Papua New Guinea PM James Marape : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની વિદેશ યાત્રા દરમિયાન પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા છે, જ્યાં એરપોર્ટ પર પાપુઆ ન્યૂ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પાપુઆ ન્યુ ગિનીએ રાત્રે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે પોતાનો પ્રોટોકોલ તોડ્યો છે. આ દેશ રાત્રે વિદેશી મહેમાનોના રાજકીય સન્માન સાથે સ્વાગત કરતું નથી.
પાપુઆ ન્યુ ગિની પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી જેમ્સ મરાપે પીએમ મોદીનું સ્વાગત કરે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પીએમ મોદીનું સ્વાગત કરતી વખતે વડાપ્રધાન જેમ્સ મરાપે તેમના પગે પડે છે, જેના પર લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
યુઝર્સની પ્રતિક્રિયાઓ
ભાજપ તરફથી વીડિયો શેર કરીને લખ્યું કે પાપુઆ ન્યુ ગિનીના વડા પ્રધાન આદરના પ્રતીક રૂપે પીએમ મોદીના પડે પડ્યા હતા. @TheSamirAbbas યુઝરે લખ્યું કે પરંપરામાં ફેરફાર કરવામાં આવ્યો અને પ્રથમ વખત સૂર્યાસ્ત પછી પહોંચ્યા હોવા છતા પાપુઆ ન્યૂ ગિનીમાં કોઈ નેતાનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યાના પીએમ જેમ્સ મરાપેએ પીએમ મોદીના પગે પડી તેમનું અભિવાદન કર્યું. સુશાંત સિન્હાએ લખ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ પીએમ મોદીનો ઓટોગ્રાફ માંગી રહ્યા છે. પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન પીએમ મોદીને પગે પડી રહ્યા છે. આ તો એક અલગ લેવલનું જ ભારત છે. આજે રાત્રે એજન્ડાધારીઓ ઊંઘી શકશે નહીં બોસ.
આ પણ વાંચો – જો બાઇડેન નરેન્દ્ર મોદીના પ્રશંસક બન્યા, કહ્યું – હું તમારો ઓટોગ્રાફ લઇ લું, અમેરિકામાં તમે ઘણા લોકપ્રિય છો
વિકાસ ભદૌરિયાએ લખ્યું કે આવું દ્રશ્ય પહેલા ક્યારેય જોવા મળ્યું નથી. પાપુઆ ન્યૂ ગિનીના પીએમ પ્રધાનમંત્રી મોદીના પગે પડ્યા. ઐતિહાસિક પ્રવાસ પર પહોંચ્યા. @TweetByRKV યુઝરે લખ્યું કે આ વિકાસશીલ દેશો અને વૈશ્વિક દક્ષિણ વચ્ચે ભારતના સન્માનનો સંકેત છે. અન્ય એક યુઝરે લખ્યું કે સન્માન પૈસાથી પ્રાપ્ત થઈ શકતું નથી, તે ડરથી પ્રાપ્ત કરી શકાતું નથી. પીએમ મોદી આ વાતને અનેકવાર સાબિત કરી ચુક્યા છે.
તમને જણાવી દઈએ કે પીએમ મોદી જાપાનની વિદેશ યાત્રા બાદ પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા છે. પીએમ મોદી અને પાપુઆ ન્યૂ ગિનીના વડા પ્રધાન મરાપે સાથે દ્વિપક્ષીય બેઠક થશે. સોમવારે પીએમ મોદી ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ કોઓપરેશનના ત્રીજા શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે.