scorecardresearch

India China Conflict : ભારત ચીન સંઘર્ષ, LAC વિવાદ ક્યાં, શા માટે અને હવે શું થશે?

India china News Tawang LAC crisis: લદ્દાખમાં ગલવાન ખીણની (galwan valley dispute) હિંસક અથડામણના અઢી વર્ષ બાદ ફરી ભારત (Indian army) અને ચીનના સૈનિકો (China PLA army) વચ્ચે અરુણાચલ પ્રદેશ (Arunachala Pradesh)ના તવાંગમાં (Tawang) ઝપાઝપી થઇ, વૈશ્વિક અને આંતરિક સમસ્યાનો સામનો કરવાની સાથે ભારતે સરહદ (india china border) પર બાજનજર રાખવાની જરૂર…

India China Conflict : ભારત ચીન સંઘર્ષ, LAC વિવાદ ક્યાં, શા માટે અને હવે શું થશે?

ભારત અને ચીનની સરહદે ફરી તણાવો સર્જાયો છે. આ વખતે અરુણાચલ પ્રદેશના તવાંગ ખાતે આવેલા લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC)પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઇ છે. આ ઘટનાથી ફરી ભારત-ચીનની સરહદે અશાંતિ ઉભી થઇ છે. ચીન ઘણા સમયથી અરુણાચલ પ્રદેશમાં આવેલા તવાંગ પર પોતાનો હક હોવાનો દાવો કરી રહ્યું છે જેને ભારતે ફગાવી દીધા છે. ચીન ભારતની સરહદ સાથે જોડાયેલા ઘણા વિસ્તારોમાં અસંખ્યવાર ઘૂષણખોરી કરે છે ત્યારે ભારતીય સૈનિક સાથે સંઘર્ષ થાય છે.

ક્યા સ્થળે અથડામણ થઇ?

અરુણાચલ પ્રદેશના તવાંગના ઉંચા વિસ્તારમાં આવેલા યાંગત્સે નામના વિસ્તારમાં ભારત – ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. સમગ્ર અરુણાચલ પ્રદેશ રાજ્ય અને તેની અંદર આવેલો તવાંગ વિસ્તાર ભારત અને ચીન વચ્ચે હંમેશાથી વિવાદનો મુદ્દો રહ્યો છે.

ભારતના રક્ષામંત્રીએ શું કહ્યું?

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં કહ્યું કે “ચીનની પીપલ્સ લિબરાઈઝન આર્મી (China People’s Liberation Army) સૈનિકોએ અરુણાચલ પ્રદેશ રાજ્યના તવાંગ સેક્ટરના યાંગત્સે વિસ્તારમાં LAC ઓળંગવાનો પ્રયાસ કર્યો અને દેખીતી રીતે તે સ્થળે ઘૂષણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો”. ચીનની આર્મીએ એવો દાવો કર્યો કે 9 ડિસેમ્બરની વહેલી સવારે ચીનના સૈનિકો પર હુમલો થયો હતો. “ડોંગઝાંગ” વિસ્તારમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (Line of Actual Control) પર “ગેરકાયદેસર રીતે સરહદ પાર કરનાર” ચીનના સૈનિકો તરફથી કરાતા નિયમિત પેટ્રોલિંગને ભારતીય સૈનિકો દ્વારા રોકવામાં આવ્યુ હતુ.

રાજનાથ સિંહનું મોટું નિવેદન

બેઇજિંગના પીટીઆઈના અહેવાલમાં PLAના વેસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ લોંગ શૌહુઆના હવાલાથી જણાવ્યું હતું કે, “અમારા સૈનિકોની પ્રતિક્રિયા વાજબ, મક્કમ અને માન્ય છે, જેણે પરિસ્થિતિને સ્થિર કરવામાં મદદ કરી છે… અમે ભારતીય સૈનિકોને કડકાઇ પૂર્વક નિયંત્રણમાં રહેવા અને સરહદ પરના સૈનિકોને સંયમમાં રહેવા કહીયે છીએ તેમજ સુલેહપૂર્વક શાંતિ જાળવવી રાખવા માટે ચીનની સાથે મળીને કામગીરી કરો.”

પીટીઆઈના અહેવાલમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિનના હવાલાથી પણ કહેવામાં આવ્યું છે કે “ચીન અને ભારત વચ્ચે હાલ સરહદે સામાન્ય સ્થિતિ છે”.

જૂન 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લોહિયાળ અથડામણની ઘટનાના અઢી વર્ષ બાદ ફરી અરુણાંચલ પ્રદેશમાં તવાંગ વિસ્તારમાં બંને દેશોના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો છે.

‘તવાંગ’ - એક વિવાદિત સ્થળ

9 ડિસેમ્બરના રોજ અરુણાચલ પ્રદેશના તવાંગમાં ઉંચાઇ પર આવેલા યાંગત્સે નામના વિસ્તારમાં બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. તવાંગ અને લગભગ સમગ્ર અરુણાચલ પ્રદેશ પર ચીન દાવો કરે છે. તે તમામ સરહદ સંબંધિત પ્રશ્નોમાં ભારત અને ચીન વચ્ચેનો સૌથી ગંભીર વિવાદો પૈકીનો એક છે.

તવાંગ છઠ્ઠા દલાઈ લામાનું જન્મસ્થળ છે અને તિબેટીયન બૌદ્ધો માટે એક મહત્વપૂર્ણ યાત્રાધામ છે. 14માં દલાઈ લામાએ 1959માં તિબેટથી ભારત આવ્યા બાદ તવાંગમાં આશ્રય લીધો હતો અને આગળ વધતા પહેલા ત્યાંના મઠમાં કેટલાક દિવસો રહ્યા હતા.

તવાંગની અંદર, LAC અંગે ભારતીય અને ચીનની અલગ અલગ ધારણાઓના ત્રણ “સહમત ક્ષેત્રો” (agreed areas) છે. યાંગ્ત્સે, તે તવાંગ શહેરથી લગભગ 25 કિમી દૂર અને લુન્ગ્રુ ચરાઈ મેદાનની ઉત્તર દિશામાં આવેલુ છે. તે ઉપરોક્ત ત્રણ ક્ષેત્રો પૈકીનું એક છે. પરિણામે તે ભારત અને ચીનના સૈનિક વચ્ચેના સંઘર્ષની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર છે. ખાસ કરીને કારણ કે ઉંચાઇવાળો વિસ્તાર ભારત પાસે છે આથી ચીન બાજુની સરહદ પર સરળતાથી નજર રાખી શકાય છે.

ગત ઑક્ટોબર મહિનામાં PLA અને ભારતીય સેનાની પેટ્રોલિંગ ટુકડીઓ યાંગત્સેમાં સામસામે આવી ગઈ હતી, જેના કારણે બંને દેશોના સૈનિક વચ્ચે ઝપાઝપી થઈ. જો કે તેમાં કોઈ સૈનિકને ઈજા થઈ ન હતી. વર્ષ 2016માં પણ આવી જ એક ઘટના બની હતી.

9 ડિસેમ્બરના સંઘર્ષની ઘટના આ વિસ્તારમાં તાજેતરના વર્ષોમાં બંને દેશોના સૈન્ય વચ્ચેની સૌથી ગંભીર અથડામણ છે અને તે અઢી વર્ષ પહેલા ગલવાન ખીણમાં થયેલી અથડામણ પછીની પ્રથમ ઘટના છે. ઉલ્લેખનિય છે કે, જૂન 2020માં લદ્દાખમાં ગલવાન ખીણમાં થયેલી હિંસલ અથડાયમણમાં ભારતના 20 સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે ચીનના મોટી સંખ્યામાં સૈનિકો માર્યા ગયા હતા. .

આ નવો સંઘર્ષ શું છે

યાંગત્સે ખાતેની ઘટના અંગે લોકસભા અને રાજ્યસભા આપેલા નિવેદનોમાં ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ભારતીય સૈનિકોએ ચીનના PLAનો મુકાબલો કર્યો અને “ઝપાઝપી” થઈ હતી, જેમા ચીની સૈનિકોને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરતા અટકાવ્યા હતા અને તેમને પાછા ફરવા માટે મજબૂર કર્યા હતા. આ અથડામણમાં બંને દેશોના સૈનિકોને ઈજા થઈ છે પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.

ચીનનો મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ

બ્રિગેડિયર રાહુલ ભોંસલે (નિવૃત્ત), જેઓ ઑનલાઇન સિક્યોરિટી એનાલિસિસ સાઇટ સિક્યોરિટી રિસ્ક એશિયા (Security Risks Asia)નું સંચાલન કરે છે, તેમના જણાવ્યા અનુસાર, આ વખતે ભારતની પૂર્વ સરહદે વિવાદિત સ્થળે એક નવું સંકટ ઉભું કરવા માટે ચીનના સૈનિકોની મહત્વકાંક્ષા, “વિસ્તારનો ફેલાવો અને ભારત- ચીન સરહદ વિવાદને એવા સમયે ફરી હવા આપવામાં આવી રહી છે જ્યારે સમગ્ર દુનિયા રશિયા-યુક્રેનના યુદ્ધથી સર્જાયેલી કટોકટીનો સામનો કરવામાં વ્યસ્ત છે.

એપ્રિલ-મે 2020માં પૂર્વ લદ્દાખમાં PLAની ઘૂસણખોરી પછી, બંને દેશોની સૈનાએ કહેવાતા “ફ્રિક્શન પોઇન્ટ” (friction point) પર વિવાદ સમાપ્તિ માટે 16 તબક્કામાં વાટાઘાટો યોજી હતી. બીજા શબ્દોમાં કહીએ તો ફિક્શન પોઇન્ટ એટલે એવા વિસ્તારોમાં જ્યાં આક્રમણ થયું હતું, અને ભારતીય પેટ્રોલિંગ દળો જે સ્થળોએ પેટ્રોલિંગ કર્યું હતું ત્યાં જતા રોકવામાં આવી રહ્યા હતા.

જુઓ વેબ સ્ટોરી : ભારત ચીન સંઘર્ષ, બળવાન કોણ?

બંને સેના તરફથી થયેલી વાટાઘાટોને કારણે ગાલવાન, પેંગોંગ લેક, ગોગરા અને હોટ સ્પ્રિંગ્સ સહિત આવા સ્થળોથી બંને દેશોના સૈનિકોએ પાછા ફર્યા હતા અને તે સ્થળોને “બફર એરિયા” બનાવવામાં આવ્યો હતો. આમ કરવાથી ત્યાં સંઘર્ષની પરિસ્થિતિઓ ટાળી શકાઇ છે જો કે તે હિંસક અથડામણ પૂર્વેની સ્થિતિ ફરી સ્થાપિત થઇ શકી નથી.

આ મંત્રણા હેઠળ તણાવ ઘટવાની આશા ઠગારી નીવડી છે કારણ કે ચીને તેની તરફના સ્થળોએ બાંધકામ ચાલુ રાખ્યુ છે, જેમાં તેણે રસ્તાઓનું નિર્માણ કર્યુ છે અને પેંગોંગ ત્સો પર બે પુલ પણ બનાવ્યા છે, જે ચીનના સૈનિકોને તળાવના દક્ષિણ કિનારે પહોંચવાની સુવિધા પૂરી પાડે છે.

તો ભારતે પણ દૂરદર્શીતાનો ઉપયોગ કરીને પોતાની જમીન પર યુદ્ધના ધોરણે માર્ગ-રસ્તાઓ અને અન્ય બાંધકામ ઝડપી ગતિએ કર્યુ છે. જો કે ચીન ડેપ્સંગ અને ડેમચોક “સંધર્ષ બિંદુઓ”નું સમાધાન લાવવા માટે કોઇ પ્રકારની મંત્રણા કરવા ઇચ્છે છે તેવા હજી સુધી કોઇ સંકેત મળ્યા નથી.

છેલ્લા બે વર્ષમાં, લદ્દાખમાં LACના ઉંચા વિસ્તારોમાં સૈનિકોની તૈનાતી એક કાયમી સ્થિતિ બની ગઈ છે. પૂર્વ પ્રાંતમાં ચીનની લશ્કરી કવાયતને તણાવની પૃષ્ઠભૂમિની રીતે જોવામાં આવી રહી છે અને તે નવી પરિસ્થિતિઓનો સામનો કરતી વખતે ભારતના સુરક્ષા રણનીતિકારોનું ધ્યાન અન્યત્ર ભટકવાનું કાર્ય કરી રહી છે.

આ પણ વાંચોઃ ચીનનું રક્ષા બજેટ ભારત કરતા 3 ગણું મોટું

અવિશ્વાસ વધવાનું વધુ એક કારણ

ગલવાન ખીણની ઘટના બાદ હવે તવાંગમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણથી ફરી બંને દેશો વચ્ચે તણાવ ઉભો થયો છે. આ ઘટના ચીનના ઈરાદાઓ અંગે ભારતની ધારણામાં અવિશ્વાસનું વધુ એક કારણ ઉમેરશે તે નિશ્ચિત છે. સંયુક્ત ભારત-અમેરિકા સૈન્ય અભ્યાસ ઓપરેશન યુધાભ્યાસ એ 1993 અને 1996ની સરહદ સમજૂતીની શરતોનું ઉલ્લંઘન કર્યું છે તેવો ચીને દાવો કર્યો હોવાના થોડાંક દિવસ બાદ જ તવાંગમાં અથડામણની આ ઘટના બની છે.

Web Title: India china tawang lac crisis where why and what now know here

Best of Express