પાકિસ્તાનના રક્ષા મંત્રીનો દાવો- ઇમરાન ખાને ભારત પાસેથી મળેલો ગોલ્ડ મેડલ પણ વેચી દીધો

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન હાલના દિવસોમાં મોંઘી ભેટો વેચવાના મામલે સરકારના નિશાને છે

Written by Ashish Goyal
November 22, 2022 23:46 IST
પાકિસ્તાનના રક્ષા મંત્રીનો દાવો- ઇમરાન ખાને ભારત પાસેથી મળેલો ગોલ્ડ મેડલ પણ વેચી દીધો
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન (File photo)

Imran Khan News : પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પર મોટો આરોપ લગાવ્યો છે. ખ્વાજા આસિફે દાવો કર્યો છે કે ઇમરાન ખાને ભારત પાસેથી મળેલો ગોલ્ડ મેડલ પણ વેચી દીધો છે. આસિફે કહ્યું કે ઇમરાનને આ મેડલ ત્યારે મળ્યો હતો જ્યારે તે ક્રિકેટ રમતા હતા.

ઇમરાન ખાન હાલના દિવસોમાં મોંઘી ભેટો વેચવાના મામલે સરકારના નિશાને છે. ઇમરાન ખાને 2018માં સાઉદી અરબના પ્રવાસ દરમિયાન મળેલી મોંઘી ગ્રાફ કાંડા ઘડિયાળ સહિત ઘણી કિંમતી ભેટ નફા માટે વેચી દીધી હતી.

રિપોર્ટ્સ પ્રમાણે પાકિસ્તાન મુસ્લિમ લીગ-એન ના વરિષ્ઠ નેતાના હવાલથી કહેવામાં આવ્યું કે એક ટેલિવિઝનના કાર્યક્રમ દરમિયાન ખ્વાજા આસિફે કહ્યું કે ઇમરાન ખાને એક ગોલ્ડ મેડલ વેચી દીધો છે જે તેમને ભારતથી મળ્યો હતો.

આ પણ વાંચો – ઇન્ડોનેશિયામાં ભૂકંપઃ “હે ભગવાન અમારા પર દયા કરો”, ભૂકંપ દરમિયાન હડકંપ, અત્યાર સુધીમાં કુલ 162ના મોત

ઇમરાન ખાન 2018માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા હતા. તેમને અરબ દેશોની યાત્રાઓ દરમિયાન ત્યાંના શાસકો પાસેથી મોંઘી ગિફ્ટ મળી હતી. તેમને ઘણા યુરોપિયન દેશોના રાષ્ટ્રપ્રમુખો પાસેથી પણ કિંમત ભેટ મળી હતી. જેને ઇમરાન ખાને તોશાખાનામાં જમા કરાવી દીધી હતી. જોકે બાદમાં ઇમરાન ખાને તોશાખાનાથી સસ્તી કિંમતમાં ખરીદી અને મોંઘી કિંમતમાં વેચી દીધી હતી. આ પુરી પ્રક્રિયાને સરકારે કાનૂની મંજૂરી પણ આપી હતી.

પાકિસ્તાનના કાયદા પ્રમાણે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે કોઈપણ મંત્રીને સરકારી યાત્રા દરમિયાન કોઈ દેશમાંથી ગિફ્ટ્સ મળે છે તો એને સરકારી ખજાનામાં જમા કરાવવી જરૂરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ