Turkey Earthquake News: તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ગાજિયનટેપ નજીક જણાવવામાં આવી રહ્યું છે. શક્તિશાળી ભૂકંપના કારણે તુર્કીમાં ભારે વિનાશની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અનેક ઈમારતો ધરાશાયી થવાના કારણે અત્યાર સુધીમાં 2000થી વધુ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઉપરાંત 440થી વધારે લોકો ઘાયલ થયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપ જમીનથી લગભગ 24.1 કિલોમીટર (14.9 માઇલ) ની ઊંડાઇએ આવ્યો હતો. તેનું અધિકેન્દ્ર તુર્કીના ગાઝિઆન્ટેપ પ્રાંતમાં નૂરદાગીથી 23 કિલોમીટર (14.2 માઇલ) પૂર્વમાં સ્થિત છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તૂર્કીના ભૂકંપ અંગે શોક વ્યક્ત કર્યો
કર્ણાટકમાં બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીક 2023 ઈવેન્ટમાં બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું: “આપણે બધા તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપને જોઈ રહ્યા છીએ. ઘણા લોકોના મૃત્યુ તેમજ નુકસાનના અહેવાલો છે. નુકસાનની શંકા છે. તુર્કીની નજીકના દેશોમાં પણ. ભારતના 140 કરોડ લોકોની સહાનુભૂતિ ભૂકંપથી પ્રભાવિત તમામ લોકો સાથે છે.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “ભારત ભૂકંપથી પ્રભાવિત લોકોને તમામ શક્ય મદદ આપવા તૈયાર છે.”
ભૂકંપ જમીનથી લગભગ 24.1 કિલોમીટર (14.9 માઇલ) ની ઊંડાઇએ આવ્યો
સ્થાનિક મીડિયા ટીઆરટી વર્લ્ડે 5 લોકોના મોતની પુષ્ટિ કરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપ જમીનથી લગભગ 24.1 કિલોમીટર (14.9 માઇલ) ની ઊંડાઇએ આવ્યો હતો. તેનું અધિકેન્દ્ર તુર્કીના ગાઝિઆન્ટેપ પ્રાંતમાં નૂરદાગીથી 23 કિલોમીટર (14.2 માઇલ) પૂર્વમાં સ્થિત છે.
ભૂકંપ સવારે 4.17 કલાકે આવ્યો
ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 4.17 કલાકે આવ્યો હતો. અહેવાલોમાં જણાવાયું છે કે આ વિસ્તારના કેટલાક પ્રાંતોમાં અનુભવાયો હતો અને ઘણી ઇમારતો પડી ગઈ હતી. લેબનોન અને સીરિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સીરિયન રાજ્ય મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઉત્તરીય શહેર અલેપ્પો અને મધ્ય શહેર હમામાં કેટલીક ઇમારતો ધરાશાયી થઈ છે.
આ પણ વાંચોઃ- Budget 2023: મનરેગા બજેટમાં ઘટાડો કરવા પાછળ સરકારનું તર્ક શું હોઇ શકે છે?
કયા દેશોમાં આંચકા અનુભવાયા હતા
તુર્કી ઉપરાંત સાયપ્રસ, ગ્રીસ, જોર્ડન, લેબેનોન, સીરિયા, ઈરાક, જ્યોર્જિયા અને આર્મેનિયામાં પણ આંચકા અનુભવાયા હતા. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરવામાં આવી રહી છે. આમાં, તુર્કીમાં ભારે વિનાશની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અનેક ઈમારતો પડી ગઈ છે. ચારેબાજુ કાટમાળ દેખાય છે. લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.