તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશકારી ભૂકંપમાં અત્યાર સુધી 12,000થી વધારે લોકોના મોચ થઈ ચૂક્યા છે. બંને દેશોની મદદ માટે ભારતથી રેસ્ક્યૂ ટીમો પણ આ દેશોમાં અભિયાન ચલાવી રહ્યું છે. વિદેશ મંત્રાલયે જાણકારી આપી છે કે તુર્કીમાં 10 ભારતીયો ફસાયા છે. એક ભારતીય લાપતા છે.
વિદેશ મંત્રાલયમાં સચિવ સંજય વર્માએ (પશ્વિમ) જણાવ્યું હતું કે લાપતા ભારતીય નાગરિક માલ્ટામાં તુર્કીની વ્યાપારિક યાત્રા પર હતા. તેમની કોઈ જાણકારી નથી મળી રહી. તેમણે કહ્યું કે તુર્કી માટે ચલાવવામાં આવેલા ઓપરેશન દોસ્ત અંતર્ગ ભારત સતત પોતાના નાગરિકોના સંપર્ક બનાવી રહ્યો છે.
વર્માએ વધુમાં જણાવ્યું હતું કે, બે દિવસથી એક ભારતીયની જાણ નથી મળી રહ્યું. તેમણે કહ્યું કે પરિવાર અને બેંગ્લુરુમાં તેમને નોકરી આપનાર કંપનીના સંપર્કમાં છે.
રાહત કાર્યમાં સામે આવી રહી છે મુશ્કેલીઓ
સંજય વર્માએ કહ્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં રાહ કાર્ય દરમિયાન અનેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. રાતમાં તાપમાન શૂન્યથી નીચે જવાના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે પરિવરહન અને સંચાર સંપર્ક અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. સેલફોન ટાવરો પ્રભાવિત થવાના કારણે સંપર્ક કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે.
આ પણ વાંચોઃ- Upendra Kushwaha interview: ‘તેજસ્વીને બિહારના ભાવિ નેતા તરીકે રજૂ કરવાનું નીતિશનું પગલું JD(U)ના અંતનો સંકેત આપે છે’
વિદેશ મંત્રાલયે કહ્યું કે તુર્કીમાં ફસાયેલા લોકોની જાણકારી માટે અંકારામાં એક વિશેષ હેલ્પ ડેસ્ક બનાવ્યું છે. સંજય વર્માએ કહ્યું કે અમે આશરે 75 લાકોના ફોન આવ્યા જેમણે દુતાવાસથી જાણકારી અને મદદ માંગી છે. તેમણે જણાવ્યું હતું કે ત્રણ ભારતીય જેમણે અમારો સંપર્ક કર્યો હવે તેઓ સુરક્ષિત આવાસમાં ગયા છે. અમે પહેલાથી જપ્રભાવિત ક્ષેત્રોમાં બચાવ અભિયાન માટે ટીમોની નિયુક્ત કરી છે.
એનડીઆરએફની ટીમો ચલાવી રહી છે બચાવ અભિયાન
એનડીઆરએફના મહાનિર્દેશક અતુલ કરવાલે જણાવ્યું હતું કે ભારતે તુર્કીને ચાર વિમાન મોકલ્યા છે. જેમાંથી બે એનડીઆરએફની ટીમો પણ છે. બે સી-17માં મેડિકલ ટીમો પણ છે. તેમણે જણાવ્યું હતું કે અમે ચિકિત્સા આપૂર્તિ અને ઉપકરણોની સાથે એક સી-130 વિમાન પણ સીરિયા મોકલાવમાં આવ્યું છે.
આ પણ વાંચોઃ- G20 summit 2023 : એક સમયે ખુશી-ખુશી ભેંસ પાળનારા ગામના સરપંચ જી20 પ્રવાસન મીટને કરશે સંબોધિત
કરવાલે વધુમાં જણાવ્યું હતું કે, ટીમોની પાસ 15 દિવસોના ઓપરેશન માટે રાશન અને ટેન્ટ ઉપલબ્ધ છે. આ ટીમોમાં સાત વાહન, ચાર સ્નિફર ડોગ, પાંચ મહિલાઓ સહિત 107 બચાવકર્તા છે. જે આંતરરાષ્ટ્રીય સ્તર પર પહેલીવાર ગયા છે. એક ત્રીજી ટીમની જરૂરિયા હતી.જેને બુધવારે વારાણસીથી એરલિફ્ટ કરવામાં આવી છે. આ ટીમમાં 51 બચાવકર્મીઓ અને ચાર વાહન છે.