ભારત યુએસ વેપાર વાટાઘાટો: તૂટેલા સંબંધો સુધારવા અમેરિકાનું 'મિશન ઈન્ડિયા', આજે થશે નિર્ણાયક બેઠક

સર્જિયો ગોરના આગમન સાથે ભારત-અમેરિકા સંબંધોમાં નવા યુગની શરૂઆત. મંગળવારે આજે થનારી વેપાર વાટાઘાટો બંને દેશો વચ્ચે વિશ્વાસ વધારવા માટેની નવી મિસાલ બનશે.

સર્જિયો ગોરના આગમન સાથે ભારત-અમેરિકા સંબંધોમાં નવા યુગની શરૂઆત. મંગળવારે આજે થનારી વેપાર વાટાઘાટો બંને દેશો વચ્ચે વિશ્વાસ વધારવા માટેની નવી મિસાલ બનશે.

author-image
Haresh Suthar
New Update
India US Trade Talks Tuesday, Sergio Gor Outreach, Trump Modi Partnership, India Pax Silica Membership, Foreign Policy Update

નવી દિલ્હીમાં ભારત અને અમેરિકા વચ્ચેની નિર્ણાયક વેપાર વાટાઘાટો બંને દેશ માટે નવી મિસાલ

India US Trade Talks: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ખટાશને દૂર કરવા માટે વોશિંગ્ટને કમર કસી છે. અમેરિકાના નવા રાજદૂત સર્જિયો ગોરે દિલ્હીમાં પગ મૂકતાની સાથે જ જે ખાતરી આપી છે, તેની પ્રથમ કસોટી આજે એટલે કે મંગળવારે થનારી વેપાર વાટાઘાટોમાં થશે. આ બેઠક માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ બંને દેશો વચ્ચેના 'તૂટેલા સંબંધો'ને ફરી બેઠા કરવાની એક નવી મિસાલ બની રહેશે.

Advertisment

વોશિંગ્ટનનું મિશન: તૂટેલા સંબંધ ફરી જોડવા પ્રયાસ

થોડા દિવસો પહેલા જ અમેરિકી કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે ભારત પર આકરા પ્રહારો કર્યા હતા, પરંતુ સર્જિયો ગોરે દિલ્હીમાં આવીને સંપૂર્ણપણે અલગ અને નમ્ર સૂર છેડ્યો છે. ગોરનો સંદેશ સ્પષ્ટ છે: "અમે સંબંધો સુધારવા માટે ગંભીર છીએ. વોશિંગ્ટન હવે ભારત સાથે માત્ર જરૂરિયાતનો જ નહીં, પરંતુ 'સાચા મિત્ર'નો સંબંધ બનાવવા માંગે છે, જ્યાં બંને દેશો સમાન સ્તરે હોય.

આજના મંગળવારની વાટાઘાટો કેમ છે ખાસ?

આજે ભારત અને અમેરિકાના ટ્રેડ નેગોશિયેટર્સ જ્યારે ટેબલ પર બેસશે, ત્યારે તેમની સામે માત્ર ટેરિફ કે ટેક્સના મુદ્દા નહીં હોય, પરંતુ વિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનો પડકાર હશે.

Pax Silica માં આમંત્રણ: ભારતને AI અને સેમિકન્ડક્ટરના હબ 'Pax Silica' માં જોડાવા માટેનું સત્તાવાર આમંત્રણ આ બેઠકનો મુખ્ય ભાગ હોઈ શકે છે.

Advertisment

વેપાર કરાર પર અંતિમ મહોર: લુટનિકના આક્ષેપો બાદ, આજની ચર્ચા વેપાર કરારને 'ફિનિશ લાઇન' સુધી લઈ જવા માટે એક નવી દિશા આપશે.

ટ્રમ્પ-મોદીની મિત્રતા પર સર્જિયો ગોરનો દાવો

ગોરે વારંવાર ભારપૂર્વક કહ્યું છે કે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મિત્રતા માત્ર રાજદ્વારી નથી પણ 'વાસ્તવિક' છે. ગોર પાસે વ્હાઇટ હાઉસનો સીધો સંપર્ક છે, જેનો લાભ લઈને તેઓ ભારતની ફરિયાદોને સીધી ટ્રમ્પ સુધી પહોંચાડી શકશે. આ જ કારણ છે કે આજની બેઠકને વર્ષ 2026 ની સૌથી પરિણામલક્ષી બેઠક માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો | ભારત યુએસ સંબંધો પર મોટી જાહેરાત: US નવા રાજદૂત સર્જિયો ગોરે ભારતને Pax Silica માં જોડાવા આપ્યું આમંત્રણ

ભારત અમેરિકા નવી મિસાલની શરૂઆત

જો ભારત અમેરિકા વચ્ચેની આજની વાટાઘાટો સફળ રહેશે, તો તે સાબિત કરશે કે "સાચા મિત્રો વચ્ચે મતભેદ હોઈ શકે છે, પરંતુ તેઓ હંમેશા તેનો ઉકેલ લાવે છે." ભારત-અમેરિકાની આ ભાગીદારી હવે સંરક્ષણ, ઉર્જા અને ટેકનોલોજીના નવા ક્ષેત્રોમાં નવી મિસાલ કાયમ કરવા માટે તૈયાર છે.

અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ