Who is George Soros: અબજોપતિ રોકાણકાર જોર્જ સોરોસ અદાણી ગ્રુપને લઇને હિંડનબર્ગના હાલના રિપોર્ટ અને ગૌતમ અદાણીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંબંધો પર કરેલી ટિપ્પણીના કારણે ચર્ચામાં છે. જેને લઇને ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે જોર્જના નિવેદનની સખત ટિકા કરી હતી.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ પ્રમાણે અબજોપતિ રોકાણકાર જોર્જ સોરાસે મ્યૂનિખ સુરક્ષા સંમેલનમાં કહ્યું કે મોદી આ વિષય પર ચુપ છે પણ તેમણે વિદેશી રોકાણકારો અને સંસદમાં સવાલોના જવાબો આપવા પડશે. તેમણે કહ્યું કે આ ભારતની સંઘીય સરકાર પર મોદીની પકડને ઘણી કમજોર કરી દેશે અને ઘણા જરૂરી સંસ્થાગત સુધારાને આગળ વધારવા માટે દરવાજા ખોલી દેશે.
કોણ છે જોર્જ સોરોસ?
જોર્જ સોરોસ એક અબજોપતિ હંગેરિયન-અમેરિકી રોકાણકાર છે. તેમનો જન્મ 1930માં હંગરીના એક સુખી યહુદી પરિવારમાં થયો હતો. તેમનું નામ પહેલા શ્વાર્ટ્જ હતું, જેને પછી બદલીને સોરોસ કરી દીધું હતું, જેથી હંગરીમાં યહુદી-વિરોધીવાદના ઉદય વચ્ચે પોતાની યહુદી ઓળખને છુપાવી શકે. સોરોસે પછી કહ્યું હતું કે અમે એક ખરાબ તાકાતનો વિરોધ કર્યો જે અમારા કરતા ઘણી મજબૂત હતી છતા પણ અમે જીતી ગયા.અમે ફક્ત બચી જ ન ગયા પણ અમે બીજાની મદદ કરવામાં પણ સફળ રહ્યા.
યુદ્ધ પછી કમ્યુનિસ્ટોએ હંગરીમાં પોતાની સ્થિતિને મજબૂત કરી. આ પછી સોરોસ લંડન માટે રવાના થયા હતા. જ્યાં તે નિવેશ બેંકર બન્યા પહેલા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સથી ડિગ્રી મેળવી હતી. તેમણે 1969માં પોતાના પ્રથમ હેઝ ફંડ, ડબલ ઇગર ખોલ્યું હતું. 1973માં સોરોસ ફંડ મેનેજમેન્ટે ખોલ્યું અને સંયુક્ત રાજ્ય અમેરિકાના ઇતિહાસમાં સૌથી સફળ રોકાણકારોમાંથી એક બની ગયા. તેમને ધ મૈન હુ બ્રોક ધ બેંક ઓફ ઇંગ્લેન્ડના રૂપમાં ઓળખવામાં આવે છે.
સોરોસે પોતાના પૈસાનો ઉપયોગ કરતા એક ફાઉન્ડેશન ખોલ્યું. જેનું એક મોટું નેટવર્ક છે. સોરોસનો પરોપકાર તેના એલએસઇ પ્રોફેસર કાર્લ પોપરના પુસ્તક ઓપન સોસાયટી એન્ડ ઇંટ્સ એનિમીજથી પ્રેરિત છે, જ્યાં દાર્શનિક તર્ક આપે છે કે સમાજ ફક્ત ત્યારે જ ફેલાય છે જ્યારે તે લોકતાંત્રિક શાસન, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વ્યક્તિગત અધિકારો માટે સન્માનની મંજૂરી આપે છે.
આ પણ વાંચો – ‘પીએમ નરેન્દ્ર મોદીને હટાવવા માટે કામ કરી રહી છે વિદેશી તાકાત’, બીજેપીએ જોર્જ સોરોસ પર કર્યો વળતો પ્રહાર
તેમની વેબસાઇટ પ્રમાણે તેમણે દુનિયાભરમાં ઓપન સોસાયટી ફાઉન્ડેશનના કામને વિત્તપોષિત કરવા માટે 32 બિલિયન ડોલરથી વધારે પોતાના વ્યક્તિગત પૈસા દાન કર્યા છે. જેના કારણે 2020માં ફોર્બ્સે તેમને સૌથી ઉદારદાતા કહ્યા હતા. તેમની વેબસાઇટ કહે છે કે તેમના નેતૃત્વમાં ઓપન સોસાયટી ફાઉન્ડેશને અભિવ્યક્તિની સ્વતંત્રતા, જવાબદેહ સરકાર અને ન્યાય-સમાનતાને વધારનાર સમાજ માટે લડનાર દુનિયાભરના વ્યક્તિઓ અને સંગઠનોનું સમર્થન કર્યું છે. વર્ષોથી સારોસના પરોપકારે રંગભેદ દરમિયાન બ્લેક દક્ષિણ આફ્રિકી લોકોને છાત્રવૃત્તિ પ્રદાન કરવા અને કમ્યુનિસ્ટ હંગરી સાથે એકેડમિક આદાન-પ્રદાનને વધારવા, સમાન લિંગ વિવાહોનું સમર્થન કરવાથી લઇને ઘણા મુદ્દાને ઉઠાવ્યા છે.
જોર્જ સોરોસે આ પહેલા પણ પીએમ મોદીની કરી છે ટિકા
જોર્જ સોરોસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટિકા કરી હોય તેવું પ્રથમ વખત બન્યું નથી. આ પહેલા 2020માં સોરોસે કહ્યું હતું કે ભારતને સૌથી મોટો અને ભયાવહ ઝટકો લાગ્યો, જ્યાં લોકતાંત્રિક રુપથી નિર્વાચિત નરેન્દ્ર મોદી એક હિન્દુ રાષ્ટ્રવાદી રાજ્ય બનાવી રહ્યા છે. આ દરમિયાન તેમણે જમ્મુ કાશ્મીરને લઇને પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.