scorecardresearch

Budget 2023: બજેટ 2023માં રેલવે માટે નાણામંત્રી નિર્મલા સીતારામનની મોટી ધોષણા, 100 નવી મહત્વની યોજનાઓની ઓળખ

India Budget 2023 News Live Updates: બજેટ 2023 રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે રેલવે પર અત્યાર સુધીનો સૌથી વધુ ખર્ચ કરવામાં આવશે. આ પછી નાણામંત્રીએ કહ્યું કે આ નાણાકીય વર્ષમાં રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

Budget 2023: બજેટ 2023માં રેલવે માટે નાણામંત્રી નિર્મલા સીતારામનની મોટી ધોષણા, 100 નવી મહત્વની યોજનાઓની ઓળખ
Budget 2023-24 Live Updates: જાણો બજેટ 2023માં રેલવે માટે કેટલી ફાળવણી કરાઇ

Union Budget 2023-24 Live Updates: આજે 1 ફેબ્રુઆરીના રોજ આ નાણાકીય વર્ષનું સામાન્ય અંદાજપત્ર 2023 રજૂ થઇ ગયું છે. આ સામાન્ય બજેટ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને સંસદમાં રજૂ કર્યું હતું. આ સામાન્ય બજેટમાં નાણામંત્રીએ ઇન્ડિયન રેલવે માટે 2.4 લાખ કરોડની ફાળવણીની ઘોષણા કરી છે.

સાથે જ નિર્મલા સીતારામને રેલવેમાં ખાનગી ક્ષેત્રોની ભાગીદારી વધારવાની પણ જાહેરાત કરી છે. જે અંતર્ગત તેમણે કહ્યું કે, રેલવેમાં 100 નવી મહત્વની યોજનાઓની ઓળખ કરવામાં આવી છે.

2023નું બજેટ રજૂ કરતા નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે રેલવે પર અત્યાર સુધીનો સૌથી વધુ ખર્ચ કરવામાં આવશે. તેમજ આ નાણાકીય વર્ષમાં રેલવે માટે 2.40 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આ પણ વાંચો: Income Tax Slabs Budget 2023 : બજેટ 2023 ઇન્કમ ટેક્સમાં મોટી રાહત, 7 લાખ સુધી કોઇ ટેક્સ નહી

ઉલ્લેખનીય છે કે, બજેટના ઇતિહાસમાં આ પ્રથમવાર છે જ્યારે રેલવે માટે આટલી વ્યાપક રકમ ફાળવવામાં આવશે. આ ઘોષણા અંગે નાણામંત્રીએ કહ્યું કે, વર્ષ 2013-14ની સરખામણીએ આ લગભગ નવ ગણી વધુ રકમ છે.

આ વખતે બજેટ 2023 પાસેથી એવી અપેક્ષા હતી કે, રેલ બજેટ રેલવેના અધૂરી પ્રોજેક્ટને પૂરા કરવા અને નવી માળખાકીય સુવિધાઓને વિકસાવવા પર ભાર મુકશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હાઈ-સ્પીડ ટ્રેનને ટૂંક સમયમાં કાર્યરત કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સમગ્ર રેલવે સિસ્ટમના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે રેલ બજેટમાં 20થી 25 ટકાનો વધારો કરવા પર કામ કરી રહી છે. કેન્દ્રીય બજેટ 2022માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ વર્ષના બજેટમાં પણ સરકારની પ્રાથમિકતા રહેશે.

આ વર્ષે, રેલવેને ફાળવવામાં આવનાર ભંડોળ નવા ટ્રેક નાખવા, સેમી-હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેનોની સંખ્યામાં વધારો કરવા, હાઈડ્રોજન સંચાલિત ટ્રેનો તેમજ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પૂર્ણ કરવા તરફ જશે. મહત્વનું છે કે, વર્ષ 2016માં કેન્દ્ર સરકારે રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કરી દીધું હતું. ત્યારથી રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં આવતું નથી.

કેન્દ્રીય નાણામંત્રી બજેટ ભાષણ દરમિયાન રેલવે માટે પણ બજેટ રજૂ કરે છે. ભારતીય રેલવેનો મોટો વિકાસ એ ભારતની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન “વંદે ભારત એક્સપ્રેસ” ની શરૂઆત છે. 160 કિમી/કલાકની ઝડપે પહોંચવામાં સક્ષમ આ ટ્રેન ભારતીય રેલવેની ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી દ્વારા સ્વદેશી રીતે બનાવવામાં આવી છે. તેમાં ઓનબોર્ડ વાઈ-ફાઈ, જીપીએસ આધારિત પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ અને સીસીટીવી કેમેરા જેવી ઘણી આધુનિક સુવિધાઓ છે.

આપને જણાવી દઇએ કે, સુરક્ષા અને કાર્યક્ષમતામાં સુધારો કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ વધારવા પર ભારતીય રેલવેનું ફોકસ એ બીજો મોટો વિકાસ છે. આમાં ટ્રેનો અને સ્ટેશનો પર સીસીટીવી કેમેરાનો ઉપયોગ, ટ્રેન અથડામણને રોકવા માટે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન (એટીપી) સિસ્ટમનો અમલ અને ટ્રેનના રીઅલ-ટાઇમ ટ્રેકિંગ માટે જીપીએસ-આધારિત સિસ્ટમનો ઉપયોગ સામેલ છે.

Web Title: Budget railway 2023 live updates major announcement by nirmala sitharaman latest news

Best of Express