Imran Khan Pakistan: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ થઈ શકે છે. મંગળવારે (14 માર્ચ, 2023) લાહોરમાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અધ્યક્ષ (PTI) ઈમરાન ખાનના ઘરની બહાર બખ્તરબંધ પોલીસ વાહનો પહોંચ્યા છે. ઈસ્લામાબાદ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પોલીસ તેની ધરપકડ કરવાનો ઈરાદો ધરાવે છે. તો, ઇમરાનની પાર્ટીના કાર્યકરો ઇમરાન ખાનના ઘરની બહાર એકઠા થયા છે. પોલીસ અને ઇમરાન ખાનના સમર્થકો વચ્ચે ઝડપ થઇ છે. ઘણા સમર્થકો અને ઘણા પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા છે. પોલીસે ટિયર ગેસના સેલ પણ છોડ્યા છે.
આ પહેલા ઈમરાન ખાને સોમવારે પોતાના સમર્થકો સાથે રોડ માર્ચ કાઢી હતી. આ દરમિયાન ઈસ્લામાબાદ પોલીસ હેલિકોપ્ટર દ્વારા તેમની ધરપકડ કરવા પહોંચી હતી, પરંતુ આ દરમિયાન ઈમરાન ખાન સમર્થકોના ટોળા સાથે રસ્તા પર આવી ગયા હતા. તોશાખાના કેસમાં મહિલા જજને ધમકી આપવા અને કોર્ટમાં હાજર ન થવા બદલ 70 વર્ષીય ઈમરાન ખાન વિરુદ્ધ બે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા છે. આ પહેલા તોશાખાના કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે.
પ્રશાસને કલમ 144 લાગુ કરી હતી
રવિવારે ઇમરાન ખાને વહીવટીતંત્રના પ્રતિબંધ બાદ લાહોરમાં તેમની ચૂંટણી રેલી રદ કરવાની જાહેરાત કરી હતી. ઈમરાન ખાને શનિવારે કહ્યું હતું કે, તેઓ રવિવારે લાહોરમાં ચૂંટણી રેલીનું નેતૃત્વ કરશે. જો કે, તેમની જાહેરાત બાદ, સ્થાનિક પ્રશાસને પ્રાંતીય રાજધાનીમાં કલમ 144 લાગુ કરી હતી. આ પછી ખાને સરકારના પગલાનો વિરોધ કર્યો અને ચૂંટણી પંચનો સંપર્ક કર્યો અને કહ્યું કે, કલમ 144 લાગુ કરવી ખોટું છે. આ સાથે ઈમરાન ખાને પોતાની રેલી મુલતવી રાખી અને કાર્યકર્તાઓને કોઈપણ પ્રકારની જાળમાં ન ફસાઈ જવા જણાવ્યું.
ઈમરાન ખાન પર આરોપો
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર આરોપ છે કે, તેમણે ઈસ્લામાબાદમાં જિલ્લા કોર્ટના સેશન્સ જજ ઝેબા ચૌધરીને ધમકી આપી હતી. ખાને મહિલા ન્યાયાધીશ ઝેબા ચૌધરીને ધમકીભર્યા સ્વરમાં જોઈ લઈશ તેવું કહ્યું હતું. ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીના નેતા શાહબાઝ ગિલની ગયા વર્ષે રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ગયા વર્ષે 17 ઓગસ્ટે પોલીસે તેના રિમાન્ડ વધારવાની માંગ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. શાહબાઝ ગિલના રિમાન્ડ લંબાવવાનો નિર્ણય જેબા ચૌધરીએ આપ્યો હતો, જેનાથી ઈમરાન ખાન નારાજ થયા હતા.
આ પણ વાંચો – મહિલા જજને ધમકાવવાના મામલામાં ખરાબ રીતે ફસાયા ઇમરાન ખાન, કોર્ટે કહ્યું – ધરપકડ કરીને 29 માર્ચ સુધી હાજર કરો
એક રેલીને સંબોધતા ઈમરાન ખાને કહ્યું હતું કે, તેમની પાર્ટીના નેતા શાહબાદ ગિલને જેલમાં હેરાન કરવામાં આવ્યા હતા અને તેમને જામીન આપવામાં આવ્યા ન હતા. આ દરમિયાન ઈમરાને જેબા ચૌધરીને જોઈ લેવાની ધમકી આપી હતી. આ નિવેદનને લઈને ઈમરાન ખાન વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલામાં ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાનને નોટિસ પાઠવી હતી.