Express News Service: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધારવાની વાત આવે ત્યારે ચોક્કસ જુલાઈ 2001ની આગ્રા સમિટનો ઉલ્લેખ થાય છે. તાજેતરમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્ર્પતિ જનરલ પરવેઝ મુશર્રફનું દુબઇમાં નિધન થયું છે. પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફના ભારત સાથે બહુ સારા સંબંધો નહોતા. તેનું સૌથી મોટું કારણ કારગિલ યુદ્ધ છે જે લાહોર કરાર છતાં થયું હતું.
તે સમયે મુશર્રફ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. તેમના નેતૃત્વમાં પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો. પરવેઝ મુશર્રફે ઘણી વખત ભારતની પીઠમાં છરો માર્યો હતો. પછી તે આર્મી ચીફ તરીકે હોય કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ તરીકે.
કારગિલ યુદ્ધના બે વર્ષ બાદ એટલે કે 14 જુલાઇ 2001ના રોજ પરવેઝ મુશર્રફ તેમની પત્ની સાથે ભારત યાત્રા પર આવ્યાં હતા. જુલાઈ 2001માં આગ્રા સમિટ માટે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફની ભારતની મુલાકાતને તાજેતરના ઈતિહાસમાં ભારતીય અને પાકિસ્તાની નેતાઓ વચ્ચેની સૌથી મહત્વપૂર્ણ બેઠકોમાંની એક માનવામાં આવે છે.
મુશર્રફએ વર્ષ 1999માં વડા પ્રધાન નવાઝ શરીફની હકાલપટ્ટી કરી હતી, તેમને 14 અને 16 જુલાઈ 2001 વચ્ચે યોજાયેલી સમિટ માટે ભારત તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુશર્રફ સૌપ્રથમ દિલ્હી ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમનું 21 તોપની સલામી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી રાષ્ટ્રપતિ કે.આર.નારાયણે ઔપચારિક સ્વાગત કર્યું હતું.
આ બાદ પરવેઝ મુશર્રફે મહાત્મા ગાંધીને શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી. મહત્વનું છે કે, પરવેઝ મુશર્રફ દિલ્હીના નિવાસી હતા, પરંતુ ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ તેમનો પરિવાર પાકિસ્તાન ચાલ્યો ગયો હતો.
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્ર્પતિ જનરલ પરવેઝ મુશર્રફે કાશ્મીરી અલગતાવાદીના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેને લઇને દિલ્હીએ નારાજગી વ્યક્ત કરી હતી. કારણ કે અલગતાવાદી સાથે બેઠક કર્યાના એક દિવસ પૂર્વ મુશર્રફ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેયી સાથે આગ્રા સમિટ કરી હતી. જેમાં 90 મિનટના એક એક સત્રમાં બંને નેતાઓએ કાશ્મીર મુદ્દે, સીમા પારનો આતંકવાદ, પરમાણુ જોખમ, કારગિલ યુદ્ધના કેદિઓની મુક્તિ સહિત વ્યાપારી સંબંધો પર ચર્ચા કરી હતી. જો કે, તેઓએ આ સંબંઘિત માહિતી ગુપ્ત રાખી હતી.
આગ્રા સમિટ સમયે પરવેઝ મુશર્રફે તેની પત્ની સાથે ભારતની ધરોહર તાજમહેલની મુલાકાત પણ લીધી હતી. આ સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ સાથે રાત્રિભોજન કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, પરવેઝ મુશર્રફે આગ્રા સમિટમાં કાશ્મીર વિવાદ પર ‘ફોર પોઇન્ટ સોલ્યુશન’ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આવો જાણીએ અને સમજીએ કે શું છે આ ફોર પોઇન્ટ સોલ્યુશન?
પરવેઝ મુશર્રફે રજૂ કરેલા પ્રસ્તાવમાં બિનલશ્કરીકરણ અથવા તબક્કાવાર સૈનિકો પાછા ખેંચવા અને કાશ્મીરની સીમાઓમાં કોઈ ફેરફાર સામેલ ન હતો.
પરવેઝ મુશર્રફના આ પ્રસ્તાવમાં બિનલશ્કરીકરણ અથવા તબક્કાવાર સૈનિકો પાછા ખેંચવા અને કાશ્મીરની સીમાઓમાં કોઈ ફેરફાર સામેલ ન હતો. જો કે,આ પ્રસ્તાવમાં જમ્મૂ અને કાશ્મીરના લોકોને નિયંત્રણ રેખા (Loc) અને સ્વ-શાસનની પાર મુક્તપણે અવરજવર કરવાની પરવાનગી આપવામાં આવશે. આ સાથે ભારત, પાકિસ્તાન અને કાશ્મીરનો સમાવેશ કરીને સંયુક્ત જમ્મુ અને કાશ્મીરની દેખરેખ પર પણ ભાર મૂકવામાં આવશે. પરંતુ ભારત સરહદ પારના આતંકવાદને રોકવા મુશર્રફની પ્રતિબદ્ધતાથી ખુશ નહોતું. મંત્રણાના તે દિવસોમાં પણ સરહદ પાર આતંકવાદની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.
સમિટ પછી વાજપેયીએ સંયુક્ત ઘોષણામાં કાશ્મીરનો ઉલ્લેખ કરવાનો ઇનકાર કર્યો હતો. વાટાઘાટો નિષ્ફળ ગઈ અને કોઈ સંયુક્ત નિવેદન બહાર આવ્યું નહીં. જો કે, બંને પક્ષો વિવિધ સ્તરે મળવા માટે સંમત થયા હતા.
મહત્વનું છે કે, જો ભારતે મુશર્રફનો આ પ્રસ્તાવ સ્વીકાર્યો હોત તો ભારતને ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (જેને પાકિસ્તાન તેના આઝાદ કાશ્મીર પ્રાંત તરીકે ઉલ્લેખ કરે છે) પર પાકિસ્તાનની સાર્વભૌમત્વ સ્વીકારવી પડેત અને તેના બદલામાં પાકિસ્તાન ભારતવતી જમ્મુ અને કાશ્મીરના ભાગ પર ભારતીય કબજો સ્વીકારેત.
પાકિસ્તાન લાંબા સમયથી ‘કાશ્મીરીઓના સ્વ-નિર્ણય’નું હિમાયતી રહ્યું છે, પરંતુ મુશર્રફ વધુ સ્વાયત્તતાના પક્ષમાં તેને છોડી દેવા તૈયાર હતા. આ પ્રસ્તાવનો અર્થ એ પણ હતો કે કલમ 370 જમ્મુ-કાશ્મીરમાં કાયમ રહેશે અને ભારતીય જનતા પાર્ટી જે શરૂઆતથી તેને નાબૂદ કરવાની વાત કરી રહી છે, તેણે આ મુદ્દો કાયમ માટે પડતો મુકવો પડ્યો હોત.