સુકલ્પ શર્મા : ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણ પછી પેમેન્ટ ચેનલ સંબંધિત મુદ્દાઓને કારણે રશિયન ઓઇલ અને ગેસ પ્રોજેક્ટ્સમાં તેમના રોકાણથી ભારતીય ઓઇલ કંપનીઓને ચૂકવવાપાત્ર કુલ 300થી 400 મિલિયન ડોલરના ડિવિડન્ડ અટવાયા છે. એક ટોચના સરકારી અધિકારીએ આ માહિતી આપી હતી. જાહેર ક્ષેત્રની ચાર ઓઇલ અને ગેસ કંપનીઓ – ઓએનજીસી વિદેશ, ઓઇલ ઇન્ડિયા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને ભારત પેટ્રોરિસોર્સ. રશિયામાં વિવિધ ઓઇલ અને ગેસ પ્રોજેક્ટ્સમાં હિસ્સો ધરાવે છે. આ પ્રોજેક્ટ્સમાં સખાલિન-1, વાનકોર અને તાસ-યુર્યાખનો સમાવેશ થાય છે.
યુક્રેનમાં યુદ્ધ પછી તરત જ રશિયાની કેટલીક મોટી બેન્કો પર સોસાયટી ફોર વર્લ્ડવાઇડ ઇન્ટરબેંક ફાઇનાન્સિયલ ટેલિકમ્યુનિકેશન (સ્વિફ્ટ) ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે મોસ્કોની વૈશ્વિક પેમેન્ટ સિસ્ટમ સુધી પહોંચવાની ક્ષમતા મર્યાદિત થઇ ગઇ હતી. યુક્રેન પર રશિયાના આક્રમણ પછીના સપ્તાહોમાં, બેંક ઓટક્રિટી, નોવિકોમબેંક, પ્રોમ્સવીઝબેંક, રોસિયા બેંક, સોવકોમબેંક, વીઇબી, વીટીબી અને સ્બેરબેંક સહિતની રશિયન બેંકોને સ્વિફ્ટમાંથી દૂર કરવામાં આવી હતી.
આનાથી ભારતીય તેલ અને ગેસ કંપનીઓને ડિવિડન્ડની ચુકવણીમાં અવરોધ ઊભો થયો હતો અને છેલ્લા લગભગ એક વર્ષમાં બાકી નીકળતી રકમ વધીને લગભગ 400 મિલિયન ડોલર થઈ ગઈ છે એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો – રશિયા યુક્રેન યુદ્ધ: ગાઈડેડ બોમ્બ યુક્રેન યુદ્ધમાં લેટેસ્ટ રશિયન ટેકનિકનો ભાગ છે? શું છે યુક્રેનની સમસ્યા?
ભારત અને રશિયા નિયમિત ધોરણે આ મુદ્દે ચર્ચા કરતા રહ્યા છે અને તેનો ઉકેલ લાવવા બંને તરફથી પ્રયાસો ચાલુ છે. અધિકારીએ ઉમેર્યું હતું કે ડિવિડન્ડની બાકી નીકળતી રકમ ઓછી નથી પરંતુ રશિયા અને ભારત વચ્ચેના એકંદરે ઓઇલ વેપારની તુલનામાં તે મામૂલી છે અને તેની તેના પર કોઈ અસર નથી.
યુક્રેનમાં યુદ્ધ પહેલાં ભારતને ક્રૂડનો સીમાંત સપ્લાયર બનવાથી માંડીને રશિયા છેલ્લા એક વર્ષમાં નવી દિલ્હીના તેલના સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. જેણે ઇરાક અને સાઉદી અરેબિયા જેવા દેશોને પાછળ છોડી દીધા છે. ભારતીય રિફાઇનરોએ રશિયન ક્રૂડ લેવાનું શરૂ કર્યું હતું. જે મોસ્કો દ્વારા ડિસ્કાઉન્ટ પર ઓફર કરવામાં આવી રહ્યું હતું કારણ કે પશ્ચિમ દેશો રશિયન ઓઇલ ખરીદી રહ્યા નથી.
બંને દેશો વચ્ચે તેલના વેપારમાં તેજી આવનાના પરિણામે મોસ્કોએ 2022-23ના નાણાકીય વર્ષ માટે ભારતના ટોચના 5 ટ્રેડ પાર્ટનર્સની ક્લબમાં પ્રવેશ કર્યો હતો. આ પહેલાં રશિયા ભારતના ટોચના 20 ટ્રેન્ડ પાર્ટનર્સમાં પણ સામેલ હતું નહીં.