Ram Mandir Ayodhya News Live updates: ઉત્તર પ્રદેશના અયોધ્યા સ્થિત રામ મંદિર હિન્દુઓની આસ્થાનું મોટું કેન્દ્ર છે. અહીં પ્રાચીન સંસ્કૃતિની તર્જ પર આધુનિક રામ મંદિર નિર્માણ કરાયું છે. રામ મંદિરનો ગર્ભગૃહ અને પ્રથમ માળ બનીને તૈયાર થઇ ગયો છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 17થી 22 જાન્યુઆરી દરિમયાન આયોજિત છે. 22 મી જાન્યુઆરીએ શ્રીરામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાશે અને રામ લલા નીજ મંદિરમાં બિરાજમાન થશે. આ મંદિર એ સ્થાન પર બનાવાયું છે જેને હિન્દુ ધર્મના ભગવાન શ્રીરામના જન્મ સ્થળ માનવામાં આવે છે. આ પહેલા અહીં બાબરી મસ્જિદ હતી જેનું નિર્માણ મંદિરને તોડીને બનાવાયું હતું. વર્ષ 2019 માં સુપ્રીમ કોર્ટે વિવાદીત સ્થળ સંદર્ભે ચૂકાદો આપતાં અહીં ભવ્ય રામ મંદિર નિર્માણ કરાઇ રહ્યું છે. અયોધ્યા રામ મંદિર હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતિક છે. કેન્દ્રની મોદી સરકારના સમયમાં દેશભરના હિન્દુઓને એક નવિન રામ મંદિર મળ્યું છે. મુખ્ય રામ મંદિર કુલ 2.7 એકર વિસ્તારમાં છે. મુખ્ય રામ મંદિર 57,400 ચો.ફૂટ વિસ્તારમાં બન્યું છે. મુખ્ય રામ મંદિર 360 ફૂટ લંબાઇ અને 235 ફુટ પહોળું છે. શિખર સહિત મંદિરની કુલ ઉંચાઇ 161 ફુટ છે. નવિન રામ મંદિર કુલ ત્રણ માળનું છે. પ્રત્યેક માળની ઉંચાઇ 20 ફુટ છે. નવિન રામ મંદિરમાં તળિયે 160 સ્તંભ છે. મુખ્ય રામ મંદિરમાં પ્રથમ માળે 132 સ્તંભ અને બીજા માળે 74 સ્તંભ છે. મંદિરમાં 5 ચબૂતરા છે અને મંદિરમાં કુલ 12 દરવાજા છે.