/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/bangladesh-violence.jpg)
પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશમાં હિન્દુઓ લઘુમતી છે અને લાંબા સમયથી તેમના અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યા છે.
બાંગ્લાદેશ ફરી એકવાર હિંસાની આગમાં સળગી રહ્યું છે. લઘુમતી હિન્દુઓ પર અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. દીપુ ચંદ્ર દાસની તાજેતરની ક્રૂર હત્યાએ ફરી એકવાર પ્રશ્ન ઉઠાવ્યો છે કે બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય કેટલો સુરક્ષિત છે. બાંગ્લાદેશની સ્થિતિ ભારતના બીજા પાડોશી દેશ પાકિસ્તાન જેવી જ છે. ધર્મના આધારે સ્થાપિત પાકિસ્તાનમાં પણ હિન્દુ લઘુમતી અસુરક્ષિત અનુભવે છે. આંકડા સ્પષ્ટપણે તેમના પર થતા અત્યાચારની સાક્ષી આપી રહ્યા છે.
પાકિસ્તાનમાં હિન્દુઓની સ્થિતિ
પાકિસ્તાનમાં કુલ વસ્તીના આશરે 1.2 ટકા હિન્દુઓ છે, અને મોટાભાગના લોકો સિંધ પ્રાંતમાં રહે છે. 2023ના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અહેવાલ મુજબ, 2023 દરમિયાન પાકિસ્તાનમાં બળજબરીથી લગ્ન અને ધર્માંતરણના 103 કેસ નોંધાયા હતા. આ કેસોમાં લઘુમતી હિન્દુઓ ખાસ કરીને હિન્દુ મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી હતી. યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) એ પણ પુષ્ટિ આપી છે કે પાકિસ્તાનમાં હિન્દુઓ પર અત્યાચારની વારંવાર ઘટનાઓ બની છે. ઈશનિંદા કાયદાના દુરુપયોગ દ્વારા અહીં હિન્દુઓને સૌથી વધુ હેરાન કરવામાં આવ્યા છે.
પાકિસ્તાનમાં હિન્દુ ધાર્મિક સ્થળો પણ સુરક્ષિત નથી. 2025 માં લઘુમતી બાબતોની સંસદીય સમિતિ સમક્ષ રજૂ કરાયેલા અહેવાલમાં શાહબાઝ શરીફ સરકારનો પર્દાફાશ થયો હતો. અહેવાલ મુજબ પાકિસ્તાનમાં કુલ 1,867 મંદિરો અને કેટલાક ગુરુદ્વારા છે, પરંતુ આમાંથી ફક્ત 37 મંદિરો કાર્યરત સ્થિતિમાં છે. બે અગ્રણી પાકિસ્તાની અખબારોમાં પ્રકાશિત અહેવાલો દર્શાવે છે કે ઘણા સદીઓ જૂના મંદિરો જર્જરિત સ્થિતિમાં છે કારણ કે સરકાર તેમના સંરક્ષણ અને જાળવણી પર ધ્યાન આપી રહી નથી.
બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ
પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશમાં હિન્દુઓ લઘુમતી છે અને લાંબા સમયથી તેમના અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યા છે. શેરી વિરોધ વારંવાર જોવા મળે છે. બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ-ખ્રિસ્તી એકતા પરિષદના 2024 ના અહેવાલ મુજબ, જાન્યુઆરી 2024 થી જૂન 2024 વચ્ચે સામાજિક હિંસા સંબંધિત 2,442 ગુનાઓ નોંધાયા હતા. આમાં હત્યા, જાતીય હુમલો અને આગચંપી જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: અંડર-19 એશિયા કપ ફાઇનલમાં થઈ લડાઈ, વૈભવ અને આયુષ સાથે પાકિસ્તાની બોલરે કરી અવળચંડાઈ
આ જ સંગઠન અનુસાર ગયા વર્ષે 2,010 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાં મંદિરો પર હુમલા અને દુકાનોમાં લૂંટનો સમાવેશ થાય છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા શેર કરાયેલા ડેટા અનુસાર, બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ પર હિંસક હુમલાઓની સંખ્યા 2022 માં 47 થી વધીને 2023 માં 302 થઈ ગઈ અને 2024 માં 2,200 ને વટાવી ગઈ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us