આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023: કેવી રીતે થઈ શરૂઆત? શું છે મહત્ત્વ? PM મોદી યોગ દિવસની ઉજવણી ક્યાં કરશે?

International Yoga Day 2023 : આંતરરાષ્ટ્રિય યોગ દિવસની 21 જૂને ઉજવણી કરવામાં આવશે, તો જોઈએ શું છે તેનો ઈતિહાસ, યોગ દિવસનું મહત્ત્વ, પીએમ મોદી ક્યાં યોગ દિવસની ઉજવણી કરશે, આ વર્ષે કઈ થીમ પર ઉજવણી થશે વગેરે વગેરે બધુ જ.

Written by Kiran Mehta
Updated : June 19, 2023 16:48 IST
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023: કેવી રીતે થઈ શરૂઆત? શું છે મહત્ત્વ? PM મોદી યોગ દિવસની ઉજવણી ક્યાં કરશે?
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023

International Yoga Day 2023 : વિશ્વના અનેક દેશમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગ એક ભારતીય પ્રાચિન પરંપરા છે, જે માનસિક આરામની ટેકનિક છે. જેનાથી મન અને આત્માને એકિકૃત કરી શકાય છે. સંયુક્ત રાષ્ટ્રની વેબસાઇટ અનુસાર, “યોગ એ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રથા છે જે ભારતમાં ઉદ્દભવેલી છે.” તો જોઈએ આંતરરાષ્ટ્રીય યોદ દિવસની શરૂઆત કેવી રીતે થઈ, કોણે કરી અને શું છે તેનું મહત્ત્વ?

આંતરરષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કેવી રીતે થઈ? (History of International Yoga Day)

21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે અપનાવવાનો ઠરાવ ભારતના રાજદૂત અશોક કુમાર મુખર્જીએ રજૂ કર્યો હતો. આ ઠરાવને ભારતીય સોફ્ટ પાવર માટે વિજયી ક્ષણ તરીકે જોઈ શકાય છે કારણ કે તેને 177 રાષ્ટ્રો તરફથી સમર્થન મળ્યું છે, જે યુએનના કોઈપણ ઠરાવ માટે સહ-પ્રાયોજકોની સૌથી વધુ સંખ્યા છે. હાલમાં, કેનેડાથી યુએસએ સુધીના દેશો આ ઇવેન્ટમાં ભાગ લે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વર્ષ 2014માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. યોગની સાર્વત્રિક અપીલને માન્યતા આપતા, 11 ડિસેમ્બર 2014ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઠરાવ 69/131 દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો.

તમને જણાવી દઈએ કે, સામાન્ય સભાના 69મા સત્રની શરૂઆત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં સૌપ્રથમ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું: “યોગ એ આપણી પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે. યોગ મન અને શરીર, વિચાર અને ક્રિયાની એકતાને મૂર્તિમંત કરે છે… એક સર્વગ્રાહી અભિગમ [જે] આપણા સ્વાસ્થ્ય અને આપણી સુખાકારી માટે મૂલ્યવાન છે. યોગ એ માત્ર કસરત જ નથી; તે પોતાની જાત, વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતાની ભાવના શોધવાનો એક માર્ગ છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું મહત્ત્વ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 આ અઠવાડિયે વિશ્વભરમાં યોગાસનના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. યોગ દિવસનું મહત્વ સુખાકારીના મુદ્દા પર જાગૃતિ ફેલાવવા અને નક્કર પગલાં લેવાના પ્રકાશમાં જોઈ શકાય છે, જે સમયની જરૂરિયાત છે. ‘યોગ’ શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો છે અને તેનો અર્થ ‘જોડાવું’ અથવા ‘એકમત થવું’ થાય છે, જે વ્યક્તિના શરીર અને ચેતનાના જોડાણનું પ્રતીક છે. “યોગ એ એક પ્રાચીન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક પ્રથા છે જે ભારતમાં ઉદ્દભવેલી છે.” યોગ દિવસ એ શરીર, મન અને આત્માને એકીકૃત કરવા વિશે છે, કારણ કે યોગ એ એક પ્રાચીન ભારતીય પરંપરા છે જે માનસિક આરામની તકનીકો સાથે શારીરિક ચપળતાનું સંયોજન છે.

21 જૂને કેમ આંતરરાષ્ટ્રિય યોગ દિવસ ઉજવવામાં આવે છે?

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે 21મી જૂન પસંદ કરવામાં આવી કારણ કે, આ દિવસ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ અને દક્ષિણ ગોળાર્ધમાં વર્ષનો સૌથી ટૂંકો દિવસ છે. પીએમ મોદીએ આ દિવસ સૂચવ્યો કારણ કે તે વિશ્વના ઘણા ભાગો માટે મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચોભારતના પાંચ સૌથી મોટા વાવાઝોડા: 24 વર્ષ પહેલા સુપર ચક્રવાતે સૌથી મોટી તબાહી મચાવી હતી, 10 હજાર લોકોના મોત થયા હતા

પીએમ મોદી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યાં કરશે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 જૂને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. PM મોદી 21 જૂને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. યુએનમાં ભારતના કાયમી મિશન મુજબ, આ વર્ષે યોગ દિવસનો સમય બુધવાર, 21 જૂનના રોજ સવારે 8 થી 9 EST (5:30 થી 6:30 IST) રહેશે. આ પ્રથમ વખત છે જ્યારે વિદેશમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અગાઉ PMએ અગાઉ પસંદ કરેલા શહેરો, દિલ્હી, ચંદીગઢ, લખનૌ, દહેરાદૂન, રાંચી અને મૈસૂરમાં સમારોહનું આયોજન કર્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ