Madhya Pradesh : મધ્ય પ્રદેશ એ મધ્ય ભારતનું સૌથી મોટું રાજ્ય છે. મધ્ય પ્રદેશ ને હાર્ટ ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. મધ્ય પ્રદેશ રાજ્યનો વિસ્તાર 3.08 લાખ ચો.કિ.મી છે. ઇન્દોર શહેર મધ્ય પ્રદેશનું જાણીતું શહેર છે. 52 જિલ્લા ધરાવતા મધ્ય પ્રદેશ રાજ્યનું પાટનગર ભોપાલ છે. મધ્ય પ્રદેશમાં હાલ ભાજપનું રાજ છે અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ છે. દેશના રાજકારણમાં મધ્ય પ્રદેશનું ઘણું મહત્વ છે. મધ્ય પ્રદેશ રાજકારણની સાથોસાથ પ્રવાસન તરીકે પણ જાણીતું છે. ખજૂરાહો, પંચમઢી, માંડવ ગઢ, ગ્વાલિયર, ઉજ્જૈન સહિત સ્થળો ઘણા ફેમસ છે.