્હી જે તાલિબાન શાસનને માન્યતા આપતું નથી તેણે જૂન 2022માં કાબુલમાં તેનું દૂતાવાસ ફરીથી ખોલ્યું છે. આ પછી અન્ય દેશોએ પણ આમ કર્યું છે. ત્યારે ITEC પ્રતિ મહિને વિવિધ જ્ઞાન ભાગીદારોના માધ્યમથી ઘણા પાઠ્યક્રમ શરૂ કરે છે. જે પૈકી અમુક એક જ દેશ માટે તૈયાર કરાયા છે અને બાકી તમામ દેશો માટે છે.

કાબુલમાં આજ 14 માર્ચથી શરૂ થનાર પ્રોગ્રામ 17 માર્ચ સુધી તમામ દેશના પ્રતિભાગીયો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્યારે આ પાઠ્યક્રમમાં અફઘાનિસ્તાન ઉપરાંત થાઈલેન્ડ અને મલેશિયાના પ્રતિનિધિઓ પણ ભાગ લે તેવી અપેક્ષા છે.

ITEC વેબસાઈટ પરના અભ્યાસક્રમના વર્ણન પ્રમાણે, “ભારતની વિશિષ્ટતા તેની વિવિધતામાં એકતામાં છે જે તેને બહારના લોકોને એક જટિલ સ્થળ જેવું લાગે છે. આ કાર્યક્રમ દેખીતી અરાજકતાની અંદરના ગુપ્ત ક્રમની ઊંડી સમજણની સુવિધા આપે છે. જે વિદેશી અધિકારીઓને ભારતનો કારોબારી માહોલની ઉંડી સમજ અને સરાહના હાંસિલ કરવામાં મદદગાર થશે.

આ કાર્યક્રમમાં ભાગ લેનારા વિદેશી સહભાગીઓ ભારતના આર્થિક વાતાવરણ, નિયમનકારી ઇકોસિસ્ટમ, લીડરશીપ, સામાજિક અને ઐતિહાસિક વારસો, કાનૂની અને પર્યાવરણીય લેન્ડસ્કેપ સહિત ઉપભોક્તા માનસિકતા અને વ્યાવસાયિક જોખમો અંગે જાણશે. આ સાથે સહભાગીઓ ભારતના ગ્રામીણ અર્થતંત્ર તેમજ તેના પ્રાચીન દરિયાઈ વેપાર માર્ગો વિશે માહિતી એકત્રિત કરશે.

આ કોર્સના અંતે સહભાગીઓને ડિજિટલ સર્ટિફિકેટ, રેફરલ મટિરિયલના પીડીએફ વર્ઝન, કેસ સ્ટડીઝ, પીપીટી અને ટીચિંગ વીડિયો આપવામાં આવશે.

સત્તાવારવેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર, સોમવારે સાંજ સુધીમાં 25 સહભાગીઓએ કોર્સ માટે નોંધણી કરાવી હતી. ભારત સરકારના એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, ITEC ઘણા અભ્યાસક્રમો ઓફર કરે છે, અને તે વિશ્વભરના સહભાગીઓ માટે ખુલ્લા છે પણ અફઘાનિસ્તાન માટે કંઈ વિશિષ્ટ ન હતું.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ કહાર બાલ્ખીએ વિગતો માગનાર અથવા સંદેશાઓનો જવાબ આપ્યો ન હતો. જો કે દોહામાં તાલિબાન શાસનના પ્રવક્તા સુહેલ શાહીને જણાવ્યું હતું કે, તેમની સરકારે અન્ય દેશો સાથે આવા તાલીમ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતમાં વિવિધ દેશો સાથે ક્રેશ કોર્સની સિસ્ટમ છે જ્યાં અમે નવા રાજદ્વારીઓની નિમણૂક કરી છે.

વર્ષ 2001માં અમેરિકાએ તાલિબાનને સત્તા પરથી હટાવ્યા પછી ભારતે લગભગ બે દાયકા સુધી અફઘાન લોકો માટે અનેક પ્રશિક્ષણ પ્રોજેક્ટ્સ ચલાવ્યા, જ્યારે ઓગસ્ટ 2021માં કટ્ટરપંથી આતંકવાદી જૂથ દ્વારા કાબુલ અને દેશનો કબજો લેવાથી બધું જ ઠપ્પ થઈ ગયું. કાબુલ તાલિબાન દ્વારા કબજે કર્યાના બે દિવસ પછી ભારતીય દૂતાવાસ બંધ કરવામાં આવ્યું હતું, અને અફઘાનિસ્તાનમાં રહેતા અને કામ કરતા તમામ સ્ટાફ અને ભારતીયોને બહાર કાઢવામાં આવ્યા હતા.

Web Title: India crash course who join taliban from kabul afghanistan relation

Best of Express