Japan News: જાપાન તેની ઘટતી જતી વસ્તીથી એટલું પરેશાન થઈ ગયું છે કે, તે લોકોને રાજધાની ટોક્યોની બહાર સ્થાયી કરવા માટે મોટી રકમ ચૂકવવા જઈ રહ્યું છે. આ નાણાકીય વર્ષથી જ તેની શરૂઆત થશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી જાપાનમાં જન્મ દર સતત ઘટી રહ્યો છે, જ્યારે સરેરાશ ઉંમર સતત વધી રહી છે.
જાપાનના સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, લોકોને રાજધાની ટોક્યોની બહાર, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરવા માટે, આ વર્ષથી દરેક બાળકને 10 લાખ યેનની રકમ આપવામાં આવશે, જે લગભગ 7700 ડોલર અથવા લગભગ 6,37,864 રૂપિયા છે. જાપાન હાલમાં પણ લોકોને ગ્રામીણ વિસ્તારોમાં સ્થાયી થવા માટે 300,000 યેન આપે છે, પરંતુ આ વર્ષે આ રકમ ત્રણ ગણીથી વધુ છે.
WFH સુવિધા પણ ઉપલબ્ધ રહેશે
નવા નોટિફિકેશન મુજબ ગ્રામીણ વિસ્તારોમાં સ્થાયી થયા પછી યુવાનો ઘરેથી કામ કરી શકે છે અથવા પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે. વ્યવસાય માટે પણ અલગથી સહાય આપવામાં આવશે.
ગામે ગામ ખાલી થઈ ગયા
જાપાનના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વસ્તીમાં ભારે ઘટાડો થયો છે. ઘણા ગામો લગભગ ખાલી થઈ ગયા છે, ઘરોને તાળા લાગી ગયા છે. કારણ, યુવાનો નોકરી અને અન્ય તકોની શોધમાં શહેરમાં સ્થળાંતર કરી રહ્યા છે.
5 વર્ષ સુધી પૈસા મળતા રહેશે
જાપાન સરકારની નવી નીતિ (જાપાન પોપ્યુલેશન પોલિસી) અનુસાર, જો કોઈ પરિવારમાં બે બાળકો હોય, તો સરકાર તેમને રાજધાની ટોકિયોની બહાર સ્થાયી થવા માટે 3 મિલિયન યેનની સહાય આપશે. આ સહાયની રકમ 5 વર્ષ સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે, ગ્રામીણ વિસ્તારોમાં વસ્તી વધારવા માટે નાણાકીય સહાયની આ યોજના વર્ષ 2019 માં શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો – અભ્યાસ : નવી ટેક્નોલોજી ઓછામાં ઓછી એનર્જી સાથે માઇક્રોપ્લાસ્ટિક્સને ફિલ્ટર કરી શકે
વર્ષ 2021માં 1184 પરિવારોએ આ યોજનાનો લાભ લીધો હતો, જ્યારે અગાઉ જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી ત્યારે માત્ર 71 લોકો જ યોજનાનો લાભ લેવા આગળ આવ્યા હતા.