Ukraine Helicopter Crash: યુક્રેનમાં હેલિકોપ્ટર ક્રેશ, ગૃહમંત્રી સહિત 18 લોકોના મોત

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

યુક્રેનમાં હેલિકોપ્ટર ક્રેશ (ફોટો - જનસત્તા)

Ukraine Helicopter Crash News: બુધવારે (18 જાન્યુઆરી, 2023) યુક્રેનની રાજધાની કિવ નજીકના બ્રોવરી શહેરમાં એક નર્સરી સાથે હેલિકોપ્ટર અથડાયું, જેમાં યુક્રેનના ગૃહ પ્રધાન અને અન્ય 17 લોકોના મોત થયા. આ ઘટનામાં બે બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે. રાષ્ટ્રપતિના એક સહાયકે જણાવ્યું કે, ઈમરજન્સી સેવાઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, કિવ ક્ષેત્રમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં બે બાળકો સહિત 18 લોકોના મોત થયા છે.

Advertisment

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર રાજધાનીના ઉત્તરપૂર્વમાં બ્રોવરીમાં એક નર્સરી અને રહેણાંક મકાનની નજીક નીચે પડ્યું હતું. પ્રાદેશિક ગવર્નરે કહ્યું કે, 15 બાળકો સહિત 29 લોકો ઘાયલ પણ થયા છે.

ડેનિસ મોનાસ્ટીરસ્કીને યુક્રેનના ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા હતા

રાષ્ટ્રીય પોલીસ વડા ઇગોર ક્લેમેન્કોએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટીરસ્કીનું મૃત્યુ થયું હતું. તેમની નિમણૂક 2021 માં રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી હેઠળ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ગૃહ પ્રધાન પહેલા નાયબ યેવેની યેનિન અને મંત્રાલયના રાજ્ય સચિવનું મોત થઈ ચુક્યું છે.

અકસ્માત બાદ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એક સળગતી ઈમારત દેખાઈ રહી છે અને લોકોને રડતા-બુમો પાડતા સાંભળી શકાય છે. કિવ પ્રદેશના ગવર્નર ઓલેકસી કુલેબાએ ટેલિગ્રામ મેસેજિંગ એપ પર લખ્યું: “દુર્ઘટના સમયે નર્સરીમાં બાળકો અને કર્મચારીઓ હતા. હવે બધાને બહાર કાઢવામાં આવ્યા છે.

Advertisment

આ પણ વાંચો – Dawood Ibrahim Family : અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના પરિવારમાં કોણ-કોણ છે? 9 ભાઈ-બહેન, બધા ક્યાં છે? શું કરે છે? તમામ ડિટેલ્સ

હેલિકોપ્ટર કયા કારણોસર ક્રેશ થયું તે હજુ સ્પષ્ટ થયું નથી. રશિયા તરફથી હાલમાં કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી, રશિયાના સૈનિકોએ ગયા ફેબ્રુઆરીમાં યુક્રેન પર આક્રમણ કર્યું હતું, અને યુક્રેનિયન અધિકારીઓએ તે સમયે પ્રદેશમાં કોઈપણ રશિયન આક્રમણનો કોઈ સંદર્ભ આપ્યો ન હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ કાર્યાલયના ડેપ્યુટી હેડ કિરીલો ટિમોશેન્કોએ ટેલિગ્રામ મેસેજિંગ એપ્લિકેશન પર લખ્યું છે. "અમે જાનહાનિ અને સંજોગો વિશે માહિતી મેળવી રહ્યા છીએ".

અકસ્માત યુક્રેન રશિયા