/indian-express-gujarati/media/media_files/2026/02/01/budget-2026-share-market-2026-02-01-08-45-42.jpg)
Budget 2026 Share Market : બજેટ 2026, શેરબજાર. Photograph: (IE Gujarati)
Budget 2026, Share Market Today News Live Update In Gujarati : બજેટ 2026 આજે સંસદમાં રજૂ થશે. કેન્દ્રીય બજેટ 2026 માંથી શેરબજારને ઘણી અપેક્ષા છે. શેરબજારના રોકાણકારો STT, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઘટવાની અપેક્ષા રાખી રહ્યા છે. ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર વસૂલવામાં આવતા ટેક્સ પર ઘટાડવાની માંગણી કરી હતી. હાલ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે સરકાર બંને કિંમતી ધાતુની કસ્ટમ ડ્યૂટી વિશે બજેટમાં શું નિર્ણય લેવાયો છે તેના પર સૌની નજર રહેશે.
બજેટ 2026 પહેલા LPG સિલિન્ડર મોંઘો થયો
બજેટ 2026 પહેલા જ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધારી છે. હકીકતમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધારી છે. જ્યારે ઘરેલુ વપરાશ માટેના 14 કિલોન એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઇ ફેરફાર કર્યો નથી. આ ભાવ વધારા બાદ હવે દિલ્હીમાં 19 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1740.50 રૂપિયા થઇ છે.
બજેટ 2026થી શેરબજારોને શું અપેક્ષા છે? STT અને LTCG ઘટશે?
બજેટ 2026 થી શેરબજારને ઘણી મોટી અપેક્ષાઓ છે. રોકાણકારો અને માર્કેટ એસોસિએશનો કેટલાક કર સુધારાઓ પર નજર રાખી રહ્યા છે જે રોકાણને સરળ બનાવશે, ટ્રાન્ઝેક્શન ખર્ચમાં ઘટાડો કરશે અને લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન આપશે. કેપિટલ ગેઇન ટેક્સ, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે એસટીટી અને અલગ અલગ રોકાણના વિકલ્પો પર કર જેવા મુદ્દાઓ આ વખતે ચર્ચાના કેન્દ્રમાં છે. એવું માનવામાં આવે છે કે જો બજેટમાં આ મોરચે રાહત મળશે તો બજારના સેન્ટિમેન્ટને મજબૂત કરી શકાય છે અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે.
- Feb 01, 2026 16:34 IST
શેરબજારના રોકાણકારોને અધધધ 10 લાખ કરોડનું નુકસાન
બજેટ 2026ના દિવસે સેન્સેક્સ નિફ્ટીમાં કડાકાથી શેરબજારના રોકાણકારોને જંગી નુકસાન થયું છે. આજે બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટકેપ 450.61 લાખ કરોડ રૂપિયા થઇ છે, જે અગાઉ 460.02 લાખ કરોડ રૂપિયા થઇ હતી. આજે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં 9.41 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે.
- Feb 01, 2026 16:32 IST
મેટલ અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં કડાકો
સોનું, ચાંદી અને તાબું સહિત વિવિધ ધાતુના ભાવમાં જબરદસ્ત કડાકાથી મેટલ શેર નોંધપાત્ર તૂટ્યા છે. પરિણામે બીએસઇ મેટલ ઇન્ડેક્સ 1495 પોઇન્ટ, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 2011 પોઇન્ટ, બેંકેક્સ 1454 પોઇન્ટ અને ઓટો ઇન્ડેક્સ 1177 પોઇન્ટ તૂટ્યા છે. બેંક નિફ્ટી 1193 પોઇન્ટ, બીએસઇ સ્મોલકેપ 1050 પોઇન્ટ અને મિડકેપ 699 પોઇન્ટ ઘટ્યા છે. આઈટી શેરમાં મજબૂતથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 216 પોઇન્ટ સુધર્યો છે.
- Feb 01, 2026 16:28 IST
સેન્સેક્સના 26 બ્લુચીપ શેર ઘટ્યા
બજેટ 2026માં નિરાશાજનક ઘોષણાથી શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સના 30 બ્લુચીપ શેર માંથી 26 શેર ઘટ્યા હતા. જેમા એસબીઆઈ 5.6 ટકા, અદાણી પોર્ટ 5.6 ટકા, બીઇએલ 5.4 ટકા, આઈટીસી 3.4 ટકા અને ટાટા સ્ટીલ 3.8 ટકા તૂટ્યા છે. તો બીજી બાજુ ટીસીએસ 1.8 ટકા, ઇન્ફોસિસ 1.2 ટકા, સન ફાર્મા 1 ટકા સુધર્યા હતા.
- Feb 01, 2026 16:24 IST
શેરબજાર બજેટ 2026થી નિરાશ, સેન્સેક્સમાં 1546 પોઇન્ટનો કડાકો
શેરબજાર બજેટ 2026થી નિરાશ થયું છે. બજેટમાં STT (સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ) વધારવાની ઘોષણાથી સેન્સેક્સમાં 2200 પોઇન્ટથી મોટો ઇન્ટ્રા ડે કડાકો બોલાયો હતો. આજે સેન્સેક્સમાં 1546 પોઇન્ટનો કડાકો બોલાયો અને 80723 બંધ થયો છે. તો એનએસઇ નિફ્ટી 495 પોઇન્ટ ઘટી 24825 બંધ થયો છે. પાછલા બંધ 82269 લેવલથી આજે સેન્સેક્સ 2300 પોઇન્ટથી વધુ ઘટીને 79899 નીચી સપાટીને સ્પર્શ્યો હતો. જો કે ત્યારબાદ નીચી સપાટીથી રિકવર થયા પણ છેલ્લે મોટા ઘટાડે બંધ થયા હતા.
- Feb 01, 2026 12:36 IST
શેરબજારમાં 2100 પોઇન્ટનો કડાકો, બજેટ 2026માં STT વધવાની અસર
બજેટ 2026થી શેરબજાર નિરાજ છે. બજેટ 2026ની ઘોષણા બાદ સેન્સેક્સમાં 2100 પોઇન્ટનો કડાકો બોલાયો છે અને 79899 ઇન્ટ્રા ડે નીચી સપાટીને સ્પર્શ્યો છે. તો એનએસઇ નિફ્ટી 800 પોઇન્ટ જેટલો ઘટી 24,571 થયો હતો. બજેટ 2026 ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે STT (સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્શ) વધારવાની ઘોષણા કરી છે. બજેટ 2026માં ફ્યૂચર ટ્રેડિંગ પર એસટીટી 0.02 ટકા થી વધારીને 0.05 ટકા કરવાની ઘોષણા કરાઇ છે. એસટીટી વધવાથી ફ્યૂચર અને ઓપ્શન ટ્રેડિંગ મોંઘુ થશે. એસટીટી વધવાથી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું છે.
- Feb 01, 2026 10:56 IST
સેન્સેક્સ 250 પોઇન્ટ સુધર્યો, બજેટ 2026 ભાષણ પર નજર
શેરબજારમાં નીચા મથાળેથી સુધારો આવતા સેન્સેક્સ નિફ્ટી વધ્યા છે. 11 વાગે સેન્સેક્સ 250 પોઇન્ટથી વધુ સુધર્યો હતો અને 82500 લેવલ ઉપર ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 55 પોઇન્ટ વધીને 25370 લેવલ ઉપર છે. આજે બજેટ 2026 રૂજ થવાનો છે, જેના પર શેરબજારની બજાર નજર રહેશે.
- Feb 01, 2026 10:54 IST
બજેટ પહેલા ડિફેન્સ શેરમાં ઉછાળો
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. આ બજેટ ડિફેન્સ સેક્ટરમાં મોટી તકો ખોલી શકે છે. આવી અપેક્ષા રાખે ડિફેન્સ શેરમા મોટો ઉછાળો આવ્યો. આજે સવારે ભારત ઇલેક્ટ્રોનિક્સ અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સના શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. પારસ ડિફેન્સના શેરમાં 3 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. ડેટા પેટર્ન્સના શેરમાં શરૂઆતના ટ્રેડિંગમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો.
- Feb 01, 2026 10:53 IST
બજેટ પહેલા GST થી સરકારી તિજોરી છલકાઇ
બજેટ 2026 પહેલા GST કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. સરકારની GST કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી 2026માં કૂલ GST કલેક્શન ₹1,70,719 કરોડ રૂપિયા થયું છે. જ્યારે આ ગયા વર્ષે જાન્યુઆરીમાં ₹1,58,701 કરોડની જીએસટી વસૂલાત થઇ હતી. આ વખતે જીએસટી કલેક્શનમાં 7.6% નો વધારો થયો છે. તો ડિસેમ્બર 2025ની તુલનામાં GST કલેક્શન 6.1% વધ્યું છે.
- Feb 01, 2026 09:31 IST
બજેટ 2026 પહેલા શેરબજાર સુસ્ત, મેટલ ઇન્ડેક્સમાં1200 પોઇન્ટનો કડાકો
બજેટ 2026 પહેલા શેરબજાર સુસ્ત ટ્રેડિંગ કરી રહ્યા છે. સેન્સેક્સ 120 પોઇન્ટ વધીને 82388 ખુલ્યો હતો. જો કે માર્કેટ અંડર પ્રેશર રહેતા આરંભિક સુધારો ધોવાઇ જતા સેન્સેક્સ 82280 લેવલ આસપાસ ફ્લેટ ટ્રેડિંગ કરી રહ્યું છે. બજેટ 2026ના દિવસે એનએસઇ નિફ્ટી 25,333. ફ્લેટ ખુલ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપમાં ભારે વેચવાલીથી ઇન્ડેક્સ નોંધપાત્ર તૂટ્યા છે. ધાતુઓના ભાવમાં જબરદસ્ત ઘટાડાથી મેટલ ઇન્ડેક્સમાં 1,226 પોઇન્ટનો કડાકો બોલાયો છે.
- Feb 01, 2026 08:56 IST
બજેટ 2026થી શેરબજારોને શું અપેક્ષા છે? STT અને LTCG ઘટશે?
બજેટ 2026 થી શેરબજારને ઘણી મોટી અપેક્ષાઓ છે. રોકાણકારો અને માર્કેટ એસોસિએશનો કેટલાક કર સુધારાઓ પર નજર રાખી રહ્યા છે જે રોકાણને સરળ બનાવશે, ટ્રાન્ઝેક્શન ખર્ચમાં ઘટાડો કરશે અને લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન આપશે. કેપિટલ ગેઇન ટેક્સ, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એટલે કે એસટીટી અને અલગ અલગ રોકાણના વિકલ્પો પર કર જેવા મુદ્દાઓ આ વખતે ચર્ચાના કેન્દ્રમાં છે. એવું માનવામાં આવે છે કે જો બજેટમાં આ મોરચે રાહત મળશે તો બજારના સેન્ટિમેન્ટને મજબૂત કરી શકાય છે અને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
- Feb 01, 2026 08:51 IST
બજેટ 2026 પહેલા LPG સિલિન્ડર મોંઘો થયો
બજેટ 2026 પહેલા જ મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધારી છે. હકીકતમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધારી છે. જ્યારે ઘરેલુ વપરાશ માટેના 14 કિલોન એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઇ ફેરફાર કર્યો નથી. આ ભાવ વધારા બાદ હવે દિલ્હીમાં 19 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત 1740.50 રૂપિયા થઇ છે.
- Feb 01, 2026 08:47 IST
બજેટ 2026 આજે રજૂ થશે, રવિવારે શેરબજાર ચાલુ કે બંધ? જાણો
બજેટ 2026 આજે સંસદમાં રજૂ થશે. કેન્દ્રીય બજેટ 2026 માંથી શેરબજારને ઘણી અપેક્ષા છે. શેરબજારના રોકાણકારો STT, લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઘટવાની અપેક્ષા રાખી રહ્યા છે. ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર વસૂલવામાં આવતા ટેક્સ પર ઘટાડવાની માંગણી કરી હતી. હાલ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે સરકાર બંને કિંમતી ધાતુની કસ્ટમ ડ્યૂટી વિશે બજેટમાં શું નિર્ણય લેવાયો છે તેના પર સૌની નજર રહેશે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us