Auto Expo 2023 Second Day : મારુતિ સુઝુકીથી લઈને એમજી મોટર્સ સુધી, આ કંપની લોન્ચ કરશે પોતાની ગાડીઓ

Auto Expo 2023 : ઓટો એક્સ્પો 2023 (Auto Expo 2023) માં ઇલેકટ્રીક વાહન બનાવતી કંપની અલ્ટ્રાવાયોલેટ પોતાની નવી ઇલેકટ્રીક સ્પોર્ટ્સ બાઈક લોન્ચ કરશે જેનો સમય સાંજે 5:20 મિનિટનો છે.

Written by shivani chauhan
Updated : January 12, 2023 11:17 IST
Auto Expo 2023 Second Day : મારુતિ સુઝુકીથી લઈને એમજી મોટર્સ સુધી, આ કંપની લોન્ચ કરશે પોતાની ગાડીઓ
ઓટો એક્સ્પો 2023ના બીજા દિવસે 12 કંપનીઓ દ્વારા વાહનો લોન્ચ કરવામાં આવશે.

Auto Expo 2023 ના બીજા દિવસે મારુતિ સુઝુકી (Maruti Suzuki) થી લઈને અલ્ટ્રાવાયોલેટ (Ultraviolette) સુધી 12 કંપની પોતના વાહન લોન્ચ કરવાની સાથે અનાવરણ પણ કરશે. ઓટો એક્સ્પોના પહેલા દિવસે દેશ અને દુનિયાની ઘણી કંપનીઓની 59 થી વધારે ગાડીઓ લોન્ચ કરવાની સાથે અનાવરણ પણ કર્યું હતું. જેમાં હ્યુન્ડાઇ મોટર્સ (Hyundai Motors) થી લઈને (Maruti Tata Motors) ના નામનો સમાવેશ થાય છે.

Auto Expo 2023 Second Day Highlights

ઓટો એક્સ્પો 2023 ના બીજા દિવસે કઈ કંપની પોતાના વાહન લોન્ચ કરવા જઈ રહી છે, જાણો આખા દિવસની સંપૂર્ણ અપડેટ

MG Motors

Auto Expo 2023 ના બીજા દિવસની શરૂઆત એમજીની સાથે થશે જે પોતાની નવી કારનું અનાવરણ કરશે. આ કારો હેચબેકથી લઈને SUV સુધીની છે.

આ પણ વાંચો: Jio 5G in India: તમારા શહેરમાં 5G આવ્યું? ભારતના આ 94 શહેરોમાં Jio True 5G પહોંચ્યું, જુઓ સંપૂર્ણ લિસ્ટ

Sun Mobility

સન મોબિલિટી આજ પોતાની ઈલેકટ્રીક ટુ વ્હીલરનું અનવિલ કરશે જેમાં સ્કૂટર અને બાઈક આકર્ષકનું મુખ્ય કેન્દ્ર રહેશે.

Maruti Suzuki

મારુતિ સુઝુકી આજ પોતાની નવી કારને લોન્ચ કરશે જેમાં મારુતિ સ્વીફ્ટનું નવું સ્પોર્ટી મોડલ મુખ્ય હોઈ શકે છે.

SML Isuzu

એસએમએલ ઇસુજુ ઓટો એક્સ્પોના બીજા દિવસે બપોરે 2 વાગે નવું વાહન રજૂ કરશે.

આ પણ વાંચો: Budget 2023 : નવા બજેટમાં સિનિયર સિટીઝનને મળશે રાહત? વૃદ્ધ લોકોની મદદ માટે નાણાંમંત્રી શું કરી શકે છે?

Omega Seiki Mobility

ઓમેગા મોબિલીટી આજ પોતાની ગાડીઓ રજૂ કરશે જેનો સમય બપોરે 2: 25 વાગ્યાનો છે.

Jupiter Electric Mobility

જૂપીટર ઇલેકટ્રીક મોબિલિટી આજ પોતાનું ઇલેકટ્રીક વાહન બપોરે 2 અને 50 મિનિટે લોન્ચ કરશે.

Ward Wizard Innovation & Mobility

વાર્ડ વિઝાર્ડ ઇનોવેશન એન્ડ મોબિલિટી ઓટો એક્સ્પોના બીજા દિવસે પોતાનું નવું ઇલેકટ્રીક વાહન રજૂ કરશે જેનો સમય બપોરે 3 વાગે અને 30 મિનિટનો છે.

Godavari Electric Motors

ગોદાવરી ઇલેકટ્રીક પોતાના નવા વાહનને રજૂ કરશે જેમાં ટુ વ્હીલર તેમજ ઇલેક્ટ્રિક થ્રી વ્હીલર હોઈ શકે છે જેનો સમય સાંજે 04:30 છે.

Binelli-Keeway

બિનેલી-કીવે આજ પોતાની નવી મોટરસાઇકલને લોન્ચ કરશે જેના માટે સાંજે 4: 55 મિનિટ નો સમય નક્કી કરાયો છે.

UltraViolet

ઇલેકટ્રીક વાહન બનાવતી કંપની અલ્ટ્રાવાયોલેટ પોતાની નવી ઇલેકટ્રીક સ્પોર્ટ્સ બાઈક લોન્ચ કરશે જેનો સમય સાંજે 5:20 મિનિટનો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ