Joe Biden in Ukraine: યૂક્રેન અને રશિયામાં વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સોમવારે યૂક્રેનની રાજધાની કિવ પહોંચ્યા છે. બન્ને દેશો વચ્ચે ગત વર્ષે યુદ્ધની શરૂઆત થઇ હતી જે હજુ પણ ચાલી રહ્યું છે. આ યુદ્ધને એક વર્ષ થવા જઇ રહ્યું છે તે પહેલા બાઇડેન અચાનક યૂક્રેન પહોંચ્યા છે. બાઇડેને યૂક્રેનને સૈન્ય મદદ અને રાહત પેકેજ આપવાની જાહેરાત કરી છે.
યૂક્રેનની મદદ કરતું રહેશે અમેરિકા
જો બાઇડેને કહ્યું કે અમેરિકા યૂક્રેન માટે 500 મિલિયન ડોલરની સૈન્ય મદદ અને સહાયતા પેકેજની જાહેરાત કરશે. અમેરિકા યૂક્રેનની સતત મદદ કરતું રહેશે. ફક્ત પૈસા જ નહીં સૈન્ય મદદ માટે પણ તૈયાર છે. બાઇડેને એ પણ કહ્યું કે યૂક્રેનની લડાઇ લોકતંત્રની લડાઇ છે અને યૂક્રેનીઓની રક્ષા માટે ઉપકરણ આપવામાં આવશે. અમે બ્લાસ્ટના અવાજ સાંભળી રહ્યા છીએ. દુનિયા યૂક્રેન સાથે ઉભી છે. યૂક્રેનને એર સર્વિલાન્સ રડાર આપીશું.
આ પણ વાંચો – જાસૂસી બલૂનના વિવાદ વચ્ચે અમેરિકા અને ચીનના નેતાની મુલાકાત, બ્લિંકન કહ્યું- અમેરિકી સંપ્રભુતા પર હુમલો સહન નહીં
રશિયાની સેના જરૂર હારશે – બાઇડેન
બાઇડેને કહ્યું કે રશિયાની સેના જરૂર હારશે. યૂક્રેનને બધા હથિયાર આપવામાં આવશે તેમાં કોઇ સમજુતી થશે નહીં. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ અમેરિકાના રાષ્ટ્રપતિની કીવની યાત્રાને લઇને ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેમનું અહીં આવવું યૂક્રેનીઓના સમર્થનનું એક મહત્વપૂર્ણ સંકેત છે.
આ પહેલા અમેરિકાએ દાવો કર્યો હતો કે યૂક્રેન સામે યુદ્ધમાં ચીન રશિયાને હથિયાર આપવા પર વિચાર કરી રહ્યું છે. જોકે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગે વેનબિને વોશિંગ્ટન પર ખોટી જાણકારી ફેલાવવાનો આરોપ લગાવતા પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે અમે ચીન-રશિયાના સંબંધો પર અમેરિકાની ટિપ્પણીઓનો સ્વીકાર કરતા નથી.