દુનિયાના સૌથી ધનવાન એલન મસ્કની સંપત્તિ ઘટતા તેઓ હવે બીજા અમીરોની લિસ્ટમાં બીજા નંબરે આવી ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્ષ અનુસાર , 51 વર્ષીય એલન મસ્કની સંપત્તિમાં આ વર્ષે જાન્યુઆરીમાં લગભગ 100 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. અને સંપત્તિ ઘટીને 168. 5 બિલિયન ડોલર થઇ ગઈ છે. સૌથી વધારે સંપત્તિના મામલામાં લકઝરી બ્રાન્ડ લુઇ વુઇટનની મૂળ કંપની એકવીએમએચ (LVMH) ના મુખ્ય કાર્યકારી 73 વર્ષીય બર્નાર્ડ અરનોલ્ટ 172.9 બિલિયન ડોલરની સંપત્તિ સાથે સૌથી ધનવાનનો ની લિસ્ટમાં એલન મસ્કથી ઉપર પહોંચી ગયા છે. અને એલન મસ્ક બીજા નંબરે આવી ગયા છે.
આ પણ વાંચો: કિમ જોન્ગ ઉનના શ્વાન પર નાણાકીય સહાય અંગે વિવાદ પછી દક્ષિણ કોરિયાના પ્રાણી સંગ્રહાલયમાં આવ્યો અંત
એલન મસ્કે એપ્રિલ 2022 માં 44 અરબ ડોલરમાં ટ્વિટ્ટરને પોતાની પ્રાઇવેટ કંપની બનાવની જાહેરાત કરી હતી અને દુનિયાને ચોંકાવી દીધી હતી. ટેસ્લાએ પોતાની લગભગ અડઘી માર્કેટ વેલ્યુ ગુમાવી દીધી છે અને એપ્રિલમાં ટ્વિટ્ટર માટે બોલી લગાવ્યા પછી મસ્કની કુલ સંપત્તિમાં લગભગ 70 બિલિયન ડોલરનો ઘટાડો થઇ ગયો હતો. મસ્કે ઓક્ટોબરમાં 13 બિલિયન ડોલરના ઋણ અને 33.5 બિલિયન ડોલરની ઈકવીટી પ્રતિબદ્ધતાની સાથે ટ્વિટ્ટર માટે સોદો બંધ કર્યો હતો. ટેસ્લા સિવાય, મસ્ક રોકેટ કંપની સ્પેસેક્સ અને ન્યુરલિંકના પણ પ્રમુખ છે, જે એક સ્ટારઅપ છે જે માનવ મસ્તિસ્કને કોમ્પયુટરથી જોડવા માટે અલ્ટ્રા- હાઇ બેન્ડવિથ બ્રેન- મશીન ઇન્ટરફેસ વિકસિત કરી રહ્યા છે.
મસ્કે 2021માં એમેઝોનના સંસ્થાપક અને સીઈઓને પાછળ છોડી ટોચના સ્થાન પહોંચી ગયા હતા. ત્રીજા નંબરે હાલમાં ભારતના ગૌતમ અદાણી 135.4 બિલિયન ડોલની નેટવોર્થ સાથે છે.
આ પણ વાંચો: ભારત-ચીન વચ્ચે LAC વિવાદઃ ક્યાં, શા માટે અને હવે શું થશે?
બર્નાડ અરનોલ્ટ કોણ છે જેમણે એલન મસ્કને સંપત્તિની લિસ્ટમાં પાછળ છોડયા ?
અરનોલ્ટ એક ફ્રેન્ચ બિઝનેઝમેન છે, જે હાલમાં લકઝરી બ્રાન્ડ લુઇ વુઇટનના (LVMH) ચેરમેન અને સીઈઓ છે. આ લકઝરી બ્રાન્ડ દુનિયાની સૌથી કિંમતી પ્રોડકટ્સના ગ્રુપમાનું એક જે 70 જેટલી કંપનીની માલિકી ધરાવે છે. જેમાં ડોમ પેરિગ્નન (વાઇન્સ), લુઇસ વિટન, ફેન્ડી અને માર્ક જેકોબ્સ (કપડાં) અને ફેન્ટી બ્યુટી બાય રીહાન્ના (મેક-અપ)નો સમાવેશ થાય છે.