Imran Khan Attacked: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર જીવલેણ હુમલો થયો છે. તેમના પગમાં ઇજા પહોંચી છે. હાલ તેમની હાલત ખતરામાંથી બહાર બતાવવામાં આવી રહી છે. હુમલો બે લોકોએ કર્યો છે. રિપોર્ટ પ્રમાણે તેમાંથી એકનું નામ નાવીદ બતાવવામાં આવી રહ્યું છે.
હુમલાવરોમાંથી એક વ્યક્તિએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઇમરાન લોકોને ગુમરાહ કરી રહ્યા છે. મારાથી એ જોવાયું નહીં. અઝાનના સમયે ડેક બજાવીને શોર કરી રહ્યા હતા. મેં ફક્ત ઇમરાન ખાનને મારવાનો પ્રયત્ન કર્યો હતો. તેથી તેણે આ પ્રકારનું પગલું ભર્યું છે. રિપોર્ટ છે કે ઇમરાન ખાન પર હુમલો કરનાર બીજા હુમલાખોરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જોકે હજુ સુધી તેની પૃષ્ટી થઇ શકે નથી. બીજી તરફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ઇંટીરિયર મિનિસ્ટરને ઇમરાન ખાન પર થયેલા ફાયરિંગનો તત્કાલ રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે.
આ દરમિયાન એક ફોટો પણ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ બંદૂક સાથે જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની મીડિયાના મતે આ તે જ વ્યક્તિ છે જેણે રેલીમાં ગોળીબારી કરી હતી.
આ પણ વાંચો – પાકિસ્તાનમાં પૂર્વ PM ઇમરાન ખાન પર ફાયરિંગ, ગોળી વાગતા હોસ્પિટલમાં દાખલ
પાકિસ્તાનની ટીવી ન્યૂઝ ચેનલ ARY Newsના મતે હુમલાખોરે રસ્તા પર ઉભેલા કન્ટેનર તરફ ગોળી ચલાવી હતી. જેના પર પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન ઉભા હતા. આ દરમિયાન પાછળ ઉભેલા એક વ્યક્તિએ ફાયરિંગ કરી રહેલા હુમલાખોરનો હાથ પકડી લીધો હતો. આ દરમિયાન હુમલાખોર નિશાન ચુકી ગયો અને ગોળી ઇમરાન ખાનના પગમાં વાગી હતી.
હુમલા પછી ઇમરાન ખાને કહ્યું કે અલ્લાહે મને નવું જીવન આપ્યું છે. તેનો બદલો જરૂર લેવામાં આવશે. હું ફરી લડાઇ લડીશ. ઇમરાન ખાન પર થયેલા હુમલા પર ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે જે ઘટના હાલ બની છે તેના પર અમે નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે ચાલી રહેલા ઘટનાક્રમ પર નજર રાખીશું.