scorecardresearch

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગ્રહના સૌથી તાકાતવર વ્યક્તિ, બ્રિટનના સાંસદે કરી ઘણી પ્રશંસા

બ્રિટીશ સાંસદ લોર્ડ કરણ બિલિમોરિયાએ કહ્યું – આજે ભારત પાસે G20ની અધ્યક્ષતા છે. આજે ભારત પાસે આગામી 25 વર્ષોમાં 32 બિલિયન અમેરિકીન ડોલરના જીડીપી સાથે દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું વિઝન છે

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ ગ્રહના સૌથી તાકાતવર વ્યક્તિ, બ્રિટનના સાંસદે કરી ઘણી પ્રશંસા
બ્રિટનના સાંસદ લોર્ડ કરણ બિલિમોરિયાએ પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી (Photo Credit: Karan Bilimoria's Twitter)

PM Narendra Modi: બ્રિટીશ સાંસદ લોર્ડ કરણ બિલિમોરિયાએ (Lord Karan Bilimoria)પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે પીએમ મોદીને આ ગ્રહના સૌથી શક્તિશાળી વ્યક્તિમાંથી એક ગણાવ્યા છે. આ દરમિયાન તેમણે દુનિયામાં વધતી ભારતની અર્થવ્યવસ્થા સાથે યૂકેના સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો.

બ્રિટનના સાંસદ લોર્ડ કરણ બિલિમોરિયાએ પીએમ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે ગુજરાતના એક રેલવે સ્ટેશન પર પોતાના પિતાની ચા ની દુકાન પર ચા વેચી હતી. આજે તે ભારતના પ્રધાનમંત્રીના રૂપમાં આ ગ્રહ પર સૌથી શક્તિશાળી લોકોમાંથી એક છે.

આજે ભારત પાસે G20ની અધ્યક્ષતા છે

તેમણે કહ્યું કે આજે ભારત પાસે G20ની અધ્યક્ષતા છે. આજે ભારત પાસે આગામી 25 વર્ષોમાં 32 બિલિયન અમેરિકીન ડોલરના જીડીપી સાથે દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાનું વિઝન છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી પ્રમુખ અર્થવ્યવસ્થા છે.

આ પણ વાંચો – શશિ શેખર વેમપતિ લખે છે : નરેન્દ્ર મોદી અને ગુજરાતના રમખાણો પર બીબીસી ડોક્યુમેન્ટ્રી ભારતીય સંસ્થાઓની અખંડિતતા પર પણ સવાલો ઉઠાવે છે

ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા

લોર્ડ બિલિમોરિયાએ યૂનાઇટેડ કિંગડમ અને ભારત વચ્ચે સંબંધોના મહત્વ પર ચર્ચા દરમિયાન કહ્યું કે ભારત હવે યૂકેથી આગળ નિકળી ગયું છે. ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને 1.4 અબજ લોકો સાથે દુનિયામાં સૌથી ઝડપથી વધતી મોટી અર્થવ્યવસ્થા પણ છે.

તેમણે કહ્યું કે લોકતંત્રના 75 વર્ષો સાથે સૌથી તે એક યુવા દેશ છે. ગત વિત્ત વર્ષનાં તેનો વિકાસ દર 8.7 ટકા હતો. કુલ 100 યૂનિકોર્ન કંપનીઓ પર 10માંથી એક યૂનિકોર્ન કંપનીમાં યોગદાન આપ્યું છે. તે નવીનકરણ ઉર્જા અને સૌર ઉર્જાનો ચોથો સૌથી મોટો ઉત્પાદક પણ છે.

લોર્ડ બિલિમોરિયાએ કહ્યું કે દરેક પહેલુંમાં ભારત તાકાતવર થતું જઇ રહ્યું છે. મહામારી દરમિયાન તેમણે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા સાથે ભાગીદારીમાં અબજોની સંખ્યામાં કોરોના વેક્સીનનું નિર્માણ કર્યું હતું.

Web Title: Uk lawmaker karan bilimoria says pm narendra modi is one of the most powerful persons on planet

Best of Express