Earthquake in Indonesia: ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં સોમવારે (21 નવેમ્બર)ના રોજ જોરદાર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા 5.6 માપવામાં આવી છે, આ ભૂકંપમાં 44 લોકોના મોત થયા છે જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. હવામાન અને ભૂ-ભૌતિક એજન્સીએ જણાવ્યું કે, ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ જાવાના સિઆનજુરમાં હતું. આ ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટર નીચે હતું.
ભૂકંપમાં એક ડઝનથી વધુ ઇમારતોને નુકસાન થયું છે
ઇન્ડોનેશિયાના એક સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે જાવાના મુખ્ય ટાપુ પર 5.4-ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 44 લોકો માર્યા ગયા હતા. તેમણે વધુમાં કહ્યું કે, આ ભૂકંપમાં એક ડઝન ઈમારતોને નુકસાન થયું છે. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ પશ્ચિમ જાવા પ્રાંતના સિઆનજુર ક્ષેત્રમાં કેન્દ્રિત હતો, સિઆનજુર જિલ્લાના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘરો સહિત ડઝનેક ઇમારતોને નુકસાન થયું છે.
ઈમારતો 3 મિનિટથી વધુ સમય માટે વાઈબ્રેટ થઈ
ગ્રેટર જકાર્તા વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રાજધાનીમાં ગગનચુંબી ઈમારતો ત્રણ મિનિટથી વધુ સમય સુધી ધ્રૂજી ઉઠી હતી અને કેટલીકતો તત્કાલીક ખાલી કરાવવામાં આવી હતી. દક્ષિણ જકાર્તામાં એક કર્મચારી, વિડી પ્રિમધાનિયાએ જણાવ્યું, “ભૂકંપ ખૂબ જોરદાર અનુભવાયો હતો. મારા સાથીદારો અને મેં નવમા માળે ઇમરજન્સી સીડીઓ સાથે અમારી ઑફિસમાંથી બહાર નીકળવાનું નક્કી કર્યું,”
આ પણ વાંચો – દિલ્હી-NCR માટે 5 થી વધુની તીવ્રતાનો ભૂકંપ ખતરનાક બની શકે છે, પાંચ વર્ષમાં ક્યારે-ક્યારે ભૂકંપ આવ્યા?
છૂટાછવાયા દ્વીપસમૂહના દેશોમાં ધરતીકંપ વારંવાર આવે છે
વિશાળ ટાપુઓના સમૂહ ધરાવતા દેશોમાં ધરતીકંપ વારંવાર આવે છે, પરંતુ જકાર્તામાં તેનો અનુભવ થવો અસામાન્ય છે. ઇન્ડોનેશિયા એક વિશાળ ટાપુ છે જેની વસ્તી 270 મિલિયનથી વધુ છે. અગાઉ ફેબ્રુઆરીમાં, પશ્ચિમ સુમાત્રા પ્રાંતમાં 6.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 25 લોકો માર્યા ગયા હતા અને 460 થી વધુ ઘાયલ થયા હતા. જાન્યુઆરી 2021 માં, પશ્ચિમ સુલાવેસી પ્રાંતમાં 6.2 તીવ્રતાના ભૂકંપમાં 100 થી વધુ લોકો માર્યા ગયા અને લગભગ 6,500 ઘાયલ થયા. 2004 માં એક શક્તિશાળી હિંદ મહાસાગર ભૂકંપ અને સુનામીએ ડઝન દેશોમાં લગભગ 230,000 લોકો માર્યા ગયા, જેમાંથી મોટાભાગના ઇન્ડોનેશિયામાં હતા.