Pakistan Media Praises India: પાાકિસ્તાની મીડિયાએ પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વમાં વૈશ્વિક મંચ પર ભારતના વધતા પ્રભાવની પ્રશંસા કરી છે. પાકિસ્તાનના એક પ્રમુખ ન્યૂઝ પેપર દૈનિક ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂને (The Express Tribune)પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વ મંચ પર ભારતના વધતા વૈશ્વિક કદની પ્રશંસા કરી છે.
પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિને કુશળતાથી ચલાવવામાં આવી
પાકિસ્તાની દૈનિકમાં ઓપ-એડ કોલમમાં કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિને કુશળતાથી ચલાવવામાં આવી છે અને તેની જીડીપી 3 ટ્રિલયન અમેરિકી ડોલરથી વધારે થઇ ગઇ છે. જાણીતા રાજનીતિક, સુરક્ષા અને રક્ષા વિશ્લેષક શહજાદ ચૌધરીએ ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનમાં તેને સ્મારકીય પ્રગતિ ગણાવી છે. તેમણે કહ્યું કે ભારતને બધા રોકાણકારોએ એક મનપસંદ સ્થાન ગણાવ્યું છે.
શહઝાદ ચૌધરીએ કહ્યું કે ભારતે પીએમ મોદીની અધ્યક્ષતામાં વિદેશ નીતિના મોરચા પર પોતાનું ડોમેન સ્થાપિત કર્યું છે. ભારત કૃષિ ઉત્પાદન અને આઈટી ઉદ્યોગનો પણ એક મોટો ઉત્પાદક છે. શહજાદ ચૌધરીએ આગળ પોતાની કોલમમાં લખ્યું કૃષિમાં તેમની પ્રતિ એકર ઉત્પાદન ક્ષમતા દુનિયામાં સૌથી સારી છે અને 1.4 બિલિયન કરતા વધારે લોકોનો દેશ હોવા છતા એક અપેક્ષાકૃત સ્થિર, સુસંગત અને કાર્યાત્મક બનેલી છે.
આ પણ વાંચો – 2024ની લોકસભા ચૂંટણીમાં મોદી સામે કોણ? અરવિંદ કેજરીવાલ માટે આશાનું કિરણ – સર્વેમાં મોટો ખુલાસો
પીએમ મોદીના નેતૃત્વની પ્રશંસા કરી
આંકડાનો હવાલે આપીને શહજાદ ચૌધરીએ કહ્યું કે ભારતની શાસન પ્રણાલી સમયની કસોટી પર ખરી ઉતરી છે અને એક મજબૂત લોકતંત્રને સાબિત કર્યું છે. મોદીએ ભારતને બ્રાન્ડ બનાવવા માટે કશુંક એવું કર્યું છે કે જે તેમની પહેલા કોઇ કરી શક્યું નથી. મહત્વપૂર્ણ વાત એ છે કે ભારત જે અનુભવ કરે છે અને જે હદ સુધી તેને જરૂર છે તે કરે છે.
પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન ભારતની વિદેશ નીતિની ઘણી વખત કરી ચૂક્યા છે પ્રશંસા
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન ભારતની વિદેશ નીતિની ઘણી વખત પ્રશંસા કરી ચૂક્યા છે. ઇમરાન ખાને કહ્યું હતું કે ભારતને પાકિસ્તાન સાથે આઝાદી મળી પણ તેમની વિદેશ નીતિ સ્વતંત્ર બનેલી છે. કારણ કે ભારત અમેરિકાના વિરોધ છતા રશિયાથી તેલ ખરીદવાના પોતાના નિર્ણય પર અડગ છે.