scorecardresearch

Economic Crisis: પાકિસ્તાન ઘૂંટણિયે! અમેરિકા પાસે ફરી ફેલાવ્યા હાથ, ખર્ચ ઘટાડવા માટે બનાવ્યો આવો પ્લાન

Pakistan Economic Crisis : પાકિસ્તાન હાલ ખરાબ રીતે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, મોંઘવારીએ માઝા મુકી છે અને વસ્તુઓના ભાવ આસમાનને આંબી રહ્યા છે

Economic Crisis: પાકિસ્તાન ઘૂંટણિયે! અમેરિકા પાસે ફરી ફેલાવ્યા હાથ, ખર્ચ ઘટાડવા માટે બનાવ્યો આવો પ્લાન
પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ (File)

Pakistan Economic Crisis: આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાને IMF ની લોનને આસાન બનાવવા માટે અમેરિકાને અપીલ કરી છે. પાકિસ્તાનને એ વાતની ચિંતા છે કે જો તે IMF પાસેથી લોન લેશે તો પહેલા જ મોંઘવારીનો માર સહન કરી રહેલા દેશમાં વસ્તુઓની કિંમત વધી જશે.

પાકિસ્તાને અમેરિકા પાસે મદદ માંગી

આઈએમએફની લોનની (IMF Loan)શરતોને આસન કરવા માટે પાકિસ્તાને અમેરિકા પાસે મદદ માંગી છે. પાકિસ્તાને અમેરિકાના અધિકારીઓને વિનંતી કરી છે કે તે પોતાના પ્રભાવથી વૈશ્વિક સંગઠનનોની શરતોને આસાન કરાવે, કારણ કે દેશ આર્થિક અને રાજનીતિક બન્ને રુપથી એક મહત્વપૂર્ણ મોડ પર ઉભો છે.

પાકિસ્તાનના વિત્ત મંત્રીએ અમેરિકાને IMFને મનાવવા કહ્યું

રિપોર્ટ પ્રમાણે બુધવારે એક બેઠક દરમિયાન પાકિસ્તાનના વિત્ત મંત્રી ઇશાક ડારે એક અમેરિકી પ્રતિનિધિમંડળને આઈએમએફને પાકિસ્તાન પ્રત્યે ઉદાર થવા માટે મનાવવામાં મદદ કરવા કહ્યું છે. તેમણે કહ્યું કે પ્રતિનિધિમંડળે દેશમાં પૂર અને અન્ય પડકારોને સમજવા જોઇએ. સ્થાનીય મીડિયા રિપોર્ટ પ્રમાણે ડારે કહ્યું કે પાકિસ્તાન પોતાની બધી આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનું સન્માન કરશે અને દેશમાં આર્થિક સ્થિરતા લાવવા માટે આકરા નિર્ણય લેશે.

આ પણ વાંચો – ભારતે જી 20 બેઠક માટે પાકિસ્તાનના વિદેશ મંત્રીને આમંત્રણ મોકલ્યું, 12 વર્ષ પછી મોટું પગલું

રિપોર્ટ પ્રમાણે ઇશાક ડારે એશિયાના અમેરિકી ટ્રેઝરી વિભાગના વિઝિટિંગ ડિપ્ટી આસિસટન્ટ સેક્રેટરી રોબર્ટ કૈપ્રોથ સાથે મુલાકાત કરીને આ વિનંતી કરી હતી. લોનનો કાર્યક્રમ મહિનાઓથી રોકાયેલો છે અને આવનારી ચૂંટણી સાથે દેશમાં તણાવપૂર્ણ રાજનીતિ માહોલ વચ્ચે પીએમ શહબાઝ શરીફ સરકારને લોનની શરતોને લાગુ કરવામાં મુશ્કેલી થઇ રહી છે.

શું છે પાકિસ્તાનનો પ્લાન?

પ્રધાનમંત્રી શહબાઝ શરીફ તરફથી રચેલી નેશનલ ઓસ્ટેરિટી કમિટીની ભલામણો પછી પાકિસ્તાન ઘણા ઉપાયો પર વિચાર કરી રહ્યું છે. જેમાં નેચુરલ ગેસ અને ઇલેક્ટ્રી સિટીની કિંમતોમાં વધારો, સૈન્ય અને નોકરશાહોને આપેલા પ્લોટોની વસૂલી, સાંસદોની સેલેરીમાં 15 ટકાનો કાપ, પ્રીપેડ ગેસ અને ઇલેક્ટ્રી સિટી મીટરનો ઉપયોગ કરવો સામેલ છે. આ સાથે સાંસદોના સેલેરી સાથે મળતા ભથ્થાને ખતમ કરવા, પેટ્રોલનો ઉપયોગ 30 ટકા ઘટાડવો, વિદેશી યાત્રાઓ પર પ્રતિબંધ, લક્ઝરી વાહન ખરીદવા પર રોક સામેલ છે.

Web Title: Pakistan economic crisis finance minister ishaq dar pleads us to help to soften imf terms

Best of Express