Budget 2023, બજેટ 2023: બજેટ બનાવવા પહેલા સરકારે આટલી ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી, જાણો કંઇ રીતે તૈયાર થાય છે બજેટ

Budget 2023: અંદાજપત્ર નાણાકિય વિવરણ તરીકે ઓળખાય છે. કારણ કે બજેટને પરંપરાગત રીતે તેની નીતિઓની પસંદગી દર્શાવવા માટે કોઈપણ સરકારના હાથમાં સૌથી પ્રભાવશાળી સાધન તરીકે જોવામાં આવે છે.

Written by mansi bhuva
Updated : January 23, 2023 15:14 IST
Budget 2023, બજેટ 2023: બજેટ બનાવવા પહેલા સરકારે આટલી ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી, જાણો કંઇ રીતે તૈયાર થાય છે બજેટ
બજેટ 2023 સંંબંધિત જાણો કેટલીક રસપ્રદ માહિતી

નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) 1 ફેબ્રુઆરીએ આગામી નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. કેન્દ્ર સરકારની હાલની ઇનિંગના છેલ્લા આ સંપૂર્ણ બજેટથી લોકોને ઘણી આશાઓ બંધાયેલી છે. કોરોના મહામારીને કારણે સર્જાયેલી આર્થિક મુશ્કેલીનો સામનો કરી ચૂકેલા લોકો માટે સરકારે ઘણા પગલાં લીધા હતા પરંતુ હજુ પણ ઘણા મોટા પડકારો બાકી છે. એવું માનવામાં આવે છે કે નાણામંત્રી બજેટમાં આમ આદમીને લઈ આવકવેરામાં છૂટછાટથી લઈ ઘણાં અગત્યના પગલાંની જાહેરાત કરી શકે છે. ત્યારે આવો જાણીએ આ અહેવાલમાં કે સરકાર કંઇ રીતે અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીને અંદાજપત્ર તૈયાર કરે છે.

ખરેખર તો અંદાજપત્રને નાણાકિય વિવરણ તરીકે ઓળખાય છે. કારણ કે બજેટને પરંપરાગત રીતે તેની નીતિઓની પસંદગી દર્શાવવા માટે કોઈપણ સરકારના હાથમાં સૌથી પ્રભાવશાળી સાધન તરીકે જોવામાં આવે છે.

બજેટના ત્રણ મહત્વના પાસાં છે. જે અંગે આપણે સૌપ્રથમ વાત કરવી છે. આગામી વર્ષમાં સરકાર દ્વારા એકત્ર કરવામાં આવેલી કુલ ધનરાશિ જેને નેટ રિસીપ્ટ કહેવાય છે. બીજું પાસું સરકાર કુલ કેટલો ખર્ચ કરશે તે કુલ વ્યય કહેવાય છે. આ પછી ત્રીજું અને અંતિમ પાસું, સરકાર જે પૌસા ખર્ચ કરે છે અને આવક કરે છે આ બંને વચ્ચેના ગેપને ભરવા માટે તે બજારમાંથી કેટલો પૈસા ઉધાર લે છે જેને રાજકોષીય ઘાટા (fiscal deficit) કહેવાય છે.

આ પણ વાંચો: India budget history : ભારતના બજેટનો ઇતિહાસ, જાણો કોણે અને ક્યારે રજૂ કર્યું હતું દેશનું પહેલું બજેટ

પ્રથમ તો કેન્દ્રીય બજેટ કોઇપણ વર્ષની સૌથી મોટી આર્થિક સમાચાર ઘટના પ્રતીત થાય છે. બજેટ પહેલા એવી આશા હોય છે કે, બજેટ થકી ભારતની અર્થવ્યવસ્થાની તમામ સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે. તેમજ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, જેમ જેમ કેન્દ્રીય બજેટનું કદ વધશે તેમ તેમ ઉચ્ચ સરકારી વ્યય અર્થતંત્રને વેગ આપશે. આવો જાણીએ ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું?

આ પણ વાંચો: Adani group demerger plans: ગૌત્તમ અદાણીની 5 બિઝનેસને ડિમર્જ કરવાની યોજના, હાલ અદાણી ગ્રૂપની 8 કંપની શેરબજારમાં લિસ્ટેડ છે

કેન્દ્ર સરકાર (Union government) તેની આવક અને ખર્ચ યોજનાએ પર કોઇ નિર્ણય લે તે પહેલા તેઓએ આગામી વર્ષમાં એકંદરે દેશની અર્થવ્યવસ્થા કેવી રહેશે તે અંગે તાગ મેળવવો અત્યંત આવશ્યક છે. કારણ કે તેની આવક એકાએક અર્થતંત્રના કદ અને તેના વિકાસ દર પર નિર્ભર રહેશે. આ આંકડા સુધી પહોંચવા માટે સરકારે સૌપ્રથમ એ જાણવું અત્યંત જરૂરી છે કે, ચાલુ નાણાકીય વર્ષ (એપ્રિલથી માર્ચ) માં અર્થતંત્રનું અપેક્ષિત કદ કેટલું છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે, બજેટ રજૂ કરતી વખતે ચાલુ નાણાકીય વર્ષ હજુ સમાપ્ત નહીં થયું.

બજેટ તૈયાર કરતી વખતે આ ખાસ બાબતોની કાળજી

આગામી વર્ષના કેન્દ્રીય બજેટનો પ્રારંભિક બિંદુ વર્તમાન વર્ષના “નજીવી” જીડીપીને શોધવાનો છે. નોમિનલ જીડીપી એ બીજું કંઈ નથી પરંતુ નાણાકીય વર્ષમાં ભારતમાં ઉત્પાદિત તમામ માલ-સામાન અને સેવાઓનું કુલ બજાર મૂલ્ય છે.

સામાન્ય રીતે ભારતમાં સરકારોને તેમની કમાણી કરતાં બમણો ખર્ચ કરવા માટે મજબૂર કરવામાં આવે છે. એટલે કે તેમને બજારમાંથી પૈસા ઉછીના લેવાની ફરજ પડે છે. પરંતુ ભારતે કેન્દ્ર સરકાર દ્વારા કેટલું ઉધાર લઈ શકાય તે મર્યાદિત કરતા કેટલાક કડક નિયમો લાગુ કર્યા છે. આ મર્યાદા ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (FRBM) એક્ટ દ્વારા નક્કી કરવામાં આવી છે. FRBM ધારો નિર્ધારિત કરે છે કે કુલ ઋણ જીડીપીના 3% થી વધુ ન હોઈ શકે.

એકવાર સરકારને ખ્યાલ આવે કે તે ઉધાર લઈને મહત્તમ રકમ એકત્ર કરી શકે છે તો તે તેની કુલ આવક પર ધ્યાન આપે છે. હવે સરકાર સામે પડકાર એ હોય છે કે વિવિધ માધ્યમો દ્વારા કેટલા નાણાં ઊભા કરી શકાય.

અત્યાર સુધીમાં સરકાર બંને વાતથી અવગત છે તે પોતે કેટલા પૈસા એકઠા કરી શકે છે અને કેટલા પૈસા ઉછીના લઈ શકે છે. સાથે મળીને તેઓ તેને કુલ કોર્પસ પ્રદાન કરે છે જે તે વિવિધ જૂની અથવા નવી યોજનાઓ પર ખર્ચ કરી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ