ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ઇન્ડોનેશિયામાં મળશે જો બાઇડેન, જાણો મહત્વ

શી જિનપિંગ અને બાઇડેન જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આગામી સપ્તાહે ઇન્ડોનેશિયાના બાલી જશે

શી જિનપિંગ અને બાઇડેન જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આગામી સપ્તાહે ઇન્ડોનેશિયાના બાલી જશે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

Biden-Jinping meet in Bali:ચીને ગુરુવારે સંકેત આપ્યો કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેમના અમેરિકી સમકક્ષ જો બાઇડેન વચ્ચે આગામી સપ્તાહે ઇન્ડોનેશિયામાં સભવિત જી-20 શિખર સંમેલન દરમિયાન મુલાકાત થઇ શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયને બીજિંગમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ચીન ઇન્ડોનેશિયાના શહેર બાલીમાં જી-20 શિખર સંમેલનમાં બે શીર્ષ નેતાઓ વચ્ચે બેઠકના અમેરિકી પ્રસ્તાવને મહત્વ આપે છે.

Advertisment

શી અને બાઇડેન જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આગામી સપ્તાહે ઇન્ડોનેશિયાના બાલી જશે. ચીન અને અમેરિકાના રાષ્ટ્રાધ્યક્ષ વિભિન્ન રીતથી સતત સંપર્કમાં રહે છે. ચીની દૈનિક ગ્લોબલ ટાઇમ્સે ઝાઓના હવાલાથી કહ્યું કે બન્ને પક્ષ બાલી બેઠક પર સંવાદ કરી રહ્યા છે.

આ પણ વાંચો - વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું- જેની પાસેથી ફાયદો થશે તેમની પાસે તેલ ખરીદીશું

બીજિંગનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે બાઇડેને બુધવારે કહ્યું હતું કે તે બાલીમાં જી-20 નેતાઓના શિખર સંમેલનમાં શી જિનપિંગને મળવા પર તાઇવાનની રક્ષા પર કોઇ મૌલિક રિયાસત આપશે નહીં. બાઇડને એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હું કોઇ બુનિયાદી રિયાસત આપવા તૈયાર નથી કારણ કે મેં શરૂઆતથી તેમને જે કહ્યું હતું જ્યારે હું ઉપરાષ્ટ્રપતિ હતો.

Advertisment
વિશ્વ