UNGAમાં રશિયા સામે પ્રસ્તાવ પાસ, 143 દેશોએ કર્યો પુતિનનો વિરોધ, ભારત ફરી વોટિંગથી દૂર રહ્યું

ફક્ત પાંચ દેશોએ રશિયાનું સમર્થન કર્યું હતું. ભારત સહિત 35 દેશ મતદાનથી દૂર રહ્યા

ફક્ત પાંચ દેશોએ રશિયાનું સમર્થન કર્યું હતું. ભારત સહિત 35 દેશ મતદાનથી દૂર રહ્યા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

દુનિયાના 143 દેશોએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો વિરોધ કર્યો (REUTERS File Photo)

સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં યુક્રેન પર હુમલાને લઇને રશિયા સામે પ્રસ્તાવ પાસ થઇ ગયો છે. દુનિયાના 143 દેશોએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો વિરોધ કર્યો હતો. ભારતે ફરી એક વખત મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો હતો. પાંચ દેશોએ પ્રસ્તાવના પક્ષમાં વોટ આપ્યો હતો.

Advertisment

રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલી લડાઇ વચ્ચે ચાર વિસ્તારને જનમત સંગ્રહના માધ્યમથી પોતાના કબજામાં લેવાની રશિયાના પ્રયત્નોની સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ નિંદા કરી છે. યૂએન મહાસભામાં લાવવામાં આવેલા આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે જનમત સંગ્રહના માધ્યમથી આ ગેરકાયદેસર કબજાનો અમે વિરોધ કરીએ છીએ. આ પ્રસ્તાવમાં રશિયાની વિરુદ્ધમાં 143 દેશોએ મતદાન કર્યું હતું. ફક્ત પાંચ દેશોએ રશિયાનું સમર્થન કર્યું હતું. ભારત સહિત 35 દેશ મતદાનથી દૂર રહ્યા હતા.

મોસ્કોએ સપ્ટેમ્બરમાં યુક્રેનના ચાર આંશિક રુપથી કબજાવાળા શ્રેત્ર ડોનેટ્સ્ક, લુહાન્સ્ક, ખેરસોન અને જાપોરિજ્જિયાને પોતાના દેશમાં મિલાવવાની જાહેરાત કરી હતી. રશિયા આને જનમત સંગ્રહ કહે છે. યુક્રેન અને સહયોગીઓએ જનમતને ગેરકાયદેસર અને જબરજસ્તી ગણાવ્યું છે.

આ પણ વાંચો - IMFની ચેતવણી – મંદીથી વૈશ્વિક અર્થતંત્રને અધધધ… 4 લાખ કરોડ ડોલરનું નુકસાન થશે

Advertisment

ભારતે મતદાનમાં ભાગ ના લીધો

ભારતે કહ્યું કે તેનો મતદાનામં ભાગ નહીં લેવાનો નિર્ણય સારી રીતે વિચાર્યા પછી પોતાના રાષ્ટ્રીય વલણની અનુરુપ છે. વાતચીત અને ફૂટનીતિના માધ્યમથી શાંતિપૂર્ણ સમાધાનના મહત્વને રેખાંકિત કરતા તણાવ ઓછો કરવાના ઉદ્દેશ્યથી બધા પ્રયત્નોનું સમર્થન કરવા માટે તૈયાર છીએ.

આ દેશો રહ્યા રશિયાના પક્ષમાં

રશિયાના પક્ષમાં બેલારુષ, ઉત્તર કોરિયા, સીરિયા અને નિકારાગુઆએ મતદાન કર્યું હતું. ભારત સહિત 35 દેશોએ મતદાનમાં સામેલ થયા ન હતા. પ્રસ્તાવ પાસ થતા યુએનજીએમાં બધાએ તાળીઓ વગાડીને આ પગલાનું સ્વાગત કર્યું હતું.

યુક્રેન રશિયા વિશ્વ