કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે ભારતીય 5G સેવાને લઇને મોટું નિવેદન આપ્યું છે. અમેરિકા સ્થિત જોન્સ હોપકિન્સ સ્કૂલ ઓફ એડવાન્સ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતે સ્વદેશી 5G ઇંફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરી છે અને અમે તેને અન્ય દેશોની સાથે પણ શેર કરવા માટે તૈયાર છીએ.
નિર્મલા સીતારમણે ભારતની 5જી ટેકનિકની પ્રશંસા કરતા કહ્યું કે ભારતમાં 5G ટેકનિક પુરી રીતે સ્વદેશી છે. તેને ક્યાંક બીજેથી આયાત કરવામાં આવ્યું નથી અને આ દેશનું પોતાનું ઉત્પાદન છે. કહાની હજુ લોકો સુધી પહોંચી નથી. અમે પોતાના દેશમાં જે 5G લોન્ચ કર્યું છે તે પુરી રીતે સ્વદેશી છે, સ્ટેંડઅલોન છે. તેનો પ્રચાર ઘણો ઝડપથી થાય છે. 2024ના અંત સુધી દેશના મોટાભાગના લોકો આ ટેકનિકનો લાભ ઉઠાવી શકશે. અમને ભારતની ઉપલબ્ધિ પર ઘણો ગર્વ છે.
આ પણ વાંચો – Airtel એ 5G સપોર્ટ કરતા ફોનની યાદી કરી જાહેર, શું તમારી પાસે છે આ ફોન?
વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતની 7.5 લાખ પંચાયતોમાંથી 80 ટકામાં ઓપ્ટિકલ ફાઇબર પહોંચી ગયો છે. મોદી સરકારના દ્રષ્ટિકોણ વિશે વાત કરતા તેમણે કહ્યું કે ભારતમાં ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન મેળવવામાં આવી રહ્યું છે અને અર્થવ્યવસ્થાને ડિજિટલીકરણની ક્ષમતા વધવાને કારણે પરિવર્તન થયું છે.
નિર્મલા સીતારમણે કહ્યું કે ભારત સરકારે જનતાની ભલાઇ માટે જે ઓપન સોર્સ નેટવર્ક બનાવ્યું છે તે નાના અને મધ્યમ ઉદ્યોગોને પોતાના સંચાલનને વધારવામાં મદદ કરી રહ્યું છે. અહીં ઉભી રહીને હું કહેવા માંગીશ કે ભારતનો સાર્વજનિક સામાન તે દેશો માટે ઉપલબ્ધ છે જેમની તેને જરૂર છે.