Turkey Earthquake News: તુર્કી અને સીરિયામાં એક પછી એક ત્રણ જોરદાર ભૂકંપના આંચકા આવ્યા છે. તુર્કીની અનોદાલુ સમાચાર એજન્સીના મતે દક્ષિણી તુર્કીમાં કહારનમારાસ પ્રાંતમાં એલબિસ્તાન જિલ્લામાં 6.7ની તીવ્રતાના બીજા ઝટકા પછી મોડી સાંજે 6.0ની તીવ્રતાનો વધુ એક ઝટકો લાગ્યો હતો. આ સિવાય સીરિયાના દમિશ્ક, લતાકિયા અને અન્ય સીરિયન પ્રાંતોમાં પણ ભૂકંપના ઝટકા આવ્યા છે.
આ પહેલા તુર્કીમાં સોમવારે સ્થાનીય સમય પ્રમાણે સવારે 4.17 કલાકે 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ શક્તિશાળી ભૂકંપે સીરિયા અને તુર્કી બન્ને દેશમાં ભારે તબાહી મચાવી છે. ભૂકંપથી અત્યાર સુધી 2300 લોકોના મોત થયા છે. જ્યારે 2500થી વધારે લોકો ઇજાગ્રસ્ત છે. ભૂકંપથી સેંકડો બિલ્ડિંગો ધ્વસ્ત થઇ ગઇ છે. પોલીસ અને પ્રશાસન તરફથી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીની મોટી અપડેટ્સ જાણો.
- ભૂકંપથી તુર્કીમાં સેંકડો બિલ્ડિંગો ધરાશાયી થઇ છે. પ્રભાવિત વિસ્તારોમાં મસ્જિદોના શેલ્ટર હોમ ખોલી દીધા છે. તુર્કીમાં આવેલા ભૂકંપથી પ્રભાવિત લોકોની મદદ માટે ભારત પણ સામે આવ્યું છે. NDRFની બે ટીમ મદદ માટે તુર્કી મોકલવામાં આવશે.
- તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ ઇરદુગાનના મતે ભૂકંપના ઝટકા 6 વખત અનુભવાયા છે. તેમાં સૌથી મોટો ઝટકો 40 સેકન્ડ સુધી અનુભવાયો હતો. જે 7.8ની તીવ્રતાનો હતો.
- તુર્કીના ઉપ રાષ્ટ્રપતિ ફુઅત ઓકટેએ જણાવ્યું કે પ્રભાવિત વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. ઇજાગ્રસ્તો માટે દરેક મદદ કરવામાં આવી રહી છે.
- તુર્કીમાં આવેલા ભીષણ ભૂકંપમાં લોકોના મોત પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે તુર્કીમાં ભૂકંપના કારણે જાનહાની અને સંપત્તિના નુકસાનથી વ્યથિત છું. શોત સંતપ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરું છું. ભારત તુર્કીના લોકો સાથે એકજુટતા સાથે ઉભું છે અને આ ત્રાસદીથી નિપટવા માટે દરેક સંભવ સહાયતા આપવા માટે તૈયાર .
આ પણ વાંચો – અમેરિકાનું મોટું પગલું, ચીની સ્પાઇ બલૂનને તોડી પાડ્યું, ચીને ઉઠાવ્યો વાંધો
- સીરિયામાં ભૂકંપથી 237 લોકોના મોત થયા છે. જ્યારે 516 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં 47 લોકોના માર્યા જવાની પૃષ્ટી થઇ છે. સીરિયાના અલેપ્પો અને હમા શહેરમાં બિલ્ડિંગોને સૌથી વધારે થયું છે.
- યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (United States Geological Survey-USGS)ના મતે ભૂકંપ જમીનથી લગભગ 24.1 કિલોમીટર (14.9 માઇલ) ની ઊંડાઇએ આવ્યો હતો. તેનું કેન્દ્ર તુર્કીના ગાઝિઆન્ટેપ પ્રાંતમાં નૂરદાગીથી 23 કિલોમીટર (14.2 માઇલ) પૂર્વમાં સ્થિત છે.
- તુર્કી ઉપરાંત સાયપ્રસ, ગ્રીસ, જોર્ડન, લેબેનોન, સીરિયા, ઈરાક, જ્યોર્જિયા અને આર્મેનિયામાં પણ આંચકા અનુભવાયા હતા.
- તુર્કીમાં આ પહેલા 1939માં 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 32 હજારથી વધારે લોકોના મોત થયા હતા.