/indian-express-gujarati/media/media_files/2026/01/20/share-market-on-budget-2026-2026-01-20-10-38-00.jpg)
Share Market On Budget 2026 : બજેટ 2026 રજૂ થવાના દિવસે શેરજબાર ચાલુ રહેશે. Photograph: (Freepik)
Share Market On Budget 2026: બજેટ 2026 નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ સંસદમાં રજૂ કરશે. કેન્દ્રીય બજેટ પર શેરબજારની પણ નજર રહે છે. આ વખતે બજેટ રવિવાર રજૂ થઇ રહ્યું છે ત્યારે રોકાણકારો મૂંઝવણમાં છે કે શેરબજાર ચાલુ રહેશે કે નહીં. સામાન્ય રીતે ભારતમાં શનિવાર અને રવિવાર શેરબજાર અને કોમોડિટી એક્સચેન્જમાં ટ્રેડિંગ બંધ રહેશે. ચાલો જાણીયે બજેટના દિવસે 1 ફેબ્રુઆરી, 2026 રવિવાર શેરબજાર ચાલુ છે કે બંધ?
શેરબજાર 1 ફેબ્રુઆરી, રવિવારે ચાલુ કે બંધ?
જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) 1 ફેબ્રુઆરી 2026 ના રોજ રવિવારે ખુલ્લા રહેશે. સ્ટોક એક્સચેન્જે આ અંગે માહિતી આપતો પરિપત્ર બહાર પાડ્યો છે. એક્સચેન્જે જણાવ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં ઇક્વિટી માર્કેટ ટ્રેડિંગ માટે ખુલ્લું રહેશે, કારણ કે તે દિવસે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર મુજબ, બજેટ દિવસ 1 ફેબ્રુઆરી, 2026 (રવિવાર) ના રોજ શેરબજાર ખુલ્લું રહેશે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય બજેટની રજૂઆતને લીધે સ્ટોક એક્સચેન્જ 01 ફેબ્રુઆરી, 2026 ના રોજ સ્ટાન્ડર્ડ માર્કેટ ટાઇમિંગ મુજબ લાઇવ ટ્રેડિંગ સત્ર યોજશે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/16/budget-2026-nirmala-sitharaman-2026-01-16-17-56-25.jpg)
1 ફેબ્રુઆરીએ રજૂ થશે બજેટ
સરકાર સંસદના બજેટ સત્રની જાહેરાત કરી ચૂકી છે. 12 જાન્યુઆરીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પુષ્ટિ કરી હતી કે કેન્દ્રીય બજેટ 2026 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે રજૂ કરવામાં આવશે. વર્ષ 2017થી ભારતમાં 1 ફેબ્રુઆરીએ જ દેશનું યુનિયન બજેટ રજૂ કરવામાં આવે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સતત નવમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ રજૂ કરતા પહેલા આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે. આ પછી મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) વી અનંત નાગેશ્વરન અને વરિષ્ઠ અધિકારીઓ પત્રકાર પરિષદ કરશે.
આ પણ વાંચો | Budget 2026 : નિર્મલા સીતારમણ સતત 9મી વખત રજૂ કરશે બજેટ, જાણો ભારતના પ્રથમ મહિલા નાણાંમંત્રી કેટલું ભણેલા છે?
બજેટના મુશ્કેલ શબ્દોની સરળ ભાષામાં સમજ
બજેટ એ દેશનો સૌથી મહત્વપૂર્ણ આર્થિક દસ્તાવેજ છે, જે માત્ર દેશની વર્તમાન આર્થિક પરિસ્થિતિ જ નથી રજૂ કરતો પરંતુ ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવામાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બજેટના દિવસે બધાની નજર સરકાર શું જાહેરાત કરવા જઈ રહી છે તેના પર છે. બજેટમાં એવા ઘણા શબ્દો છે જેને તેનો અર્થ ખબર નથી. જો તમારી પણ બજેટ પર નજર છે અને તેને સારી રીતે સમજવા માટે, તે શબ્દોનો અર્થ જાણવું જરૂરી છે. સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us