/indian-express-gujarati/media/media_files/2026/02/20/realme-p4-lite-4g-launch-2026-02-20-14-56-15.jpg)
Realme P4 Lite 4G Features And Specifications : રિયલમી પી4 લાઇટ 4જી સ્માર્ટફોન 6300mAh બેટરી અને પાવરફુલ પ્રોસેસર સાથે લોન્ચ થયો છે. Photograph: (Realme)
Realme P4 Lite 4G Launched: રિયલમી પી4 લાઇટ 4જી સ્માર્ટફોન ભારતમાં 20 ફેબ્રુઆરી 2026ના રોજ લોન્ચ થયો છે. Realme P4 Lite 4G કંપનીનો નવો હેન્ડસેટ છે, જેમા 6300mAh બેટરી, 12GB સુધીની વર્ચ્યુઅલ રેમ અને યુનિસોક T7250 ઓક્ટા-કોર પ્રોસેસર આવે છે. આ રિયલમી સ્માર્ટફોન રિવર્સ વાયર્ડ ચાર્જિંગ સાથે આવે છે. જાણો નવા રિયલમી પી4 લાઇટ 4 જીની કિંમત અને ફીચર્સ વિશે તમામ વિગતો.
રિયલમી પી4 લાઇટ 4જી કિંમત
રિયલમી પી4 લાઇટ 4જી સ્માર્ટફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 9,999 રૂપિયા છે. તો 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ મોડેલની કિંમત 11,999 રૂપિયા છે. પ્રથમ સેલમાં બંને ફોન અનુક્રમે 7,999 રૂપિયા અને 9,999 રૂપિયાની કિંમતે 1000 બેંક ઓફર અને 1000 કૂપન ડિસ્કાઉન્ટ સાથે મેળવી શકાય છે. આ ડિવાઇસનું વેચાણ 24 ફેબ્રુઆરીથી ફ્લિપકાર્ટ, રિયલમીની વેબસાઇટ અને ઓફલાઇન સ્ટોર્સ પર શરૂ થશે.
Realme P4 Lite 4G Specifications
રિયલમી P4 Lite 4G સ્માર્ટફોન માં 6.67-ઇંચ (720×1600 પિક્સેલ) HD+ IPS LCD સ્ક્રીન છે જે 90Hz રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીન 450 નિટ્સ સુધી ટિપિકલ બ્રાઇટનેસ પ્રદાન કરે છે. હેન્ડસેટમાં 1.8 ગીગાહર્ટ્ઝ ઓક્ટા-કોર યુનિસોક ટી 7250 12 એનએમ પ્રોસેસર છે. ફોનમાં Mali-G57 MP1 GPU છે.
રિયલમીના આ સસ્તા ફોનમાં 4 જીબી રેમ સાથે 64 જીબી / 128 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજનો વિકલ્પ છે. માઇક્રો SD કાર્ડ દ્વારા સ્ટોરેજને 2 ટીબી સુધી વધારી શકાય છે. ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. હેન્ડસેટ એન્ડ્રોઇડ 15 આધારિત realme UI 6.0 સાથે આવે છે. સ્માર્ટફોનને પાવર આપવા માટે, એક મોટી 6300mAh બેટરી આવે છે જે 15W ફાસ્ટ ચાર્જિંગ, 6W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
આ પણ વાંચો | 8000થી ઓછી કિંમતનો શાનદાર સ્માર્ટફોન લોન્ચ, 5000mAh બેટરી અને 8GB RAM
Realme P4 Lite 4G કેમેરા
Realme P4 Lite 4G માં અપર્ચર F / 2.2, LED ફ્લેશ અને Omnivision OV13B સેન્સર સાથે 13MP રિયર કેમેરા છે. હેન્ડસેટમાં એપરચર એફ / 2.2 સાથે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. આ સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સર, 3.5 એમએમ ઓડિયો જેક અને અલ્ટ્રા-લિનિયર બોટમ-પોર્ટેડ સ્પીકર છે. આ ડિવાઇસનું માપ 167.2 x 76.6×7.94 મીમી છે અને તેનું વજન 201 ગ્રામ છે.
આ પણ વાંચો | Vivo V70 સિરીઝના બે 5G સ્માર્ટફોન લોન્ચ, પાવરફુલ પ્રોસેસર, 12GB RAM સાથે 6500mAh બેટરી
રિયલમી પી 4 લાઇટ 4 જી સ્માર્ટફોન ડસ્ટ અને સ્પ્લેશ રેઝિસ્ટન્સ (IP54) અને મિલિટરી ગ્રેડ ડ્યુરેબિલિટી (MIL-STD 810H) સાથે આવે છે. કનેક્ટિવિટી માટે, ડિવાઇસમાં ડ્યુઅલ 4 જી VoLTE, વાઇફાઇ 802.11 એસી, બ્લૂટૂથ 5.2, જીપીએસ, યુએસબી ટાઇપ સી પોર્ટ મળ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us