વર્ષ 2020માં ભારત-ચીન સીમા વિવાદ શરૂ થયા પછી પ્રથમ વખત ચીન સાથે કામ કરતા વિદેશ મંત્રાલયના ભારતના ટોચના અધિકારીએ ભારત-ચીન બોર્ડર અફેર્સ પર કન્સલ્ટેશન અને કોઓર્ડિનેશન માટેની કાર્યકારી મિકેનિઝમની 26મી બેઠક માટે બેઇજિંગનો પ્રવાસ કર્યો હોવાનો અહેવાલ છે.
ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2019માં આયોજિત 14મી બેઠક પછી આ પ્રથમ વ્યક્તિગત WMCC મીટિંગ હતી.પૂર્વી લદ્દાખમાં મે 2020માં શરૂ થયેલા સરહદી અવરોધ દરમિયાન, WMCC એ 11 બેઠકો યોજી છે, પરંતુ એ તમામ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાઇ હતી.
જો કે આ બેઠકમાં ભારત અને ચીને બીજીંગમાં રાજદ્વારી વાટાઘાટો કરી હતી તેમજ પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LOC) પર ટકરાવ વાળા સ્થાનોથી પોતાના સૈનિકોને પીછેહઠના પ્રસ્તાવો પર ખુલ્લીને અને રચનાત્મક બંને રીતે ચર્ચા કરી હતી, પણ તેમાં આ સમસ્યાનું સમાધાન નીકળવાનો સંકેત નથી.
ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા અધિકારી શિલ્પક અંબુલે, વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા) જેઓ ચીન, જાપાન અને કોરિયા સાથેના સંબંધોનું ધ્યાન રાખે છે. તો ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ચીનના વિદેશ મંત્રાલયના સીમા અને મહાસાગર બાબતોના વિભાગના ડાયરેક્ટર જનરલે કર્યું હતું.
આ પણ વાંચો: Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
અંબુલેએ ચીનના નેતાઓ હુ જિન્તાઓ, વેન જિયાબાઓ, લી કેકિઆંગ અને શી જિનપિંગ સાથેની તેમની બેઠકો દરમિયાન વડાપ્રધાન મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદી માટે સત્તાવાર દુભાષિયા તરીકે અને ભારતીય દૂતાવાસમાં રાજદ્વારી તરીકે સેવા આપી છે હોવાની વાત કરી હતી.