/indian-express-gujarati/media/media_files/2026/03/02/iran-isarel-war-2026-03-02-14-19-03.jpg)
ઈરાન ઈઝરાયલ યુદ્ધ ઉગ્ર બનતાં દેશ વિદેશમાં એની અસર દેખાઇ રહી છે Photograph: (Express)
Iran Israel war News updates: ઈરાન ઈઝરાયલ યુદ્ધની આગ વિશ્વને દઝાડી રહી છે. ઈરાન ઇસ્લામી ક્રાંતિના સર્વોચ્ચ નેતા ખામેનીના મોતથી ઈરાન હતભ્રત જેવી સ્થિતિમાં છે. 45 વર્ષ સુધી દેશની કમાન સંભાળનાર નેતાનું મોત થતાં દેશમાં ભારેલો અગ્નિ છે. યુદ્ધ જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ ઈરાન અને વિશ્વ પર એની અસર ઘેરી બનતી દેખાઇ રહી છે.
ઈરાન ઇસ્લામી ગણરાજ્ય બન્યાને 47 વર્ષ થયા છે. જેમાં 45 વર્ષ સુધી ખામેનીએ દેશને સંભાળ્યો હતો. હવે જ્યારે એમનું મોત થતાં ઈરાન એવી સ્થિતિમાં આવ્યું છે જે દેશવાસીઓએ ક્યારેય આવી સ્થિતિ જોઇ નથી. આ કારણે અહીં મોટો સવાલ એ ઉભો થયો છે કે હવે ઈરાનનું ભવિષ્ય શું હશે? મધ્ય પૂર્વ દેશોમાં સ્થિતિ કેવી દિશામાં આગળ વધશે? દેશ અને દુનિયા પર એની અસર શું થશે?
ઈરાન અને ખામેની સત્તાનું કેન્દ્ર સ્થાન
ઈરાન ઇસ્લામી ક્રાંતિના નેતા અયાતુલ્લા રુહોલ્લાહ ખામેનીએ 1979માં પહલવી રાજવંશને હટાવીને દેશમાં ઇસ્લામી ગણરાજ્યની સ્થાપના કરી હતી. જોકે 1981માં એમના મોત બાદ આયોતુલ્લાહ સૈયદઅલી ખામેની સર્વોચ્ચ નેતા બન્યા અને દેશનું સુકાન એમના હાથમાં આવ્યું હતું. છેલ્લા 45 વર્ષથી તેઓ સત્તા સંભાળી રહ્યા.
ઈરાનમાં હવે શું થશે?
ખામેની સહિત ઈરાની શાસનના ઘણા વરિષ્ઠ નેતાઓની હત્યા કરવામાં આવી છે. સરકારી સમાચાર એજન્સી IRNA એ મેજર મોહમ્મદ પાકપુરના મોતની પણ પુષ્ટિ કરી છે. અલી શમખાની પણ માર્યા ગયા છે છે ઘણા સમયથી ખામેનીના મુખ્ય સલાહકાર હતા.
આ સ્થિતિમાં ઈરાન સામે હાલમાં સંભવિત ત્રણ માર્ગો છે. એક વર્તમાન શાસનને યથાવત ચાલુ રાકવું, બીજો સેના દ્વારા સત્તાપરિવર્તન અને ત્રીજુ સંપૂર્ણ સત્તા સેનાના હાથમાં આપવી. જોકે સરકાર એવું ઇચ્છી રહી છે કે પહેલો માર્ગ લાગુ કરવામાં આવે કે જેથી સત્તા વ્યવસ્થા બદલાય નહીં.
હવે જોવાનું એ છે કે, ઈરાનની 88 સભ્યો વાળી ધાર્મિક સંસ્થા કે જેને વિશેષજ્ઞોની સભા કહેવામાં આવે છે એ નવા સર્વોચ્ચ નેતા કોને પસંદ કરે છે. આ સંસ્થા દ્વારા પસંદ કરાયેલ સભ્ય દેશની સત્તા સંભાળશે. જોકે અત્યાર સુધી ઘણા નેતાઓના નામ સામે આવ્યા છે. સરકારે એક ખાસ પરિષદ બનાવી છે જેમાં રાષ્ટ્રપતિ પણ સામેલ છે અને એ આ સમગ્ર પ્રક્રિયાને સંભાળી રહી છે.
સર્વોચ્ચ નેતા માટે કોણ છે દાવેદાર
મુખ્ય દાવેદાર રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું મે 2024માં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ ખામેનીએ કથિત રીતે ત્રણ ધર્મગુરુઓને સંભવિત ઉત્તરાધિકારી નામાંકિત કર્યા હતા. જોકે એમના નામ જાહેર કરાયા ન હતા. પરંતુ ઇરાની નીતિ અને મીડિયાની અટકળો આધારે આ સંભવિત ધર્મગુરુઓની કથિત ઓળખ થઇ રહી છે.
- હોજ્જત ઓલ ઇસ્લામ મોહસિન કોમી જે ખામેની કાર્યાલયના એક મુખ્ય સલાહકાર છે.
- અયાતુલ્લાહ મોહસિ અરાકી જે વિશેષજ્ઞોની સભાના લાંબા સમયથી સભ્ય છે.
- અયાતુલ્લાહ ઘોલમ હોસૈન મોહસેની અજેઇ કોમમાં શુક્રવારની નમાજ પઢાવનાર અયાતુલ્લા હાશેમ હુસૈની બુશેહરી.
આ ત્રણેય ધર્મગુરુઓના પદ અને કામગીરી જોતાં એ સ્પષ્ટ છે કે તેઓ ખામેનીના વફાદાર છે અને પૂર્વ સર્વોચ્ચ નેતાના માર્ગદર્શન હેઠળ કામ કરી ચૂક્યા છે. મુખ્ય ન્યાયાધીશ અજેઇ સિવાય કોઇ ઉચ્ચ પ્રશાસનિક પદે નથી રહ્યા એ જોતાં આ ત્રણમાં મુખ્ય ન્યાયાધીશ અજેઇ સર્વોચ્ચ નેતા બનતા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
દેશ દુનિયા પર શું અસર?
ઈરાન ઈઝરાયલ યુદ્ધ ભલે ઈરાનની ભૂમિ પર લડાતું હોય પરંતુ એની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. ઈરાનને કોઇ મિસાઇલ કે બોમ્બનો ભય નથી પરંતુ હોર્મઝ જલડમરુમધ્ય છે. આ એ માર્ગ છે જ્યાંથી દુનિયાનું અંદાજે 20 ટકા જેટલું ઓઇલ અહીંથી પસાર થાય છે. જો આ રસ્તો બંધ થઇ જાય તો વિશ્વના ઘણા દેશોમાં ઓઇલ સંકટ સર્જાઇ શકે છે.
બીજી તરફ અફઘાનિસ્તાન પાકિસ્તાન યુદ્ધ પણ શરુ થતાં મધ્ય પૂર્વમાં સ્થિતિ તણાવભરી છે. જે સમગ્ર વિશ્વ માટે જોખમ પેદા કરી શકે છે.
યુદ્ધ થતાં ભારત પર શું અસર?
અખાતી દેશો અને મધ્ય પૂર્વ વિસ્તારમાં ભારતના અંદાજે 90 લાખ જેટલા લોકો છે. જો યુદ્ધ વધુ ઉગ્ર બને તો આ ભારતીયોને સ્વદેશ પરત લાવવા ભારત માટે વિકટ બની શકે છે.
અખાતી દેશોમાં નોકરી ધંધાર્થે ગયેલા આ ભારતીયો સ્વદેશમાં રહેતા એમના પરિજનો માટે કમાણીનો મુખ્ય આધાર પણ છે.
ઈરાન ઈઝરાયલ યુધ્ધ વિશે અન્ય લેખ
અમેરિકા ઈઝરાયલે ખામેનીનું સિક્રેટ લોકેશન કેવી રીતે શોધ્યું?
અમેરિકાએ ઈરાન પર હુમલો કેમ કર્યો? ટ્રમ્પે કર્યો મોટો ખુલાસો
યુદ્ધને પગલે ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો, બેરલ 80 ડોલરે પાર
અમેરિકા અને ઈઝરાયલ હુમલાઓને લીધે ઈરાન પોતાના વર્તમાન શાસન પર એક ગંભીર ખતરાનો સામનો કરી રહ્યું છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us