PM Narendra Modi US Visit : વિશ્વયોગ દિવસ 2023ની દેશ અને દુનિયામાં ઉજવણી થઈ રહી છે. ત્યારે દર વર્ષની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ભારતમાં યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત નથી. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. જ્યા તેમણે યુએન મુખ્યાલયમાં યોગ કર્યા હતા. યુએનમાં યોગ દિવસ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું તમને બધાને જોઈને પ્રશન્ન છું અને અહીં આવવા પર બધાનો આભાર માનું છું. મને કહેવામાં આવ્યું છે કે આજે અહીં લગભગ દરેક રાષ્ટ્રીયતાનો પ્રતિનિધિત્વ છે. યોગનો અર્થ છે જોડવું જેથી બધા એક સાથે આવી રહ્યા છો.
ન્યૂયોર્કમાં પીએમ મોદીએ કહ્યું કે યોગ ભારતથી આવ્યા છે અને આ ઘણી જૂની પરંપરા છે. યોગ કોપીરાઇટ, પેટેન્ટ અને રોયલ્ટથી મુક્ત છે. યોગ તમારી ઉંમર અને ફિટનેસ સ્તરને અનુકુળ છે. યોગ પોર્ટેબલ છે અને વાસ્તવમાં સાર્વભૌમિક છે.
પીએમ મોદીએ કહ્યું કે ગત વર્ષે આખી દુનિયાએ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષના રૂપમાં મનાવવાના ભારતના પ્રસ્તાવના સમર્થન કરવા માટે એક સાથે આવી હતી. પુરી દુનિયા યોગ માટે ફરીથી સાથે આવતી જોવી અદભૂત છે.
આ પહેલા વીડિયો સંદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે યોગ કરવાના આનંદ પણ યાદગાર રહે છે. પરંતુ આ વખતે વિભિન્ન જવાબદારીઓના કારણે હું અમેરિકામાં છું. હું તમારી સાથે યોગ નથી કરી રહ્યો પરંતુ યોગ કરવાના અભ્યાસથી ભાગી રહ્યો નથી. યોગ દિવસના અવસર પર 180 દેશો સાથે હોવા પોતાનામાં જ ઐતિહાસિક છે.
વિશ્વ યોગ દિવસના વધુ સમાચાર, ફોટો, વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમમાં ઓશન રિંગ ઓફ યોગે વધારે ખાસ બનાવી દીધો છે. આર્કટિકથી લઇને એન્ટાર્કટિકા સુધી, યોગ દિવસ સાથે જોડાઇ રહ્યા છે. યોગ દિવસના અવસર પર કરોડો લોકોનું આટલું સહજ રૂપથી સામેલ થવું યોગના પ્રસારને સાબિત કરે છે. યોગ આજે વૈશ્વિક આંદોલન બની ગયો છે.





