scorecardresearch

પાકિસ્તાન : જે ચીફ જસ્ટિસે ઇમરાન ખાનને છોડવાનો આદેશ આપ્યો , તેમને હટાવી દેશે શહબાઝ સરકાર!

Pakistan : જાણકારી મળી રહી છે કે પાકિસ્તાની સંસદમાં વર્તમાન ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવાની તૈયારી છે

Pakistan PM Shehbaz Sharif
પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ (ફાઇલ ફોટો)

પાકિસ્તાનમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. જમીન પર સ્થિતિ હજુ પણ વિસ્ફોટક છે. ઈમરાન ખાનના સમર્થકો સતત હિંસા કરી રહ્યા છે બીજી બાજુથી પણ વળતો પ્રહાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન હવે શહબાઝ સરકાર વધુ એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાનને છોડવાનો આદેશ આપનાર ચીફ જસ્ટિસને હવે હટાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

શહબાઝ સરકાર કંઈક મોટું કરવા જઈ રહી છે

જાણકારી મળી રહી છે કે પાકિસ્તાની સંસદમાં વર્તમાન ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવાની તૈયારી છે. આ માટે સંસદમાં વધુ એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે, જે અંતર્ગત પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે. તે કમિટી સુપ્રીમ કોર્ટના જજો સામે સંદર્ભ તૈયાર કરવાની છે. પાકિસ્તાનમાં ચીફ જસ્ટિસને હટાવવાની તૈયારી એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે તેમના પક્ષમાં ચુકાદો આપવામાં આવ્યો ન હતો.

પાકિસ્તાનની વર્તમાન સ્થિતિની વાત કરીએ તો જમીન પર સ્થિતિ તણાવપૂર્ણ છે. ઘણી જગ્યાએ હજુ પણ કલમ 144 લાગુ છે, જમીન પર સેના પણ સક્રિય છે. પહેલા કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં જલ્દી ઈમરજન્સી લાગુ થઈ શકે છે પરંતુ તે નિર્ણય થોડા સમય માટે ટાળી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ ઈમરાન ખાન હજુ પણ પોતાની માંગ પર અડગ છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી ટૂંક સમયમાં પાકિસ્તાનમાં ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી તેઓ ચૂપ બેસવાના નથી.

આ પણ વાંચો – ઇમરાન ખાને પાકિસ્તાનની આર્મી પર આકરા પ્રહારો કર્યા, કહ્યું – તમને શરમ આવવી જોઇએ

પાકિસ્તાનમાં બધો વિવાદ કેવી રીતે શરૂ થયો?

તમને જણાવી દઈએ કે આ તમામ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઈમરાન ખાનની કોર્ટમાં જતા સમયે પાકિસ્તાની રેન્જર્સે ધરપકડ કરી હતી. તે સમયે ઈમરાન ભ્રષ્ટાચારના એક કેસમાં સુનાવણી માટે જઈ રહ્યા હતા પરંતુ તેમને કોલરથી પકડી લઇ જવામાં આવ્યા હતા. જેના કારણે તેમના સમર્થકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યા હતા. દેશભરમાં હિંસા ફેલાઈ ગઈ હતી જે હજુ પણ ચાલી રહી છે. ઈમરાન ખાને તો ત્યાં સુધી આરોપ લગાવ્યો છે કે તેમને લાકડીઓથી મારવામાં આવ્યા હતા, તેઓ બેભાન પણ થઈ ગયા હતા. તેમણે એક નિવેદનમાં પાકિસ્તાન આર્મી ચીફ ઉપર પણ ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

Web Title: Pakistan chief justice bail remove controversy

Best of Express