International Yoga Day 2023: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કરી આવી અપીલ

International Yoga Day : 21મી જૂને યોગ દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજિત યોગ દિવસ સત્રનું નેતૃત્વ કરશે

Written by Ashish Goyal
Updated : June 21, 2023 07:03 IST
International Yoga Day 2023: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કરી આવી અપીલ
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ (File)

International Yoga Day 2023: 21 જૂને ઉજવવામાં આવનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે એકતા અને વિશ્વને વધુ સુમેળપૂર્ણ બનાવવાનો સંદેશ આપ્યો છે. આ સાથે તેમણે કહ્યું છે કે ખતરનાક અને વિભાજિત આ દુનિયામાં આ પ્રાચીન અભ્યાસના ફાયદા વિશેષ રૂપથી અનમોલ છે.

યુએનના જનરલ સેક્રેટરી ગુટેરેસે યોગ દિવસ પહેલા એક વિડિયો સંદેશમાં કહ્યું કે યોગ જોડે છે, તે શરીર અને મનને જોડે છે. વિશ્વભરના લાખો લોકો માટે આ શક્તિ, સદ્ભાવ અને શાંતિનો સ્ત્રોત છે. ખતરનાક અને વિભાજિત દુનિયામાં આ પ્રાચીન અભ્યાસના ફાયદા વિશેષ રૂપથી અનમોલ છે.

તેમણે કહ્યું કે યોગથી શાંતિના સ્વર્ગ જેવો અનુભવ થાય છે. તે ચિંતા ઘટાડી શકે છે અને માનસિક સ્વાસ્થ્યને સુધારે છે. તે આપણને શિસ્ત અને ધીરજ વિકસાવવામાં મદદ કરે છે. તે આપણને આપણા ગ્રહ સાથે જોડે છે, જેને આપણાથી સુરક્ષાની સખત જરૂર છે.

એન્ટોનિયો ગુટેરેસ લોકોને કરી અપીલ

એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે યોગ આપણી સાર્વજનિક માનવતાને ઉજાગર કરે છે જે આપણને એ સમજવામાં મદદ કરે છે કે આપણા મતભેદો હોવા છતાં આપણે એક છીએ. તેમણે કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ચાલો આપણે એકતાની ભાવના અપનાવીએ અને લોકો, ગ્રહ અને આપણા માટે એક શાનદાર, વધારે સુમેળભરી દુનિયા બનાવવા માટેનો સંકલ્પ લઇએ.

પીએમ મોદી યુએન હેડક્વાર્ટરમાં યોગ સત્રનું નેતૃત્વ કરશે

યોગ દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજિત યોગ દિવસ સત્રનું નેતૃત્વ કરશે. 21 જૂને સવારે 8 થી 9 EST (ભારતીય સમય પ્રમાણે સાંજે 5:30 થી 6:30) દરમિયાન આ કાર્યક્રમ યુનાઈટેડ નેશન્સના નોર્થ લૉન ખાતે યોજાશે. આ પ્રથમ વખત છે જ્યારે વિદેશમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અગાઉ પીએમ મોદીએ દિલ્હી, ચંદીગઢ, લખનઉ, દહેરાદૂન, રાંચી અને મૈસૂરમાં યોગના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો – આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023: કેવી રીતે થઈ શરૂઆત? શું છે મહત્ત્વ? PM મોદી યોગ દિવસની ઉજવણી ક્યાં કરશે?

યોગ દિવસ 21 જૂને કેમ ઉજવાય છે?

વર્ષ 2015 થી પ્રતિ વર્ષે 21 જૂન ના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે ગ્રીષ્મ સંક્રાંતિ પર આ દિવસની ઉજવણી કરાય છે. આ તારીખ રાખવા પાછળનું કારણ છે કે, ઉત્તરી ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને દુનિયાના ઘણા પ્રદેશોમાં આનું વિશેષ મહત્વ છે.

યોગ દિવસનું મહત્વ શું?

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું મહત્વ શારીરિક અને માનસિંક સ્વાસ્થ્ય માટે યોગના ફાયદા અંગે જાગૃતિ વધારવાનું છે. યોગ એ ભારતીય પ્રાચીન પરંપરાનો ભાગ છે. જે મન શરીરનો એક અભ્યાસ છે, જેની શારીરિક મુદ્રાઓ, શ્વાસ , વ્યાયામ અને ધ્યાન સાથે જોડાયેલ છે.

યોગ દિવસની શરૂઆત ક્યારે થઇ?

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પોતાના પ્રવચન દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા અંગે પ્રસ્તાવ રાખ્યો હતો. અથાગ પ્રયાસો બાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 11 ડિસેમ્બર 2014ના રોજ જાહેર કર્યું કે 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે. જેની શરૂઆત વર્ષ 2015થી શરૂ કરવામાં આવી હતી.

વિશ્વ યોગ દિવસ 2023 થીમ શું છે?

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ વસુધૈવ કુટુમ્બકમ…માટેની છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પ્રસ્તાવને કારણે સંયુક્ત મહાસભાએ વિશ્વ યોગ દિવસની ઉજવણીનો પ્રારંભ કર્યો છે.

યોગ દિવસનો લોગો શું દર્શાવે છે?

યોગ દિવસનો લોગો બંને હાથને ઉપરથી જોડતું પ્રતિક છે. જે સાર્વભૌમિક ચેતનાની સાથે વ્યક્તિગત ચેતનાનું મિલન દર્શાવે છે. એટલું જ નહીં એ મન અને શરીર, મનુષ્ય અને પ્રકુતિ વચ્ચેના તાલમેલ અને મિલનનું પણ પ્રતિક છે. અંદર દર્શાવેલ લીલા પાંદડા પૃથ્વીની હરિયાલી તત્વનું પણ પ્રતિક છે.

યોગ પિતા તરીકે કોણ જાણીતું છે?

યોગ ભારતની પ્રાચીન પરંપરા છે. ઋષિ મુનિઓ સદીઓથી યોગ કરતા આવ્યા છે. મહર્ષિ પતંજલિને યોગના જનક તરીકે ઓળખવામાં આવે છે. યોગ ભારતની અંદાજે 26 હજાર વર્ષ જુની પરંપરા હોવાનું માનવામાં આવે છે.

યોગના પ્રકાર કેટલા છે?

યોગ એ સરળ અને ગહન છે. શારીરિક મુદ્રાઓને આધારે જોઇએ તો યોગની વિવિધ સંકલ્પનાઓ છે. પરંતુ મુખ્યત્વે જોઇએ તો યોગના ચાર પ્રકાર છે. રાજ યોગ, કર્મ યોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ